આજનું પંચાંગ / 12 જૂન બુધવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

12 June, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Jun 12, 2019, 08:16 AM IST

તિથિ: જેઠ સુદ - 10
વિક્રમ સંવત: 2075
આજનો તહેવાર: ગંગા પૂજન
આજનો મંત્ર જાપ: ઓમ રીમ્ પ્રિયંગવે નમ:
દિવસનાં ચોઘડિયાંઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિનાં ચોઘડિયાં: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
શુભ ચોઘડિયાં: લાભ- 05:55થી 07:36, અમૃત- 07:36થી 09:17, શુભ- 10:58થી 12:39, ચલ- 16:02થી 17:43, લાભ- 17:43થી 19:24, શુભ- 20:43થી 22:02, અમૃત- 22:02થી 23:21
યોગ: વ્યતિપાત
કરણ: પરિઘ
રાહુકાળ: 12:00થી 13:30
દિશાશૂળ: ઉત્તર
આજનો વિશેષ યોગઃ રામેશ્વર પ્રતિષ્ઠા દિન, ગંગા દશહરા સમાપ્તિ, વ્યતિપાત સમાપ્ત 06:07, વિષ્ટિ પ્રારંભ - 29:37, કુમાર યોગ સ. 11:51, રવિયોગ, અહોરોગ
આજનો પ્રયોગઃ આજે ભગવાન શ્રી વિષ્ણુજી તેમજ શ્રી ગણપતિજીનું પૂજન કરવું તેમજ કોરા સિંદુરનું તિલક કરવું શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: દશમી તિથિના સ્વામી શ્રી યમરાજજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી યમરાજજીનું પૂજન-અર્ચન કરવાથી બાધાઓ તેમજ અકાલમૃત્યુ દૂર થાય છે.

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. પરંતુ તે લોકોને મુખ્યત્વે પગ, કાન તેમજ ચામડીના રોગમાં વધારો જણાય.
વિદ્યાર્થી: ચંચળતા અને સર્જનાત્મક વૃત્તિનું પ્રમાણ વિશેષ જણાય. પ્રશાસન, નાણા પ્રબંધન, કાયદાશાસ્ત્ર, બેન્કિંગ વિષયોમાં વિશેષ રુચિ રહે.
સ્ત્રી વર્ગઃ લાગણીશીલ અને વ્યવહારું પણું વિશેષ પ્રમાણમાં જણાય. પ્રભાવશાળી વ્યક્તિત્વથી ગૃહ તેમજ કાર્યક્ષેત્રમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરે.
કૌટુંબિક: જીવનકાર્યમાં સિદ્ધાંતોમાં બાંધછોડ કરી સફળતા પ્રાપ્ત કરે. પારિવારિક કાર્યોમાં વિશેષ ભૂમિકા ભજવે.

X
12 June, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી