આજનું પંચાંગ / 11 સપ્ટેમ્બર બુધવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

11 September, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Sep 11, 2019, 10:17 AM IST

તિથિ: ભાદરવા સુદ - 13
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપ: ઓમ મનોહરાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિનાં ચોઘડિયાં: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
શુભ ચોઘડિયાં: લાભ- 06:26થી 07:58, અમૃત- 07:58થી 09:31, શુભ- 11:04થી 12:36, ચલ- 15:41થી 17:14, લાભ- 17:14થી 18:46, શુભ- 20:14થી 21:41, અમૃત- 21:41થી 23:09
યોગ: અતિગંડ
કરણ: કૌલવ
રાહુકાળ: 12:00થી 01:30
દિશાશૂળ: ઉત્તર
આજનો વિશેષ યોગઃ પ્રદોષ, પંચક પ્રારંભ 27:29, વજ્રમુશળ યોગ 14:00થી સૂર્યોદય, રવિયોગ પ્રારંભ 14:00
આજનો પ્રયોગ : આજે ભગવાન શ્રીકૃષ્ણજી તેમજ શ્રી ગણપતિજીનું પૂજન-અર્ચન કે તેમના સ્તોત્રનો પાઠ કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે.
તિથિના સ્વામી: ત્રયોદશી તિથિના સ્વામી શ્રી કામદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી કામદેવજીની પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિના વૈવાહિક જીવન અંગેના પ્રશ્નોનું સમાધાન આવે છે.

નક્ષત્ર: બપોરે 14:00 સુધી શ્રવણ ત્યારબાદ ધનિષ્ઠા.
આજની જન્મ રાશિઃ આજે રાત્રે 03:29 સુધી મકર (ખ,જ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ કુંભ (ગ,સ,શ,ષ) પરથી રાખવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમગરમ જણાય. તેઓને મુખ્યત્વે કફ, વાયુ, પાચનશક્તિને લગતા રોગોનું પ્રમાણ વિશેષ જણાય.
વિદ્યાર્થી: સર્જન શક્તિ અને મૌલિકતાનું પ્રમાણ સવિશેષ જણાય. વર્ષ દરમિયાન વિદ્યાભ્યાસમાં ઉતારચઢાવ જણાય.
સ્ત્રી વર્ગઃ નિર્ણયશક્તિનો અભાવ જણાય. વધારે લાગણી દર્શાવવામાં ધ્યાન રાખવું. વર્ષ દરમિયાન કાર્યક્ષેત્રમાં ઊંચી પદવી સંભવ.
કૌટુંબિક: પારિવારિક પ્રશ્નોમાં મહત્ત્વનું સ્થાન ભજવે. કૌટુંબિક સભ્યો તરફથી વર્ષ દરમિયાન સારાનરસા પરિણામ ભોગવવા પડે.

X
11 September, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી