આજનું પંચાંગ / 10 ઓક્ટોબર ગુરુવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

10 October, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Oct 10, 2019, 08:37 AM IST

તિથિ: આસો સુદ - 12
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપ: ઓમ ગુરુવે નમ:
દિવસનાં ચોઘડિયાંઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિનાં ચોઘડિયાં: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
શુભ ચોઘડિયાં: શુભ-06:35 થી 08:03, ચલ-10:59થી 12:26, લાભ-12:26થી 13:54, અમૃત-13:54થી 15:22, શુભ-16:50થી 18:18, અમૃત-18:18થી 19:50, ચલ-19.:50થી 21:22
યોગ: ગંડ
કરણ: બવ
રાહુકાળ: 13:30થી 15:00
દિશાશૂળ: દક્ષિણ
આજનો વિશેષ યોગઃ પંચક, સ્થિર યોગ 19:52 થી 26:14, રવિયોગ પ્રારંભ 26:14
આજનો પ્રયોગ : ગુરુવારના દિવસે જગત પિતા બ્રહ્માજી કે આપના ગુરુનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે. તેમજ સફેદ ચંદન કે કેસરયુક્ત ચંદન કરવું શ્રેષ્ઠ મનાય છે.
તિથિના સ્વામી: દ્વાદશીના સ્વામી શ્રી વિષ્ણુજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવાથી સુખ તેમજ સમૃદ્ધિની પ્રાપ્તી થાય છે.

નક્ષત્ર: શતતારા આજે રાત્રે 02:14 સુધી ત્યાર સુધી પૂર્વાભાદ્રપદ
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ કુંભ રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ગ,સ,શ,ષ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: વર્ષ દરમિયાન જાતકનું આરોગ્ય ઉત્તમ જણાય. તેઓને મુખ્યત્વે આંખ, પગ, હૃદયને લગતી બીમારીનું પ્રમાણ વિશેષ જણાય.
વિદ્યાર્થી: વિદ્યાભ્યાસમાં નવા સોપાન સર થાય. તેઓને મેનેજમેન્ટ, ફાર્મસી, એન્જિનિયરિંગ, દાકતરી વિદ્યા જેવા વિષયમાં રસ વિશેષ જણાય.
સ્ત્રી વર્ગઃ મહત્ત્વકાંક્ષી અને નવીનતાની ખોજમાં રહે. પોતાના મક્કમ મનોબળના કારણે કાર્યક્ષેત્ર અને ગૃહમાં આગવી ભૂમિકામાં જોવા મળે.
કૌટુંબિક: સ્વાભિમાન તેમજ પોતાના ધ્યેયમાં બાંધછોડ ન કરે તેથી કૌટુંબિક અશાંતિનું કારણ બને. વર્ષ દરમિયાન પારિવારિક સુખ સારું જણાય.

X
10 October, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી