આજનું પંચાંગ / 13 જૂન ગુરુવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

13 June, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Jun 13, 2019, 08:07 AM IST

તિથિ: જેઠ સુદ - 11
વિક્રમ સંવત: 2075
આજનો તહેવાર: નિર્જળા એકાદશી (કેરી)
આજનો મંત્ર જાપ: ઓમ શ્રી કરાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિનાં ચોઘડિયાં: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
શુભ ચોઘડિયાં: શુભ- 05:55થી 07:36, ચલ- 10:58થી 12:40, લાભ- 12:40થી 14:21, અમૃત- 14:21થી 16:02, શુભ- 17:43થી 19:24, અમૃત- 19:24થી 20:43, ચલ- 20:43થી 22:02
યોગ: પરિઘ
કરણ: બવ
રાહુકાળ: 13:30થી 15:00
દિશાશૂળ: દક્ષિણ
આજનો વિશેષ યોગઃ ભીમ અગિયારસ, ગાયત્રી જયંતી, રુક્મણિ વિવાહ, વિષ્ટિ સમાપ્ત 16:50, બહમન (પા.11), રવિયોગ સ. 10:55
આજનો પ્રયોગઃ ગુરુવારના દિવસે જગતપિતા બ્રહ્માજી કે આપના ગુરુનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે. તેમજ સફેદ ચંદન કે કેસરયુક્ત ચંદન કરવું શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: એકાદશી તિથિના સ્વામી શ્રી વિશ્વદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી વિશ્વદેવજીનું પૂજન-અર્ચન કરવાથી ધન-ધાન્ય તેમજ જમીન અંગેના પ્રશ્નોનું સમાધાન આવે છે.

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ-ગરમ જણાય. તેઓને મુખ્યત્વે પેટ, કમર, માથાનો દુખાવો તેમજ રક્ત વિકાર વધારે જણાય.
વિદ્યાર્થી: જાતક વિદ્યાભ્યાસમાં નવા સંશોધનો કરે, મિત્ર વર્ગથી મધ્યમ જણાય. વિજ્ઞાન, રસાયણ, ગૃઢવિજ્ઞાન, એન્જિનિયરિંગમાં વિશેષ રુચિ રહે.
સ્ત્રી વર્ગઃ સર્જનાત્મકતા તેમજ શિસ્તના આગ્રહી હોય. કાર્ય, યોજનાઓમાં તેમની સમજદારીથી વર્ષ દરમિયાન મધુરફળ ચાખવા મળે.
કૌટુંબિક: સમાજ સુધારણા માટે નવું કરવાની લાગણી ધરાવે. મિત્રો તેમજ કૌટુંબિક લોકો પ્રત્યે વફાદાર રહે.

X
13 June, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી