Back

યાત્રાધામ

ઉમિયા માતા મંદિર, ઊંઝા

ઈ.સ. 156 સંવત-212માં રાજા વ્રજપાલસિંહજીએ મા મંદિરનું નિર્માણ કરાવ્યું.

ધાર્મિક માહાત્મ્યઃ ઈ.સ. 156 સંવત-212માં રાજા વ્રજપાલસિંહજીએ મા મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યારથી કડવા પાટીદાર સમુદાયના કુળદેવી ઉમિયા માતાનું અહીં નિત્ય પૂજન થાય છે.

 

ઐતિહાસિક માહાત્મ્યઃ મૂળ મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈ.સ. પૂર્વે 1250થી 1200ના સમયગાળામાં ગુજરાત આવી વસ્યા અને પાટીદાર તરીકે ઓળખાયા. શ્રી મા ઉમિયા એ આદ્યશક્તિ જગતજનની છે તથા કડવા પાટીદારોની કુળદેવી છે.

 

ઈ.સ. 156 સંવત-212માં રાજા વ્રજપાલસિંહજીએ મંદિરનું નિર્માણ કરાવ્યું. રાજા અવનીપતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કૂવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો. વિ. સંવત 1122/24માં વેગડા ગામીએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષશાયી ભગવાનની જગ્યા છે ત્યાં તે મંદિર હતું.

 

મોલ્લોતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન છે. વિ. સંવત 1943 અથવા ઈ.સ. હાલમાં જે મંદિર જોવા મળે છે તે પ્રારંભમાં 1887માં શ્રી રામચંદ્ર માનસુખલાલે ત્યારબાદ સવ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બાંધ્યું. જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે ફાળો આપ્યો હતો. હાલના મંદિરનું વાસ્તુપૂજન 6 ફેબ્રુઆરી, 1887ના રોજ યોજાયું.

 

જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો. ઈ.સ.1895માં માન સરોવર બંધાયું. આસો નવરાત્રીમાં મંદિરના ચાચરચોકમાં નવે દિવસ રાસ-ગરબા યોજાય છે. આ દિવસોમાં મા ઉમિયાના ધામમાં ઉપવાસ, અનુષ્ઠાન, ષોડષોપચાર પૂજા, ચંદીપાઠ, ભવ્ય પલ્લી અને આતશબાજીનો લ્હાવો લેવા જેવો હોય છે.


આરતીનો સમયઃ સવારે 6.15 મંગળા, સવારે 11.30 રાજભોગ, સાંજે 7.15 સંધ્યા, રાત્રે 9.30 શયન 

 

દર્શનનો સમયઃ સવારે 6:00થી બપોરે 12.00, સાંજે 4.00થી 9.30

ઉમિયાધામ ઊંઝા મંદિર માર્ગદર્શન, Umiya Temple Unjha Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
મોલ્લોતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન છે.

મુખ્ય આકર્ષણોઃ  નવરાત્રીમાં મંદિરના ચાચરચોકમાં નવે દિવસ રાસ-ગરબા યોજાય છે.
 

કેવી રીતે પહોંચવુ

સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા મહેસાણા જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.


રેલમાર્ગેઃ ઊંઝાનું પોતાનું રેલવે સ્ટેશન છે. 

હવાઈમાર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ છે અમદાવાદઃ 102 કિમી

ઉમિયાધામ ઊંઝા મંદિર માર્ગદર્શન, Umiya Temple Unjha Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
નવરાત્રીમાં મંદિરના ચાચરચોકમાં નવે દિવસ રાસ-ગરબા યોજાય છે

શ્રી ઉમિયા માતાની નજીકનાં મંદિરો

1).  સૂર્યમંદિર, મોઢેરા, 48 કિમી
2).  હાટકેશ્વર મહાદેવ, વડનગર 35 કિમી
3). બહુચરાજી માતા મંદિર, બેચરાજી, 63 કિમી
4). ઘંટાકર્ણ મહાવીર, મહુડી, 72 કિમી.

દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં ટોકન ચાર્જ પર જમવાની સુવિધા ઉપલબ્ધ છે

રહેવાની સુવિધાઃ મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં કુલ 50થી વધુ એસી અને નોન એસી રૂમની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં એસી રૂમના અને નોન-એસી રૂમના રોજના રૂ. 200થી રૂ. 1000 સુધીનો ચાર્જ છે. તદુપરાંત દર્શને આવતા ભક્તો માટે અહીં રહેવા માટે આસપાસના ગેસ્ટહાઉસો તથા ધર્મશાળાઓ અને હોટેલોમાં સુવિધા ઉપલબ્ધ છે. 
 

ભોજનની સુવિધાઃ દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં ટોકન ચાર્જ પર જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
 

બુકિંગની સુવિધાઃ મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા છે. જ્યારે અહીં ગેસ્ટહાઉસો અને હોટેલમાં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે. 
 

સરનામુઃ શ્રી ઉમિયા માતાજી મંદિર, મા ઉમિયાધામ, તા. ઊંઝા, જિ. મહેસાણા- 384170
 

ફોનઃ +91 - 02767 - 245472, +91 - 02767 - 245972

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

અન્ય મંદિરો

TOP