Back

યાત્રાધામ

હોમ » ધર્મ દર્શન » યાત્રાધામ » ઉમિયા માતાજી મંદિર, સિદસર

ઉમિયા માતાજી મંદિર, સિદસર

ભાદરવા સુદ પુનમ, સંવત ૧૯૫૫માં સિદસરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યાં હતા. આજે કડવા પાટીદારના કુળદેવી તરીકે પૂજાય છે

ધાર્મિક માહાત્મ્ય: સિદસરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યાં છે તેની જાણ ગોંડલના રાજા ભગવતસિંહજીને થઈ. રાજાએ ગોંડલમાં એક ભવ્ય મંદિર બાંધી સિદસરની મૂર્તિને તેમાં સ્થાપવાનો સંકલ્પ કર્યો. આથી તેઓએ દૂતને સિદસર મોકલ્યો. રાજાના દૂતે સિદસર આવીને મૂર્તિ ગોંડલ લઈ જવા વાત કરી. લોકોની અનિચ્છા છતાં રાજ આજ્ઞા ગણી પાંચ આગેવાનો મૂર્તિ લઇને ગોંડલ ગયા. પરંતુ મા ઉમિયાની ઇચ્છા કંઈક જુદી જ હતી.

રાત્રે સ્વપ્નમાં માતાએ રાજાને જણાવ્યું કે, રાજન ! ધરતીના પટ પર કામ કરતાં મારાં બાળકો વચ્ચે મારે રહેવું છે, તેથી મને સિદસર પાછી પહોંચાડી દો. ધર્મપ્રેમી રાજા માનભેર આ દિવ્ય મૂર્તિને સિદસર પાછી પહોંચાડી. સિદસર ગામના લોકોનો ઉત્સાહ આ ઘટનાથી અનેક ગણો વધી ગયો. એક સાદા પણ પવિત્ર નાના મંદિરમાં માતાજીની મૂર્તિની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી.

નિર્માણ: ભાદરવા સુદ પુનમ, સંવત ૧૯૫૫માં સિદસરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યાં હતા. આજે કડવા પાટીદારના કુળદેવી તરીકે પૂજાય છે.

મંદિરનાં મુખ્ય આકર્ષણો: અહીંની મૂર્તિ ધ્યાનાકર્ષક છે.

આરતીનો સમય

સવાર: 6:45 વાગ્યે
સાંજ: 7:00 વાગ્યે.

દર્શનનો સમય: સવારે 6:45 વાગ્યાથી સાંજે 9:30 વાગ્યા સુધી.

ઉમિયાધામ, સિદસર મંદિર માર્ગદર્શન, Umiya Mataji Temple Sidsar Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
અહીંની મૂર્તિ ધ્યાનાકર્ષક છે.

કેવી રીતે પહોંચવું
 

જમીનમાર્ગ: અમદાવાદ-રાજકોટ તરફથી અહીં આવનારે વાયા કાલાવડથી આવવું જે રાજકોટથી 115 કિમી જેટલું થશે. જ્યારે સૌરાષ્ટ્ર તરફથી આવનાર શ્રદ્ધાળુંઓએ વાયા જેતપુરથી આવવું, જેતપુર સિદસરનું અંતર 68 કિમી છે. 
 

નજીકનું રેલવે સ્ટેશન: પાનેલી રેલવે સ્ટેશન અહીંથી 6 કિમી છે.
 

નજીકનું એરપોર્ટ: જામનગર એરપોર્ટ 86 કિમી દૂર છે.

ઉમિયાધામ, સિદસર મંદિર માર્ગદર્શન, Umiya Mataji Temple Sidsar Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
એક સાદા પણ પવિત્ર નાના મંદિરમાં માતાજીની મૂર્તિની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી

નજીકનાં મંદિરો

 

1). ગાયત્રી મંદિર ગધેથડ 20 કિમી.
2). હરસિદ્ધિ માતાજી ભાણવડ, 38 કિમી.
3). દ્વારકાધીશ મંદિર 150 કિમી.
4). સાંદીપની મંદિર પોરબંદર 100 કિમી.
 

રહેવાની સુવિધા છે:  મંદિરમાં કોઈ પણ ચાર્જ વગર રહેવા-જમવાની સુવિધા શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. 

મંદિરમાં કોઈ પણ ચાર્જ વગર રહેવા-જમવાની સુવિધા શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે

પ્રસાદ (જમવા)નો સમય
 

સવારમાં બ્રેકફાસ્ટ: 7:30 થી 8:00 

બપોરે પ્રસાદ: 11:30 થી 1:30 

સાંજે પ્રસાદ: 7:20 થી 8:00
 

સરનામું: શ્રી ઉમિયા માતાજી મંદિર, સિદસર, તા. જામજોધપુર, જિ. જામનગર
 

ફોન નંબર: (02898) 274435, 274735, 274700, ચીમનભાઇ દાધાનિયા, મેનેજર: 9426344611, ​કેતનકુમાર મહેતા, પૂજારી: 97250 37421

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

અન્ય મંદિરો

TOP