Back

યાત્રાધામ

શ્રી સ્વામિનારાયણ મંદિર, મૂળી (સુરેન્દ્રનગર)

શ્રીજી મહારાજની ઈચ્છા અનુસાર સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મૂળીધામ, વડતાલ અને જૂનાગઢમાં અલૌકિક મંદિરો બંધાવડાવ્યા હતા.

ધાર્મિક માહાત્મ્ય: શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના જીવનકાળ દરમિયાન કુલ 32 વખત મૂળી પધાર્યા હતા. અહીં તેઓ 15 દિવસથી માંડીને 15 મહિના સુધી રોકાયા હતા અને હરિભક્તોને દર્શન અને આશીર્વાદ આપતા રહ્યા હતા. મૂળીધામમાં મહારાજશ્રીના સદગુરુ રામાનંદ સ્વામીના સમયથી સત્સંગ ચાલતો આવ્યો હતો.

 

સ્વામિનારાયણ ભગવાન પણ મૂળીમાં તેના રાજા રામાભાઈના મહેલમાં જ રોકાતા હતા. અહીં શ્રી રણછોડજી-ત્રિકમરાય દેવ, શ્રી હરિ-કૃષ્ણ મહારાજનું મંદિર છે. મૂળી સ્થિત સ્વામિનારાયણ મંદિરે દર પૂનમે મંગળા આરતી અને દર્શન કરવાનો વિશેષ મહિમા છે.

 

ઉપરાંત ખુદ શ્રી હરિના શબ્દોમાં વસંદ પંચમીએ મંદિરમાં દર્શન કરનારને દસ વખત બધા તીર્થોની યાત્રા બરાબરનું પૂણ્ય મળે છે. આ કારણે દર વર્ષે મૂળી ધામ ખાતે વસંત પંચમીએ હજારો હરિભક્તો આવે છે. 

 

 

ઐતિહાસિક માહાત્મ્ય: શ્રીજી મહારાજની ઈચ્છા અનુસાર સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મૂળીધામ, વડતાલ અને જૂનાગઢમાં અલૌકિક મંદિરો બંધાવડાવ્યા હતા. નવી શૈલીના આ મંદિરમાં નવ શિખર આવેલા છે અને આ મંદિર ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં તેમના શ્રમદાન સાથે પ્રસાદીરૂપે બનાવાયું છે.

 

મૂળીધામ ખાતેના મંદિર સ્થાપત્યને વિમાનનો આકાર અપાયો છે અને તેમાં 84 જેટલા અકબંધ થાંભલા છે, જેનું નિર્માણકાર્ય બે વર્ષની અંદર કરાયું હતું.

 

સંવત 1879ની મહાસુદ પાંચમ (17 જાન્યુઆરી, 1823)ના રોજ શ્રી મહારાજે અહીં પોતે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી અને મંદિરના ગર્ભગૃહમાં શ્રી રણછોડજી-ત્રિકમજી, શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી રાધાકૃષ્ણ દેવ ઉપરાંત ધર્મદેવ-ભક્તિમાતાની મૂર્તિઓ પધરાવી હતી. આ મહોત્સવમાં શ્રી હરિએ મૂળીધામ, જન્માષ્ટમી અને વસંતપંચમી સામૈયાનો મહિમા વર્ણવ્યો હતો. 

 

નિર્માણઃ ઈ.સ. 1823.


નિર્માતાઃ પૂ. બ્રહ્માનંદ સ્વામી.

સ્વામિનારાયણ મંદિર, મૂળી મંદિર માર્ગદર્શન, Swaminarayan Temple Muli Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
અહીં શ્રી રણછોડજી-ત્રિકમરાય દેવ, શ્રી હરિ-કૃષ્ણ મહારાજનું મંદિર છે.

આરતીનો સમયઃ સવારે 5.30 મંગળા, સવારે 7.39 શ્રૃંગાર, સવારે 11.30 રાજભોગ, બપોરે 4.15 ઉથાપન, સાંજે 7.30 સંધ્યા, રાત્રે 9.00 શયન

 

દર્શનનો સમયઃ સવારે 5.30થી બપોરે 12.30, સાંજે 4.00થી રાત્રે 9.30


ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.


મુખ્ય આકર્ષણોઃ ભગવાન સ્વામિનારાયણ મંદિર, હરિકૃષ્ણ મંદિર

 

મંદિરનું સ્થાપત્યઃ હિન્દુ મંદિર શૈલીનું સ્થાપત્ય

સ્વામિનારાયણ મંદિર, મૂળી મંદિર માર્ગદર્શન, Swaminarayan Temple Muli Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
સંવત 1879ની મહાસુદ પાંચમ (17 જાન્યુઆરી, 1823)ના રોજ શ્રી મહારાજે અહીં પોતે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી

કેવી રીતે પહોંચવુ

 

સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા લીમડી ચોકડી-સાયલા થઈને, વડોદરાથી વાયા ખેડા ચોકડી-બગોદરા થઈને અને રાજકોટથી વાયા કુવાડવા-ચોટીલા થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

 

રેલ માર્ગેઃ સુરેન્દ્રનગર (22 કિ.મી.) નજીકનું રેલવે સ્ટેશન છે. 

 

હવાઈ માર્ગેઃ નજીકનાં એરપોર્ટ છે રાજકોટ (85 કિ.મી.), અમદાવાદ (150 કિ.મી.)

 

નજીકના મંદિરો

 

1). શ્રી લાલજી મહારાજનું સ્થાન, સાયલા 11 કિમી.
2). શ્રી ચંડી-ચામુંડા માતા મંદિર, ચોટિલા 38 કિમી.
3). શ્રી સ્વામિનારાયણ મંદિર, વઢવાણ 26 કિમી.
4). ત્રિમંદિર, સુરેન્દ્રનગર 22 કિમી.

ખુદ શ્રી હરિના શબ્દોમાં વસંદ પંચમીએ મંદિરમાં દર્શન કરનારને દસ વખત બધા તીર્થોની યાત્રા બરાબરનું પૂણ્ય મળે છે.

રહેવાની સુવિધાઃ મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ભુવનમાં કુલ 50થી વધુ રૂમની રહેવાની સુવિધા છે. અહીં દર્શને આવતા હરિભક્તોના રોકાણ માટે ઉપલબ્ધતાના આધારે રૂમની સુવિધા મળે છે.

ભોજનની સુવિધાઃ દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિના મૂલ્યે બારે મહિના જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
 
બુકિંગની સુવિધાઃ મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા નથી. અહીં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે. 

 

સરનામુઃ શ્રી સ્વામિનારાયણ મંદિર, મૂળીધામ, મુ. મૂળી, જિ. સુરેન્દ્રનગર- 363510

 

ફોનઃ +91 2756 233 330

 

વેબસાઈટ
http://mulimandir.com/CONTACT_US

 

અન્ય મંદિરો

TOP