Back

યાત્રાધામ

શ્રીહિત રાધાવલ્લભ મંદિર

તિથલમાં મંદિરની સ્થાપના 2004માં ફળીભૂત થઈ હતી

ધાર્મિક માહાત્મ્ય: છેવાડાનું વલસાડના કાંઠા વિસ્તારમાં શાંત અને રમણીય પ્રદેશમાં આવેલા તિથલ ગામે ઉભરાતાં ધાર્મિક અને આધ્યાત્મિક કેન્દ્રો ભક્તો અને સાધકો માટે તિથલ જ નહીં પણ તીર્થસ્થળ બની ગયા છે.

 

2004માં રાધાવલ્લભ મંદિર અને ગોસ્વામી હિત હરિવંશ મહાપ્રભુજીની ગાદીજીની સ્થાપના વૃંદાવન કમરાવાલે હિત રમેશચંદ્રજી મહારાજ અને સરલા ગોસ્વામી લાલીજી દીદીના હસ્તે કરવામાં આવી હતી. વર્ષો પહેલાં આચાર્ય ગોસ્વામી હિત મુકુટ વલ્લભજી મહારાજ, વૃંદાવનથી વલસાડ નજીકના તિથલ ગામે પધાર્યા હતા. તેઓએ વલસાડ સહિત તિથલ અને આસપાસનાં ગામોમાં ફરી ઘણા લોકોને દીક્ષિત કર્યા હતા.

 

તિથલમાં રાધાવલ્લભનું મંદિર બનાવવાનું બીજ તેઓ રોપી ગયા હતા અને તેમની કૃપાથી તિથલમાં મંદિરની સ્થાપના 2004માં ફળીભૂત થઈ હતી. તે સમયે મુકુટ વલ્લભજી મહારાજ કહેતા હતા કે, ભવિષ્યમાં તિથલમાં સાંઈ સાથે ગોસાંઈ પણ આવશે, અને તે રાધાવલ્લભની સ્થાપના કરશે.

 

 

ઉપરાંત આ મંદિરમાં આચાર્ય ગોસ્વામી હિત હરિવંશ મહાપ્રભુજીની ગાદી અને ગુરુચરણ (શ્રીરાધિકાના) સ્થાપિત કરવામાં આવ્યાં છે.  વલસાડથી માત્ર ચાર કિમીના અંતરે આવેલા તિથલ ગામની ભૂમિ દેવરૂપી મહાપુરુષોના આગમનથી તીર્થ સ્થળ બની ગઈ છે.

 

અહીં વર્ષે દહાડે હજારો દર્શનાર્થીઓ વિવિધ સંપ્રદાયનાં મંદિરોમાં બિરાજમાન દેવતાઓના ચરણે શીશ નમાવવા આવે છે. માત્ર ત્રણેક હજારની વસ્તી ધરાવતા નાનકડા તિથલમાં આવેલા દૈદીપ્યમાન મંદિરોને લઈ અહીં પ્રજામાં ભક્તિભાવની ભાવના છે.

 

નિર્માણ:  1000 સ્ક્વેર ફીટમાં આ મંદિરનું નિર્માણ 2004માં કરવામાં આવ્યું છે.

 

મંદિરના મુખ્ય આકર્ષણો: હિંડોળા ઉત્સવ અને રાધાવલ્લભજીનો વાર્ષિક ઉત્સવ અહીંના મુખ્ય આકર્ષણો છે. સાથે વૃંદાવન મંદિર જેવું જ અહીં રાધાવલ્લભનું લલિત ત્રિભંગી સ્વરૂપ જોવા મળે છે.

શ્રીહિત રાધાવલ્લભ મંદિર મંદિર માર્ગદર્શન, Shri Hit Radhavallabh Temple Tithal Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
આ મંદિરમાં આચાર્ય ગોસ્વામી હિત હરિવંશ મહાપ્રભુજીની ગાદી અને ગુરુચરણ (શ્રીરાધિકાના) સ્થાપિત કરવામાં આવ્યાં છે

આરતીનો સમય 


સવારે 5.30 વાગ્યે 
સાંજે સંધ્યા સમયે

 

દર્શનનો સમય: સવારે 6.00થી સાંજે 7.00 વાગ્યે.

 

કેવી રીતે પહોંચવું: આ સ્થળ વલસાડથી ચાર કિમી, સુરતથી 96 કિમી અને અમદાવાદથી 337 કિમી દૂર છે. અહીં જવા માટે સરકારી ઉપરાંત ખાનગી બસો મળી રહે છે.
નજીકનું રેલવે સ્ટેશન વલસાડ (4 કિમી દૂર) છે
નજીકનું એરપોર્ટ સુરત (96 કિમી દૂર) છે. 

શ્રીહિત રાધાવલ્લભ મંદિર મંદિર માર્ગદર્શન, Shri Hit Radhavallabh Temple Tithal Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
વૃંદાવન મંદિર જેવું જ અહીં રાધાવલ્લભનું લલિત ત્રિભંગી સ્વરૂપ જોવા મળે છે

નજીકના મંદિરો

1). ગળતેશ્વર મહાદેવ મંદિર સુરત 96 કિમી.
2). કંતારેશ્વર મહાદેવ મંદિર, સુરત 96 કિમી.
3). ચિંતામણિ જિન્નાલય સુરત 96 કિમી.
4). કબિરવડ, ભરૂચ 150 કિમી.

આ સ્થળ વલસાડથી ચાર કિમી, સુરતથી 96 કિમી અને અમદાવાદથી 337 કિમી દૂર છે.

રહેવાની સુવિધા : રહેવા અને જમવાની વ્યવસ્થા છે.

 

સરનામું: શ્રીહિત રાધાવલ્લભ મંદિર, તિથલ, જિલ્લો વલસાડ, 396001
 

ફોન નંબર:  સુનિલભાઈ શાહ- 7990164652

 

અન્ય મંદિરો

TOP