Back

યાત્રાધામ

કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર

170 વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરાઈ છે

નમો હનુમંતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા...

 

ધાર્મિક માહાત્મ્યઃજેટલો વિશિષ્ટ આ ઉપાસનામંત્ર છે એટલું જ વિશિષ્ટ છે આ સ્થાનક, જ્યાં હનુમાનજી કષ્ટભંજનદેવ તરીકે બિરાજે છે. એક સમયે ખૂણામાં પડેલું ખોબા જેવડું સાળંગપુર ગામ આજે જગતભરમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં સાળંગપુર હનુમાન તરીકે ઓળખાતું હોય એ જ આ મંદિરનું માહાત્મ્ય દર્શાવવા માટે પૂરતું છે.


170 વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરાઈ છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનનો કેટલોક સમય અહીં વિતાવ્યો હતો.

 

તેની સ્મૃતિઓ આજે પણ મોજૂદ છે. સાળંગપુર ગામમાં જીવા ખાચરનો દરબાર પણ છે. અદભુત નકશીકામ કરેલું આ મંદિર કોઈ રાજદરબારથી કમ નથી. નારાયણ કુંડ અહીના આકર્ષણનું કેન્દ્ર છે. દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ આવે છે. મંગળવાર અને શનિવારના રોજ શ્રદ્ધાળુઓની સંખ્યા 14 હજાર જેટલી હોય છે.

કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર મંદિર માર્ગદર્શન, Salangpur Hanumanji Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
મંગળવાર અને શનિવારના રોજ શ્રદ્ધાળુઓની સંખ્યા 14 હજાર જેટલી હોય છે

નિર્માણઃ ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. કષ્ટભંજન દેવની સ્થાપના વિક્રમ સંવત 1905 આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.

એવું કહેવામાં આવે છે કે સાળંગપુરના રહેવાસી વાઘા ખાચરે પોતાના ગામની દુર્દશાની વાત ગોપાલાનંદ સ્વામીને કરી. દુષ્કાળના કારણે ગામના લાકોની હાલત દયનીય હતી અને અહીં કોઈ સંત આવવા તૈયાર ન હતું.

સંતોની અવરજવર રહે તે માટે ગોપાલાનંદ સ્વામીએ અહીં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. હનુમાનજી ગામલોકોનાં કષ્ટ હરી લેશે તેવા આશીર્વાદ પણ આપ્યા. આજે આ સ્થળ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

 

મુખ્ય આકર્ષણોઃ સાળંગપુર મંદિરના પરિસરમાં એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જેમાં એવી વસ્તુઓ ભક્તોનાં દર્શન માટે રાખવામાં આવી છે, જેનો ઉપયોગ ભગવાન સ્વામિનારાયણે કર્યો હતો. અહીં આવેલા નારાયણ કુંડમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. એવું કહેવાય છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું.

હનુમાનજીથી બચવા માટે શનિદેવે સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું. શનિદેવને હનુમાનજીએ સ્ત્રી રૂપમાં પોતાના પગ નીચે દબાવી દીધા હતા, જે મૂર્તિ સાળંગપુરમાં બિરાજમાન છે. અહીં એક ગૌશાળા પણ છે.

કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર મંદિર માર્ગદર્શન, Salangpur Hanumanji Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
અહીં ભૂતપ્રેતના છાયાને કાઢવાની વિધિ પણ કરાવવામાં આવે છે.

આરતીનો સમય

મંગળા આરતી- સવારે 5.30 વાગ્યે.
બાળભોગ- સવારે 6.30થી 7.30 વાગ્યે.
શણગાર આરતી શનિવાર અને મંગળવારે- સવારે 7.00 વાગ્યે.
રાજભોગ- 10.30થી 11.00 વાગ્યે.
સંધ્યા આરતી- સૂર્યાસ્તના સમયે
થાળ- સંધ્યા આરતી પછી 30 મિનિટ.

 

દર્શનનો સમય

સવારે 5.30થી 10.30
સવારે 11.00થી 12.00
બપોરના 3.15થી રાતના 9.00

 

કેવી રીતે પહોંચવું

સડક માર્ગઃ ભાવનગરથી 82 કિલોમીટર, અમદાવાદથી 153 કિમી, રાજકોટથી 135 કિમી, સુરેન્દ્રનગરથી 90 કિમી દૂર છે. સડકમાર્ગે પોતાનું વાહન લઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
 

રેલવે સ્ટેશન:  બોટાદ 11 કિલોમીટર, રાજકોટ, અમદાવાદથી પણ જઈ શકાય.

નજીકનું એરપોર્ટ: રાજકોટ(135 કિમી), અમદાવાદ (153 કિમી).

અહીં શનિદેવ સ્ત્રી સ્વરૂપે બિરાજમાન છે.

નજીકનાં મંદિરો

1). ખોડિયાર માતાજી મંદિર, ભાવનગર 82 કિમી.
2). તખ્તેશ્વરમંદિર, 82 કિમી.
3). આદિશ્વર મંદિર, 80 કિમી.

 

 

સુવિધા રહેવા: શ્રદ્ધાળુઓને રહેવા માટે મંદિર મેનેજમેન્ટ દ્વારા મોટી ધર્મશાળા બનાવવામાં આવી છે. જે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.  

180 એસી રૂમ છે, જેનું ભાડું રૂ. 600થી 1200 સુધી છે.
350થી વધારે નોન એસી રૂમ છે, જેનું ભાડું રૂ. 200થી 600 છે.

મંદિર પરિસરમાં જ ભોજનશાળા છે જેમાં દિવસરાત ભક્તોને નિ:શુલ્ક ભોજન આપવામાં આવે છે. સવારે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા છે.
સાથે આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ છે.

 

બુકિંગની સુવિધા- ઓનલાઈન બુકિંગ નથી પણ વહેલા તે પહેલાંના ધોરણે રૂમ મળી રહે છે. રૂમની સુવિધા જ એટલી મોટી છે કે રૂમ માટે શ્રદ્ધાળુઓને અગવડતા પડતી નથી.

 

સરનામુઃ મું. સાળંગપુર હનુમાન (સૌરાષ્ટ્ર), તા.બરવાળા, બોટાદ ,પીન: ૩૮૨૪૫૦

સંચાલન- સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના વ્યવસ્થાપન અંતર્ગત આ મંદિર આવે છે. વર્તમાન અધ્યક્ષ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ છે. જેમના નેતૃત્વમાં 1200થી વધારે મંદિરનું સંચાલન કરવામાં આવે છે.
 

ફોન: (૦૨૭૧૧) ૨૪૧૨૦૨ / ૨૪૧૪૦૮

 

અન્ય મંદિરો

TOP