Back

યાત્રાધામ

પાલીતાણા જૈન તીર્થ

પાલીતાણામાં નાનામોટા 3000થી વધુ દેરાસરો છે

ધાર્મિક મહાત્મ્ય: શાશ્વત તીર્થ તરીકે જાણીતા એવા પાલીતાણાની યાત્રા ન કરી હોય તેવા જૈન કદાચ બહુ જ ઓછા જોવા મળશે. શ્વેતાંબર જૈનોમાં આ તીર્થનું માહાત્મ્ય સૌથી વધુ છે. એમ માનવામાં આવે છે કે જૈનોના 24 પૈકીના 23 તીર્થંકરો (નેમિનાથ સિવાયના) આ ટેકરી ઉપર આવ્યા હતા.

 

કહેવાય છે કે અહીંના રાયણના વૃક્ષના મૂળ, ફૂલ કે પાનમાં આદિનાથ દેવનો વાસ રહે છે. અજિતનાથ ભગવાન આ પર્વત પર 3000 વાર આવ્યા હતા અને જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) પ્રભુ પર્વત પર 99 વાર પધાર્યા હતા. પાલીતાણાના પહાડો પર જૈનોના 3000 કરતાં પણ વધારે નાનાં-મોટાં દેરાસરો આવેલાં છે. પાલીતાણા પરથી કરોડો જીવો મોક્ષ પામ્યા હોવાનું માનવામાં આવે છે. 

 

નિર્માણ: પાલીતાણાના ભવ્‍ય દેરાસર શૃંખલાનું નિર્માણ ઇ.સ. 13મી સદીના સમયગાળામાં પર્વત પર શરૂ થયું હતું. જૈન ધર્મના શ્રેષ્‍ઠી વસ્‍તુપાલ દ્વારા પાલીતાણાનું નિર્માણ થયું હતું. 1800 ફૂટ ઊંચા પર્વતીય સ્‍થાન પર પહોંચવા 3794 પગથિયાં બનાવવામાં આવ્‍યાં છે.

 

પર્વતના શિખર પર પહોંચવાના રસ્‍તે તીર્થંકરોનાં પદચિહ્નો દ્રશ્‍યમાન થાય છે. સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું. અહીં શ્રી આદિનાથ પ્રભુ મૂળનાયક છે.  મુખ્‍ય દેરાસરમાં ભગવાન આદિનાથની ભવ્‍ય મૂર્તિ છે. તેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્‍ય બને છે. વિક્રમ સંવત 1018 માં આ દેરાસરનું 13મી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્‍યું. 

 

‘પાલીતાણા’નું મુખ્‍ય દેરાસર મૂળ લાકડાંમાંથી બનાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સમયાંતરે તેનું પુનઃનિર્માણ થતું રહ્યું છે. રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મંત્રી ઉદય મહેતાએ આરસપહાણના પથ્‍થરોમાંથી અંદાજે રૂપિયા 2.97 કરોડના ખર્ચે તત્‍કાલીન સમયમાં તેનું નિર્માણ કર્યું. રાજા સિદ્ધરાજના વંશજ અને દાનવીર શ્રેષ્‍ઠી કુમારપાળે દેરાસરને આખરી સ્‍વરૂપ આપી વિસ્‍તાર્યું. હાલનું દેરાસરનું ઇ.સ. 1618 માં નિર્માણ કરવામાં આવ્‍યું.

પાલિતાણા જૈન તીર્થ મંદિર માર્ગદર્શન, Palitana Jain Tirth Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) પ્રભુ પર્વત પર 99 વાર પધાર્યા હતા

પાલીતાણાના મુખ્ય આકર્ષણો 

પાલીતાણા તીર્થ પર સૌથી વધુ માહાત્મ્ય રામપોળનું છે. રામપોળમાં પાલીતાણાના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર છે. તે સિવાય અહીં રાયણ પગલાં, શાંતિનાથ પ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુનાં દેરાસર છે. પાલીતાણા ચડવાની શરૂઆત કરો તે તળેટીનું પણ જૈનોમાં અનેરું મહત્વ છે. તળેટીથી થોડાં પગથિયાં ચડ્યાં પછી વિશિષ્ઠ બનાવટવાળું સમવસરણ પણ છે.

 

આરતીનો સમય

રામપોળ (જ્યાં ભગવાન આદિનાથ પ્રભુનું દેરાસર છે) તેનો દરવાજો સૂર્યોદય થતાં ખૂલે છે. અહીં લાઇનમાં કેસર પૂજાની સવારે 10.30 કલાકથી શરૂ થઇ જાય છે. અહીં આરતી-મંગળદીવો સવારે (10.30થી 11.30)ની આસપાસ થાય છે. જ્યારે સાંજે આરતી-મંગળદીવો 4થી 4.30 દરમિયાન થાય છે. જોકે, શ્રદ્ધાળુઓના ધસારા પ્રમાણે સમયમાં ફેરફાર થઈ શકે છે.

 

દર્શનનો સમય

સૂર્યોદયથી સાંજે આરતી-મંગળદીવો ઊતરે ત્યાં સુધી દર્શન કરી શકાય. 

પાલિતાણા જૈન તીર્થ મંદિર માર્ગદર્શન, Palitana Jain Tirth Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
પાલીતાણા તીર્થના મૂળનાયક શ્રી આદિનાથની દેરી સુધી પહોંચવા અંદાજે 3794 પગથિયાં ચડવા પડશે

નજીકનાં મંદિરો

શ્રી હસ્તગિરિ તીર્થ: પાલીતાણાથી 18 કિમી દૂર આવેલું છે 
શ્રી ચંદ્રોદય રિલિજિયસ ટ્રસ્ટ ઓફિસ, મુ. પો. જાળિયા(અમરાજી)-364270  ફોન નં: 02848-284101

 

શ્રી શેત્રુંજય ડેમ દેરાસર પાલીતાણાથી તળાજા જવાના રસ્તે આશરે 12 કિમીના અંતરે શેત્રુંજય ડેમ પાસે દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની સુંદર પ્રતિમા છે.
 

તીર્થનું સરનામું: શ્રી શેત્રુંજય ડેમ તીર્થ પેઢી, શ્રી જિનદાસ ઘર્મદાસ ઘાર્મિક ટ્રસ્ટ, પાલીતાણા તળાજા રોડ, મુ. પો. શેત્રુંજય ડેમ, તા. 

પાલીતાણા-64270. ફોન નં. : 02848-252215

 

શ્રી કદંબગિરિતીર્થ

પાલીતાણાથી જેસર જવાના રસ્તે આશરે  30 કિમીના અંતરે (બોદાના નેસ)તરીકે જાણીતા ગામમાં ડુંગર ઉપર આ તીર્થ આવેલું છે. તીર્થમાં મૂળનાયક આદિશ્વર ભગવાન છે તથા અન્ય જિનાલયો પણ છે. 
તીર્થનું સરનામું: શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ,(કદંબગિરિ), ગામ- બોદાના નેસ, પો. ભંડારિયા -364270 , ફોન.નં. : 02848-282101

 

શ્રી તાલઘ્વજ ગિરિતીર્થ (તળાજા)

પાલીતાણાથી આશરે 40 કિમીના અંતરે તળાજા ગામમાં ડુંગર ઉપર આ પ્રાચીન તીર્થ છે. આ તીર્થમાં મૂળનાયક શ્રી સાચા સુમતિનાથ ભગવાનની સુંદર મૂર્તિ  છે તથા અન્ય પ્રાચીન કલાત્મક જિનાલયો પણ છે. આ તીર્થ ઉપરથી પશ્ચિમ દિશામાં શ્રી શેત્રુંજય તીર્થનાં સુંદર દર્શન થાય છે.


તીર્થનું સરનામું : શ્રી તળાજા તાલઘ્વજ જૈન શ્વેતાંબર સમિતિ, બાબુની જૈન ધર્મશાળા તળાજા જી. ભાવનગર
ફોન નં- 02848-222030(પહાડ ઉપર)222259

 

શ્રી દાઠા જૈન દેરાસર

પાલીતાણાથી તળાજા થઇ મહુવા જવાના રસ્તે તળાજાથી આશરે 25 કિમીના અંતરે દાઠા ગામમાં કાચનું સુંદર કલાત્મક જૈન દેરાસર છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની સુંદર પ્રતિમા છે

 

તીર્થનું સરનામું : શ્રી વિશાશ્રી માળી જૈન મહાજન પેઢી, પો. દાઠા-364130, જી. ભાવનગર
ફોન નં 02842-283324


શ્રી ઘોઘાતીર્થ (ઘોઘા બંદર)

પાલીતાણાથી આશરે 70 કિમી તથા ભાવનગરથી આશરે 20 કિમીના અંતરે દરિયાકાંઠે આ પ્રાચીન તીર્થ છે.  મૂળનાયક શ્રી નવખંડા પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા છે. આ પ્રાચીન તીર્થનાં અન્ય જિનાલયો પણ સુંદર કલાત્મક અને જોવાલાયક છે.
 

તીર્થનું સરનામું: શેઠ કાલા મીઠાની પેઢી, શ્રી નવખંડા પાર્શ્વનાથ જૈન દેરાસર, મુ. પો. ધોધા-364110, જિ. ભાવનગર

ફોન નં.: 0278-2882335

પાલીતાણામાં તળેટી નજીક અનોખું બાંધકામ ધરાવતું સમવસરણ આવેલું છે

રહેવાની સુવિધા છે

125થી વધુ ધર્મશાળા અને 50 જેટલી ભોજનશાળા

 

બુકિંગ કેવી રીતે

પાલીતાણાનો STD કોડ: 02848

આગમ મંદિર: 252195
ઓસવાલ યાત્રિક ભુવન: 252240/251001
સાદડી ભુવન: 252368/242259 
ગિરિવિહાર: 252258
ધાનેરા ભવન: 242174
જંબુદ્વીપ: 242022/252307
ભેરુ વિહાર 242984/252784
 

પાલીતાણામાં વિવિધ ધર્મશાળાઓમાં નોન-એસી રૂમનું ભાડું 200 રૂપિયાથી 500 રૂપિયા જેવું હોય છે. જ્યારે એસી રૂમનું ભાડું 600થી 1200 રૂપિયા જેટલું હોય છે. પાલીતાણામાં રૂમનું ભાડું ધર્મશાળા તળેટી (જ્યાંથી પર્વત ચડવાનું શરૂ થાય) કેટલી દૂર છે તેના આધારે હોય છે. 

 

ચોમાસા દરમિયાન શાસ્ત્રોનુસાર જાત્રા નિષેધ હોય છે. અહીં કાર્તકી પૂનમ અને ફાગણ સુદ તેરસ (છ ગાઉની જાત્રા) દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં જૈનો આવે છે. તેથી આ સમયગાળા દરમિયાન રૂમ મળવામાં થોડી મુશ્કેલી થઇ શકે છે. 


સરનામું

પાલીતાણા તીર્થ, શેઠ આણંદજી કલ્યાણજી, રજની શાંતિ માર્ગ, પાલીતાણા – 364270.

 

ફોન નંબર: (02848) 253656, (02848) 252148

 

અન્ય મંદિરો

TOP