Back

યાત્રાધામ

શ્રી નેમિનાથ જિનાલય, ગિરનાર, જૂનાગઢ

સામાન્ય શ્રદ્ધાળુઓને ગિરનાર ચડવામાં 5થી 7 કલાક લાગે છે જ્યારે સ્થાનિકો 1ની અંદર જ

ધાર્મિક માહાત્મ્ય: સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વતને પુરાતનકાળમાં ઉજ્જયનંતગિરિ અથવા રૈવતગિરિ તરીકે ઓળખવામાં આવતો હતો. તેને શત્રુંજય પર્વતમાળાની પાંચમી ટૂક (શિખર) અથવા નેમિનાથ પર્વત તરીકે પણ ઓળખાતો હતો. ઘણા ચક્રવર્તી રાજાઓ અહીં આવેલા મઠો તથા જાત્રાએ જતા શ્રેષ્ઠીઓ સાથે તેનો સંદર્ભ હોવાથી તે પ્રથમથી માંડીને છેલ્લા તીર્થંકર સાથે સંકળાયેલ હોવાનું મનાય છે.

 

ઐતિહાસિક માહાત્મ્ય: ચોવીસ તીર્થંકરોમાંના છેલ્લા જૂથની પાંચમી દિવ્ય શક્તિના ઈન્દ્ર દ્વારા નેમિનાથ ભગવાનની આ મૂર્તિ ઘડવામાં આવી હોવાનું મનાય છે. ઈન્દ્રે આ મૂર્તિને ભગવાન કૃષ્ણના સમયમાં દ્વારકામાં રાખી હોવાનું અને દ્વારકા નેસ્તોનાબૂદ થઈ ત્યારે મા અંબાએ તેનું રક્ષણ કર્યાનું પણ મનાય છે.

 

છઠી સદીમાં રત્નશાહ અને અજિતશાહે અને ત્યારબાદ વસ્તુપાલ અને તેજપાલ તેમજ બારમી સદીમાં સિદ્ધરાજના પ્રધાન સજ્જનશાએ આ મૂર્તિની પુનઃસ્થાપના કરાવ્યાનો સંદર્ભ છે. હિન્દુ માન્યતા અનુસાર ગિરનારને એકવાર ચડવાથી સ્વર્ગમાં એક સ્થાન મળે છે. ગિરનાર પર્વત પરની પહેલી ટૂંક પર વિક્રમ સંવત 1924માં ભગવાન નેમિનાથની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. 

નેમિનાથ જિનાલય મંદિર માર્ગદર્શન, Neminatha Jinalaya Girnar Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
ઈન્દ્રે નેમિનાથ ભગવાનની આ મૂર્તિને ભગવાન કૃષ્ણના સમયમાં દ્વારકામાં રાખી હોવાનું મનાય છે

મુખ્ય આકર્ષણો

શ્રી નેમિનાથ ભગવાન મંદિર, શ્રી બાહુબલી મંદિર, સતી શ્રી રાજુલમતીજી મંદિર. સ્વયંભૂ પ્રગટ થયેલા નેમિનાથ ભગવાન જિનાલયનો દર મહિનાની પૂનમે દર્શનનો અનેરો મહિમા છે. શરદપૂનમ તથા કારતક પૂનમે દૂર-દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે.

 

સંચાલન

શ્રી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના તાબા અને વહીવટ હેઠળનું મંદિર

 

આરતીનો સમય

સવારે સર્વ પૂજા પત્યા પછી આરતી અને મંગળદિવો થાય છે.
સાંજે 7.30 કલાકે આરતી અને મંગળદિવો થાય છે.

 

દર્શનનો સમય

સવારે 5.30થી રાત્રે 8.30

 

ફોટોગ્રાફી

મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.

નેમિનાથ જિનાલય મંદિર માર્ગદર્શન, Neminatha Jinalaya Girnar Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
હિન્દુ માન્યતા અનુસાર ગિરનારને એકવાર ચડવાથી સ્વર્ગમાં એક સ્થાન મળે છે

કેવી રીતે પહોંચવુ

સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા રાજકોટ-જેતપુર-જૂનાગઢ થઈને, વડોદરાથી વાયા ખેડા ચોકડી - બગોદરા - રાજકોટ-જૂનાગઢ થઈને અને રાજકોટથી વાયા જેતપુર-જૂનાગઢ થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

રેલ માર્ગેઃ જૂનાગઢ (7 કિ.મી.) સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. 

હવાઈ માર્ગેઃ નજીકનાં એરપોર્ટ છે રાજકોટ (106 કિ.મી.) અમદાવાદ (330 કિ.મી.)

 

નજીકના મંદિરો

1). શ્રી બાહુબલી મંદિર, શ્રી અંબાજી મંદિર, શ્રી દત્તાત્રેયનાં પગલાં (ગિરનાર પર) 
2). શ્રી ભવનાથ મહાદેવ, તળેટી, જૂનાગઢ
3). શ્રી દામોદરકુંડ, જૂનાગઢ

સ્વયંભૂ પ્રગટ થયેલા નેમિનાથ ભગવાન જિનાલયનો દર મહિનાની પૂનમે દર્શનનો અનેરો મહિમા છે

રહેવાની સુવિધા છે

જૂનાગઢ શહેરમાં જગમાલ ચોક પર શ્વેતાંબર તથા દિગંબર ધર્મશાળાઓ છે. તળેટી ખાતે નેમી જિન સેવા ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળા પણ છે. આ ઉપરાંત પર્વત ઉપર પણ નેમિનાથ જિનાલય સંકુલ પાસે ધર્મશાળાઓમાં રૂમ ઉપલબ્ધ છે. ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળાઓમાં દર્શને આવતા હરિભક્તોના રોકાણ માટે ઉપલબ્ધતાના આધારે રૂમની સુવિધા મળે છે અને નિયમ અનુસાર સાધારણ નકરો (ચાર્જ) લેવામાં આવે છે.

 
ભોજનની સુવિધા

દર્શને આવતા ભક્તો માટે તળેટી પર ટ્રસ્ટની ભોજનશાળામાં બારે મહિના બે ટંક જમવાની સુવિધા ઉપલબ્ધ છે જેનો નિયમ અનુસાર ચાર્જ લેવાય છે.
 
બુકિંગની સુવિધા

મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા નથી. અહીં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર શ્રાવકોને રૂમની સગવડ મળે છે. 

 

સરનામું

શ્રી નેમિનાથ જિનાલય, ગિરનાર પર્વત, જૂનાગઢ- 326 001

ફોનઃ +91 0285 – 650179 (આણંદજી કલ્યાણજી પેઢી), 0285 – 624309 (પર્વત)

 

વેબસાઈટઃ 

http://anandjikalyanjipedhi.org/tirthdet.php?tirthid=2#

 

અન્ય મંદિરો

TOP