Back

યાત્રાધામ

મોગલધામ, ભગુડા

8 રૂમો છે જે એટેચ્ડ સંડાસ બાથરૂમની સુવિધા ધરાવે છે

ધાર્મિક માહાત્મ્યઃ મા મોગલ ભગુડામાં શા માટે બિરાજે છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે. અહીં આહીરો અને ચારણો અન્ય માલધારી જ્ઞાતિ સાથે રહેતી હતી. આ લોકો એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગીદાર થતા હતાં. ભગુડાના નેસમાં રહેતા કામળિયા આહીરના એક માજીને તેની બહેન જેવા ચારણ બાઈએ કાપડામાં આઈ મોગલ ભેટમાં આપ્યા.

કાપડામાં મા મોગલ દેતાં કહ્યું કે ગીરમાં તમામ માલધારીઓનાં દુઃખ આ માતાએ હર્યાં છે. આથી તું પણ તારા નેસમાં જઈ આઈનું સ્થાપન કરજે પછી જોજો તારા નેસમાં કોઈથી દુઃખ ડોકાશે પણ નહીં. આ પછી આહીરના એ માજીએ ભગુડામાં આઈ મોગલનું સ્થાપન કર્યું. કાપડે આવેલી મા મોગલે સમગ્ર આહીર સમાજનાં દુઃખ દૂર કર્યાં. આ સમયથી જ ચારણો પછી આહીરો પણ મોગલને કુળદેવી તરીકે પૂજવા લાગ્યા.


ઐતિહાસિક માહાત્મ્ય: પાંડવો, દ્રોપદી અને શ્રીકૃષ્ણ ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા. આ સમયે દ્રોપદીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. દ્રોપદીનું આ મંતવ્ય સાંભળીને ભીમને હસવું આવે છે. શ્રી કૃષ્ણએ ભીમને આમ દ્રોપદીની વાત પર અટ્ટહાસ્ય ન કરવા સમજાવ્યા. કૃષ્ણે સાથે-સાથે ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરીને અજાણતા પણ આદી શક્તિનું અપમાન કરી રહ્યા છો. દ્રોપદીને ઓળખવા ઈચ્છતા હોય તો મધ્યરાત્રીએ સ્નાન કરવા સરોવરે જાય ત્યારે તમે સંતાઈને પાછળ જશો.

 

કૃષ્ણે સાથે-સાથે એક વાતનું ધ્યાન રાખવાનું પણ કહી કહ્યું કે તમને અવાજ સંભળાય ત્યારે તમે જે ઈચ્છતા હોય તે માગી લેશો. તમે ત્યારે કહેશો કે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં. આમ આટલું કહ્યા પછી તરત પાણીમાં સો જોજન દૂર જતો રહેજે.

 

જોકે ભીમસેન તે દિવસે જે જોયું તેનાથી હેબતાઈ જાય છે. તેઓ સ્નાન કરવા આવેલા દ્રોપદીને સંતાઈને જોવા લાગ્યા. દ્રોપદીએ અચાનક જોગમાયાનું રૂપ ધારણ કરી લીધું અને દસે દિશામાં તેમની ત્રાડો સંભળાવા લાગી.

 

ત્રાડ નાખતા દ્રોપદીએ કહ્યું કે જે અહીં ઉપસ્થિત હોય તે જે માગવું હોય તે માગી લો. ભીમ પહેલાં તો જોગમાયાના રૂપમાં દ્રોપદીને જોઈ ડરી ગયા પણ તરત સ્વસ્થતા કેળવી અને કૃષ્ણે કહેલા શબ્દો યાદ કર્યાં અને વરદાન માગી લેતા જોગમાયાએ તથાસ્થુ કહ્યું. આ સાથે જ ભીમ તરત પાણીમાં ડૂબકી મારી સો જોજન દૂર ચાલ્યા જાય છે. જોગમાયાના મોઢામાંથી અગ્નિવર્ષા થઈ અને સો જોજન સુધી પાણી ઉકળી ઊઠ્યું. જેના મોંમાંથી અગ્નિવર્ષા થઈ તે એટલે મા મોગલ.

મહુવાના ભગુડાનું મોગલધામ મંદિર
મોગલધામ મંદિર માર્ગદર્શન, Mogal Dham Bhaguda Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર 22 વર્ષ પહેલાં કરાયો છે.

નિર્માણઃ પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર 22 વર્ષ પહેલાં કરાયો છે. 
 

મંદિરનાં મખ્ય આકર્ષણોઃ મોગલધામનાં મુખ્ય આકર્ષણોમાં લાપસીના પ્રસાદનો સમાવેશ થાય છે. માતાજીને લાપસી પ્રિય હોવાથી ભક્તો લાપસીની માનતા રાખે છે. અહીં દૂર દૂરથી આવતા ભક્તો માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે.

એક માન્યતા મુજબ લાપસીનો પ્રસાદ ખાવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડાધામમાં અન્નક્ષેત્રની પણ સુવિધા છે. ઉપરાંત માતાજીને શણગાર અર્પણ પણ કરવામાં આવે છે. ભક્તો માનતા પૂરી થાય ત્યારે તરવેળો કરતા હોય છે. જેમને શેર માટીની ખોટ હોય તે ભક્તો માતાજીની બાધા રાખે છે.

ભક્તોના ત્યાં પારણું બંધાય પછી બાળકનો ફોટો માતાજીને અર્પણ કરી મંદિરની દીવાલ પર ટીંગાડવામાં આવે છે. ભગુડા ગામમાં ક્યારેય કોઈના ઘરમાં ચોરી થતી નથી. દર મંગળવાર અને રવિવાર તેમજ ચૈત્રી અને આસો નવરાત્રીએ ભક્તોની ભીડ જોવા મળે છે.


આરતીનો સમય

સવારે- 7.00 વાગ્યે.
સાંજે - સંધ્યા સમયે

 

દર્શનનો સમયઃ 24 કલાક

મોગલધામ મંદિર માર્ગદર્શન, Mogal Dham Bhaguda Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
માતાજીને લાપસી પ્રિય હોવાથી ભક્તો લાપસીની માનતા રાખે છે

કેવી રીતે પહોંચવું : ભાવનગરથી મહુવા હાઈવે પર તળાજાથી 20 દૂર નાની જાગધાર ગામ આવશે. ત્યાંથી 3 કિલોમીટર અંદર ભગુડા ગામમાં મોગલધામે પહોંચી શકાય.


નજીકનું રેલવે સ્ટેશન: 42 કિલોમીટરના અંતરે શિહોર રેલવે સ્ટેશન આવેલું છે.  સોનગઢ રેલવે સ્ટેશન 46 કિમી દૂર છે.
નજીકનું એરપોર્ટ દિવ છે જે 146 કિમી દૂર છે.

નજીકનાં મંદિરોઃ ભગુડા મોગલધામથી બગદાણા મંદિર 10 કિલોમીટર, ઊંચા કોટડા ચામુંડા મંદિર 25 કિમી, દરિયા કિનારે આવેલા ગોપનાથ શિવાલય 25 કિમી અને મહુવા દરિયા કિનારે આવેલું ભવાની માતાનું મંદિર 33 કિલોમીટરના અંતરે છે.

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

અન્ય મંદિરો

TOP