Back

યાત્રાધામ

હોમ » ધર્મ દર્શન » યાત્રાધામ » શ્રી મેલડી માતા મંદિર

શ્રી મેલડી માતા મંદિર

રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીનો મહિમા અનેરો છે

ધાર્મિક માહાત્મ્ય: રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીનો મહિમા અનેરો છે. અમરૈયા નામના અસુરે બ્રમાંડમાં હાહાકાર મચાવી દીધો હતો. બધા દેવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દેવોની વાત સાંભળી મા દૂર્ગા અમરૈયાનો વધ કરવા માટે તૈયાર થયા.

બન્ને વચ્ચે દ્વંદયુદ્ધ થયું. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. આખતે અમરૈયા થાકી ગયો અને સાયલા ગામે આવી એક સરોવરમાં છૂપાય ગયો. મા દૂર્ગાએ નવદૂર્ગાનું રૂપ લઈ સરોવરનું બધુ પાણી પી ગયો ગયા. આથી અમરૈયા એક મરી ગયેલી ગાયના પેટમાં છૂપાય ગયો. આખરે નવદૂર્ગાએ મળી એક શક્તિ ઉત્પન કરવાનો નિર્ણય કર્યો.

દંતકથા મુજબ નવદૂર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા. આ શક્તિ એટલે મા મેલડી. મા મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો.


નિર્માણ: 2003માં આ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું. 2005માં મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.


મંદિરના મુખ્ય આકર્ષણો: જયપુરની આવેલી મેલડી માતાની અષ્ઠભૂજાવાળી મૂર્તી.

મેલડી માતા, મરીડા મંદિર માર્ગદર્શન, Meldi Mata Temple Marida Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
2003માં આ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું.

આરતીનો સમય


સવારે 5.30 વાગ્યે
સાંજે સંધ્યા સમયે


દર્શનનો સમય: સવારે 6.00થી સાંજે 7.30 સુધી.


કેવી રીતે પહોંચવું: નડિયાદથી ચાર કિમીના અંતરે આવેલં છે આ યાત્રાધામ. આ મંદિર અમદાવાદથી 55 કિમી અને વડોદરાથી 63 કિમી દૂર છે.

નજીકનું રેલવે સ્ટેશન નડિયાદ(4 કિમી દૂર) છે.

મેલડી માતા, મરીડા મંદિર માર્ગદર્શન, Meldi Mata Temple Marida Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
જયપુરની આવેલી મેલડી માતાની અષ્ઠભૂજાવાળી મૂર્તી

નજીકના મંદિરો


1). ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર, ખેડા- 24 કિમી.
2). ગળતેશ્વર મહાદેવ મંદિર. સરનાલ, ખેડા 49 કિમી.
3). ભાથિજી મંદિર ફાગવેલ, ખેડા 51 કિમી

નડિયાદથી ચાર કિમીના અંતરે આવેલં છે આ યાત્રાધામ.

રહેવાની સુવિધા : અહીં રહેવા અને જમવાની વ્યવસ્થા છે.


સરનામું: મેલડી માતા મંદિર,  મરીડા, તાલુકો-નડિયાદ, જિલ્લો-ખેડા


ફોન નંબર:  9924322022

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

અન્ય મંદિરો

TOP