Back

યાત્રાધામ

Divya Bhaskar

હોમ » ધર્મ દર્શન » યાત્રાધામ » કુબેરેશ્વર મહાદેવ મંદિર

કુબેરેશ્વર મહાદેવ મંદિર

કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે.

ધાર્મિક માહાત્મ્ય: કુબેર ભંડારી રાવણના મોટા ભાઈ છે. દુનિયામાં એક માત્ર આ મંદિર છે. સળંગ 5 અમાસ ભરવાથી મનોકામના પૂરી થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે.

મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે કુબેરેશ્વર ભંડારી પૂજાય છે. એવી માન્યતા છે કે, લગ્ન પ્રસંગમાં રસોડું શરૂ કરતાં પહેલાં ત્યાં કુબેરનો દીવો પ્રગટાવવામાં આવે છે. જેથી ભંડાર ખૂટતો નથી.

મંદિરનાં મુખ્ય આકર્ષણ: નર્મદા કિનારે ભવ્ય મંદિર, મંદિરના ગર્ભગૃહમાં અખંડ દીપ, નર્મદા નદીમાં સ્નાન, નર્મદા નદીમાં બોટમાં ફરવાની મજા., મંદિરના સભાખંડમાં બેસીને જાપ કરવા.

કુબેર ભંડારી મંદિર માર્ગદર્શન, Kubereshwar Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે.

આરતી દર્શનનો સમય

સવારે 7 વાગ્યે.
સાંજે 7  વાગ્યે.

 

દર્શનનો સમય

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી દર્શન તથા પૂજન. 
બપોરે 2 કલાકથી રાત્રે 8 કલાક માત્ર દર્શન. 

અમાસના આગલા દિવસના રાત્રે 12 વાગ્યાથી 24 કલાક સુધી દર્શન. 

કુબેર ભંડારી મંદિર માર્ગદર્શન, Kubereshwar Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે કુબેરેશ્વર ભંડારી પૂજાય છે.

કેવી રીતે પહોંચવું: વડોદરાથી 33 કિમી દૂર ડભોઇ-તિલકવાડા રોડ ઉપર કરનાળી ગામમાં રેવા (નર્મદા) નદીના કિનારે શ્રી કુબેર ભંડારીનું મંદિર છે. ડભોઇથી 1.7 કિમી દૂર લીમડાપુરા ગામના પાટિયાથી 6 કિમી દૂર કુબેર ભંડારીના મંદિરે જઇ શકાય છે. ગુજરાત સરકાર દ્વારા માત્ર બે ટાઇમ બસની સુવિધા છે. આસપાસનાં શહેરો, ગામડાંઓમાંથી ખાનગી વાહનોમાં લોકો આવે છે. પાર્કિંગની સુવિધા નિઃશુલ્ક છે. 

 

નજીકનાં મંદિર

 

1).પોઈચાધામ- 14 કિમી
2).લક્ષ્મીનારાયણ મંદિર, માંજલપુર 57 કિમી
3).હરિધામ સોખડા- 72 કિમી

એવી માન્યતા છે કે, લગ્ન પ્રસંગમાં રસોડું શરૂ કરતાં પહેલાં ત્યાં કુબેરનો દીવો પ્રગટાવવામાં આવે છે. જેથી ભંડાર ખૂટતો નથી.

રહેવાની સુવિધા- મંદિર પરિસરમાં 24 રૂમ છે. જેમાં 6 એ.સી. અને 12 નોન એ.સી. રૂમો છે. 

 

સરનામું- કુબેરભંડારી મહાદેવ મંદિર, કરનાળી, તાલુકો-ડભોઈ, જિલ્લો-વડોદરા.

ફોન નંબર- રજનીભાઇ પંડ્યા- 98796 27330,  02663- 233377.

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

અન્ય મંદિરો

TOP