Back

યાત્રાધામ

ચેલૈયાધામ

ચેલૈયાધામ

ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ ન ઝિલે ભાર

મેરુ સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર
મેરામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ન ચૂકે

 

ધાર્મિક માહાત્મ્યઃ સત્યનો, ભક્તિનો માર્ગ અત્યંત કપરો છે. તેના પર મક્કમ ડગલે ચાલવું અતિશય દોહ્યલું છે. પણ એ મુશ્કેલ કામ પણ જે કરી જાણે છે એ જીવતાં તીર્થ તરીકે પૂજાય છે, રોજનો તહેવાર બનીને ઉજવાય છે. એવાં જ સત્યના મક્કમમાર્ગી શેઠ સગાળશા અને તેમના પુત્ર ચેલૈયાનું સ્થાનક એટલે બીલખા નજીક આવેલું ચેલૈયાધામ.

 

દંતકથા એવી છે કે, દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયો. જ્યાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા. જ્યારે અન્ય સૌને અન્ન. કર્ણને આશ્ચર્ય થયું.

 

દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતાં જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હંમેશાં સુવર્ણદાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે. જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી શકત. કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં વાણિયાના ખોરડે શેઠ સગાળશા રૂપે જન્મ લે છે.

ચેલૈયાધામ મંદિર માર્ગદર્શન, Chelaiya Dham Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
ચેલૈયાધામ

નિર્માણ: 1262 વર્ષ પૂર્વે બીલખા ગામે શેઠ સગાળશા, તેમનાં પત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયો થઈ ગયા. આતિથ્યભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ વાણિયાના ઘરે જન્મનાર શેઠ સગાળશાનું નામ લેવાય છે.

અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતાં મુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડણિયામાં ખાંડીને પીરસનાર શેઠ અને રાણી ચંગાવતીના તોલે કોઈ ના આવે. શેઠ સગાળશાના આ નિવાસસ્થાનને સમયાંતરે મહંતો દ્વારા જાળવણી અને જિર્ણોદ્ધાર કરાયો છે. હાલ આ આશ્રમના મહંત રામરૂપદાસજી છે.


મંદિરનાં મુખ્ય આકર્ષણો: શેઠ સગાળશા અને ચેલૈયાની સાથે જોડાયેલી વસ્તુઓ હાલ પણ આ આશ્રમમાં મોજૂદ છે. અહીં લક્ષ્મીનારાયણનું અને હનુમાનજીનું મંદિર છે. દિવાળીના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ચેલૈયાધામ મંદિર માર્ગદર્શન, Chelaiya Dham Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
ચેલૈયાધામ

આરતીનો સમય
સવારે: 6.30 વાગ્યે
સાંજે: 7.00 વાગ્યે

 

દર્શનનો સમય: સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી.

 

કેવી રીતે પહોંચવું: જૂનાગઢથી 22 અને રાજકોટથી 117 કિલોમીટરના અંતરે આવેલું છે ચેલૈયાધામ. આ મંદિર બીલખાને અડીને આવેલા નવાગામમાં આવેલું છે અને અહીં રેલવે સ્ટેશન પણ છે.

ચેલૈયાધામ

નજીકનાં મંદિરો: (1). સતાધાર 29 કિમી છે, (2). ભવનાથ મહાદેવ મંદિર જૂનાગઢ 22 કિમી છે,(3). પરબધામ 24 કિમી છે.

 

રહેવાની સુવિધા છે: એક હજાર લોકોને સમાવી શકાય તેવી વ્યવસ્થા આ મંદિરની અંદર છે. રહેવાની વ્યવસ્થા સંપૂર્ણ ફ્રી છે. વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા પણ આ મંદિરમાં છે.


સરનામું: ચૈલૈયાધામ, નવાગામ- બીલખા, જિલ્લો જૂનાગઢ
 
ફોન નંબર: 7567278008, 9409015933

 

અન્ય મંદિરો

TOP