Back

યાત્રાધામ

હોમ » ધર્મ દર્શન » યાત્રાધામ » વૈષ્ણોદેવી મંદિર

વૈષ્ણોદેવી મંદિર

વૈષ્ણોદેવી મંદિર

ધાર્મિક માહાત્મ્ય: ઈસ. ૧૯૮૨માં બનેલું વૈષ્ણોદેવી માતાનું લોકપ્રિય મંદિર અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું છે. તેને આબેહૂબ જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરની થીમ પર બનાવવામાં આવ્યું છે.


ઐતિહાસિક માહાત્મ્ય: માતા વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ-કાશ્મીરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન ભારતભરનું આ એકમાત્ર મંદિર છે. અન્યત્ર વૈષ્ણોદેવીની પ્રતિકૃતિ છે, પરંતુ અહીં જે પ્રકારે મૂળ મંદિર અને ભૂગોળનો આબેહૂબ ખ્યાલ રખાયો છે એ વિશિષ્ટ છે.

વૈષ્ણોદેવી મંદિર મંદિર માર્ગદર્શન, Vaishno Devi Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું આ મંદિરનું નિર્માણ ૧૯૮૨માં કરાયું છે.

મુખ્ય આકર્ષણો
 

શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર, પહાડી જેવા વળાંકો પરથી પસાર થવાનો રસ્તો


આરતીનો સમયઃ સવારે 7.30, સાંજે 6.30


દર્શનનો સમયઃ સવારે 5.00થી રાત્રે 10.00

ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી નથી.

વૈષ્ણોદેવી મંદિર મંદિર માર્ગદર્શન, Vaishno Devi Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
આ મંદિર જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરની થીમ પર બનાવવામાં આવ્યું છે.

કેવી રીતે પહોંચવુ

 

સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને વડોદરાથી વાયા નડિયાદ-મણિનગર થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

રેલ માર્ગેઃ મંદિરથી કાલુપુર રેલવે સ્ટેશન 20 કિમી દૂર છે. 

હવાઈ માર્ગેઃ મંદિરથી એરપોર્ટ 15 કિમી દૂર છે. 


નજીકના મંદિરો


1). શ્રી ત્રિમંદિર, અડાલજ- 9 કિમી.
2). શ્રી વિશ્વકર્મા મંદિર, ગોતા- 6 કિમી.
3). શ્રી બાલાજી મંદિર,  અમદાવાદ-3 કિમી
4). શ્રી ભદ્રકાળી માતા મંદિર, અમદાવાદ -18 કિમી.
5). શ્રી ઈસ્કોન મંદિર, અમદાવાદ- 18 કિમી.

વૈષ્ણોદેવી મંદિર

રહેવાની સુવિધા


બહારગામથી આવતા દર્શનાર્થીઓ માટે રહેવાની કોઈ સુવિધા નથી.
ભોજનની સુવિધાઃ યાત્રિકો માટે કાફેટેરિયા-રેસ્ટોરાંમાં જમવાની સુવિધા છે.


સરનામુઃ શ્રી વૈષ્ણોદેવી મંદિર, એસજી હાઈવે, અમદાવાદ - 382481
 

ફોન નં.: 098985 93934


ખાસ નોંધઃ અહીં આપેલ વિગતોમાં સ્થળ પર ફેરફાર હોઈ શકે છે. 

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

અન્ય મંદિરો

TOP