ત્રિનેત્રેશ્વર મહાદેવ

10મી સદીમાં ત્રિનેત્રેશ્વર મહાદેવની સ્થાપના થઈ હોવાનું મનાય છે.

ધાર્મિક માહાત્મ્યઃ ગુજરાતમાં સોલંકી વંશના શાસન દરમિયાન આશરે 10મી સદીમાં ત્રિનેત્રેશ્વર મહાદેવની સ્થાપના થઈ હોવાનું મનાય છે. શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ધ્વજારોહણની વિધિ થાય છે જેમાં બાવન ગજની ધજા ચઢાવાય છે. આ ઉપરાંત દર સોમવારે દર્શનનો વિશેષ મહિમા છે. આ ઉપરાંત અહીં દર મહિનાની અમાસ અને શિવરાત્રીએ તથા શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ જામે છે. 

ઐતિહાસિક માહાત્મ્યઃ  મહાભારતકાળમાં આ વિસ્તાર પાંચાળ ભૂમિ તરીકે ઓળખાતો હતો અને દ્રૌપદી સ્વયંવર વખતે અર્જુને માછલીના આંખ વિંધી એ પ્રસંગ જ્યાં બન્યો હતો એ જ આજનું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર એવી માન્યતા ભારે પ્રચલિત છે. ગુજરાતના સોલંકી કૂળના શાસકો પૂર્વેના પ્રતિહારો પણ શૈવમાર્ગી હતા. ત્રિનેત્રેશ્વરનું મંદિર પણ ગુર્જર પ્રતિહાર શૈલીનું સ્થાપત્ય ધરાવે છે. 

મંદિરમાં ભાદરવા સુદ ચોથના દિવસે ધ્વજારોહણની વિધિ થાય છે.

આરતીનો સમયઃ સવારે 7.30 મંગળા, સાંજે 7.00 સંધ્યા


દર્શનનો સમયઃ સવારે 6.00થી રાત્રે 10.30
ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.


મુખ્ય આકર્ષણો


શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર, તરણેતરનો પરંપરાગત લોકમેળો ગુજરાત કે ભારત જ નહીં, વિદેશીઓમાં પણ ભારે મોટું આકર્ષણ ધરાવે છે. 

અહીં દ્રૌપદીનો સ્વયંવર થયો હોવાની માન્યતા છે.

કેવી રીતે પહોંચવુ


સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા લીમડી-સાયલા થઈને, રાજકોટથી વાયા ચોટીલા-થાનગઢ થઈને તરણેતર જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

રેલ માર્ગેઃ સુરેન્દ્રનગર (60) સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. 

હવાઈ માર્ગેઃ અમદાવાદ (175 કિ.મી.) સૌથી નજીકનું ઈન્ટરનેશનલ એરપોર્ટ છે.


નજીકના મંદિરો


1). શ્રી સાત દેવી મંદિર, રામજી મંદિર (નજીકમાં)
2). શ્રી શક્તિમાતા મંદિર, ખાખરથળ (નજીકમાં)
3). શ્રી સ્વયંભૂ મહાદેવ, રાણિપત 7 કિમી.
4). શ્રી ચંડી-ચામુંડા દેવી, ચોટીલા 27 કિમી.

તરણેતરનો પરંપરાગત લોકમેળો ગુજરાત કે ભારત જ નહીં, વિદેશીઓમાં પણ ભારે મોટું આકર્ષણ ધરાવે છે.

રહેવાની સુવિધા


મંદિર ટ્રસ્ટ તરફથી દર્શનાર્થીઓના રોકાણ માટે કોઈ સુવિધા નથી. આસપાસમાં ઘણી હોટેલો-ગેસ્ટહાઉસ આવેલા છે.
ભોજનની સુવિધાઃ દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.


સરનામુઃ શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ, તરણેતર, જિ. સુરેન્દ્રનગર- 363 530
 

ફોનઃ +91 2752 282200

વેબસાઈટ 

http://www.tarnetar.com


ખાસ નોંધઃ અહીં આપેલ વિગતોમાં સ્થળ પર ફેરફાર હોઈ શકે છે. 

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP