Back

યાત્રાધામ

ત્રિમંદિર

ત્રિમંદિર

ધાર્મિક માહાત્મ્ય: જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો (પૂર્વાશ્રમમાં અંબાલાલ મૂળજીભાઈ પટેલ) જન્મ વડોદરા નજીક તરસાલી ખાતે થયો હતો. નાનપણથી જ તેઓ અહિંસા, કરુણા, ઉદારભાવમાં માનતા હતા.

 

1958માં પરમ પૂજ્ય દાદાશ્રીને સુરત રેલવે સ્ટેશને એક ટ્રેનની રાહ જોતી વેળાએ એકાએક આત્મજ્ઞાન થયું અને એક કલાકમાં જ તેમને આત્મજ્ઞાનના અહેસાસ અને શક્તિનો ખ્યાલ આવ્યો. પૂ. દાદાશ્રીએ જ દાદા ભગવાન પંથનો શુભારંભ કર્યો હતો. સીમંધર સ્વામી, કૃષ્ણ અને મહાદેવ એવા ત્રણ દેવ સ્વરૂપોનું સ્થાપન ધરાવતા ત્રિ-મંદિર એ દાદા ભગવાન પંથની વિશેષતા છે. 


ઐતિહાસિક માહાત્મ્ય: 1968માં મુંબઈ ખાતે દાદા ભગવાને સૌ પ્રથમ વખત જાહેર જ્ઞાનવિધિ કાર્યક્રમ યોજ્યો હતો. 2 જાન્યુઆરી, 1988ના દિવસે તેમનો દેહવિલય થયો ત્યાં સુધી તેઓ ભારતભ્રમણ કરતાં રહ્યા.

 

તેમની અંતિમવિધિમાં 60,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. દાદા ભગવાન ફાઉન્ડેશનની વિભિન્ન પ્રવૃત્તિઓનું સંચાલન બાદમાં નીરુબહેન અમીન અને તેમનાં પછી દીપકભાઈ દેસાઈએ સંભાળ્યું હતું. અડાલજ સ્થિત મંદિરની સ્થાપના વર્ષ 2002માં થઈ હતી. 

ત્રિમંદિર મંદિર માર્ગદર્શન, Trimandir Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
1968માં મુંબઈ ખાતે દાદા ભગવાને સૌ પ્રથમ વખત જાહેર જ્ઞાનવિધિ કાર્યક્રમ યોજ્યો હતો.

આરતીનો સમયઃ સવારે 5.30 મંગળા, રાત્રે 7.30 સંધ્યા


દર્શનનો સમયઃ સવારે 5.30થી રાત્રે 8.30
ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.


મુખ્ય આકર્ષણોઃ

* શ્રી સીમંધર સ્વામી મંદિર, શ્રી કૃષ્ણ મંદિર, શ્રી મહાદેવજી મંદિર
* ગુરુપૂર્ણિમા, જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, મહાશિવરાત્રી, પર્યૂષણ, દિવાળીના તહેવારોની ત્રિમંદિર ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે હજારો ભક્તો એકત્રિત થાય છે.

ત્રિમંદિર મંદિર માર્ગદર્શન, Trimandir Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
રહેવા માટે ત્રિમંદિર અડાલજ ખાતે એસી અને નોન એસી રૂમની સુવિધા છે.

કેવી રીતે પહોંચવુ


સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી કલોલ રોડ પર થઈને, વડોદરાથી વાયા ખેડા-અમદાવાદ થઈને અને રાજકોટથી વાયા અમદાવાદ થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

રેલ માર્ગેઃ અમદાવાદ (21 કિ.મી.) સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. 

* હવાઈ માર્ગેઃ નજીકનાં એરપોર્ટ છે અમદાવાદ (16 કિ.મી.)

 

નજીકના મંદિરો
 

1). શ્રી પ્રભા હનુમાનજી મંદિર (અડાલજમાં) 
2). શ્રી અક્ષરધામ, ગાંધીનગર 18 કિમી.
3). શ્રી મહૂડી તીર્થધામ, વિજાપુર 51 કિમી.

ત્રિમંદિર

રહેવાની સુવિધા


ત્રિમંદિર અડાલજ ખાતે એસી અને નોન એસી રૂમની સુવિધા છે. આ માટે નિર્ધારિત ટોકન ચાર્જ લેવામાં આવે છે.

ભોજનની સુવિધાઃ દર્શને આવતા ભક્તો માટે અંબા ભોજનાલયમાં ટોકન દરે વિવિધ ફાસ્ટફૂડ તથા ભોજનની સુવિધા છે. 

બુકિંગની સુવિધાઃ મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા નથી. અહીં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનારને રૂમની સગવડ મળે છે. 


સરનામુઃ શ્રી દાદા ભગવાન ત્રિમંદિર, સીમંધર સિટી, અમદાવાદ-કલોલ હાઈવે, અડાલજ, ગાંધીનગર -382421


ફોનઃ +91 9327010101

વેબસાઈટઃ http://www.trimandir.org

ઈમેઈલઃ  trimandir.adalaj@dadabhagwan.org


ખાસ નોંધઃ અહીં આપેલ વિગતોમાં સ્થળ પર ફેરફાર હોઈ શકે છે. 

 

અન્ય મંદિરો

TOP