Back

યાત્રાધામ

શ્રીનાથજી મંદિર, નાથદ્વારા

દર મહિનાની પૂનમે ઠાકોરજીના દર્શન અને તેમાં પણ નિત્ય મંગળા દર્શન કરવાનો વિશેષ મહિમા છે.

ધાર્મિક માહાત્મ્ય:  વિક્રમ સંવત 1535માં વૈશાખ વદ એકાદશીએ ગોવર્ધન પાસે સદુ પાંડેની એક ગાય નંદવંશની હતી તે દરરોજે સવારે ગોવર્ધનનાથજીની જમણી ભૂજાના પ્રાગટ્ય સ્થળે પહોંચી ત્યાં પડેલા કાણામાં આંચળ ભેરવી દૂધની ધાર કરતી હતી. સાંજે આ ગાયનું દૂધ ન મળતા સદુ પાંડેએ બીજા દિવસે ગાયનો પીછો કર્યો તો તેમને આ અલૌકિક દૃશ્ય જોવા મળ્યું જેમાં શ્રી ગોવર્ધનનાથજીના મુખારવિંદના દર્શન થયા.


પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજી ગોવર્ધન પધાર્યા ત્યારે સદુ પાંડેના ઘર પાસે ચોરા પર બિરાજ્યા અને સદુ પાંડેએ તેમને શ્રીનાથજીના પ્રાગટ્યની કથા જણાવી તો બીજા દિવસે સવારે શ્રી મહાપ્રભુજી સેવકો અને વ્રજવાસીઓને સાથે લઈને શ્રી ગિરિરાજજી પર શ્રીનાથજીના દર્શન કરવા ગયા.

 

પહેલા તેમણે હરિદાસવર્ય ગિરિરાજજીને પ્રભુનું સ્વરૂપ જાણીને દંડવત કર્યા અને પછી ગિરિરાજજી પર ચઢવાનું શરૂ કર્યું અને જ્યાં સદુ પાંડેએ કહેલું સ્થળ આવ્યું તો મહાપ્રભુજીના નેત્રો આંસુઓથી છલકાયા. ત્યાં જ તેમણે સામેથી મોરમુકુટ પીતામ્બરધારી શ્રીનાથજી બાવાને આવતા જોયા તો તેઓ દોડવા લાગ્યા અને શ્રી ઠાકોરજી અને શ્રી આચાર્યજી એકબીજાને ભેટી પડ્યા. આ કથા મુજબ, શ્રીનાથજીની મૂર્તિમાં સાક્ષાત ઠાકોરજી બિરાજતા હોવાનું શ્રદ્ધાળુઓ માને છે.

 

ઐતિહાસિક માહાત્મ્ય:  1665ની સાલમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના હુમલાના ભયથી બચાવવા શ્રી ગોવર્ધનથી શ્રીનાથજીની મૂર્તિને અહીં લાવવામાં આવી હતી. આશરે 32 મહિનાની સફર બાદ આ મૂર્તિ મેવાડ પહોંચી હતી.

 

ભગવાન શ્રીનાથજી બિરાજેલા હતા તે રથનું પૈંડુ સિહાર પ્રદેશમાં અટકી જતા ભગવાનની અહીં જ વસવાની ઈચ્છા જાણીને અહીં જ મંદિર બનાવાયું હતું. બનાસ નદીના કાંઠે વસેલા નાથદ્વારામાં ઈસ. 1672ની સાલમાં ભગવાન શ્રીનાથજીને વર્તમાન મંદિરમાં બિરાજમાન કરાયા હતા.

શ્રીનાથજી મંદિર નાથદ્વારા મંદિર માર્ગદર્શન, Shrinathji Temple  Nathdwara Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
1672ની સાલમાં ભગવાન શ્રીનાથજીને વર્તમાન મંદિરમાં બિરાજમાન કરાયા હતા.

મુખ્ય આકર્ષણોઃ  શ્રીનાથજી મંદિર, શ્રી નવનીતપ્રિયાજી મંદિર, 

દર મહિનાની પૂનમે ઠાકોરજીના દર્શન અને તેમાં પણ નિત્ય મંગળા દર્શન કરવાનો વિશેષ મહિમા છે. 

પીછવાઈ પરંપરાની ચિત્રકળાના નમૂનાઓ માટે પણ નાથદ્વારા વિખ્યાત છે.

 

આરતીનો સમયઃ  સવારે 5.45 મંગળા, સવારે 7.15 શણગાર, સવારે 11.15 રાજભોગ, સાંજે 5.15 સંધ્યા


દર્શનનો સમયઃ  સવારે 5.30થી બપોરે 12.30, બપોરે 3.45થી સાંજે 6.30

 

ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી નથી.
 

શ્રીનાથજી મંદિર નાથદ્વારા મંદિર માર્ગદર્શન, Shrinathji Temple  Nathdwara Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
શ્રીનાથજીની મૂર્તિને 1665ની સાલમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના હુમલાના ભયથી બચાવવા ગોવર્ધનથી અહીં લાવવામાં આવી હતી.

કેવી રીતે પહોંચવુ 
સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા શામળાજી-ઉદયપુર, વડોદરાથી વાયા મોડાસા-શામળાજી થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
 

રેલ માર્ગેઃ માવલી સ્ટેશન 30 અને ઉદયપુર 20 કિમી દૂર છે.
 
હવાઈ માર્ગેઃ ઉદયપુર (50 કિ.મી.) નજીકનું એરપોર્ટ છે.
 

નજીકના મંદિરોઃ  (નાથદ્વારામાં) શ્રી વિઠ્ઠલનાથજી મંદિર, શ્રી મદનમોહનજી મંદિર

1). શ્રી દ્વારકાધીશ મંદિર, કાંકરોલી- 17 કિમી.
2). શ્રી સાંવલિયા શેઠ, સાંવલિયાજી- 80 કિમી.
3). શ્રી ચારભુજાજી મંદિર, કાંકરોલી- 17 કિમી
4). શ્રી દેવનારાયણજી મંદિર, સરદારગઢ - 43 કિમી.

શ્રીનાથજી મંદિર મંડળ સંચાલિત ધર્મશાળાઓ રહેવા માટે એસી અને નોન એસી રૂમની સુવિધા છે.

રહેવાની સુવિધાઃ શ્રીનાથજી મંદિર મંડળ સંચાલિત ધર્મશાળાઓ, ન્યૂ કોટેજ, ધીરજધામ તથા દામોદરધામ ખાતે દર્શનાર્થીઓ માટે રહેવા એસી તથા નોન-એસી રૂમની સુવિધા છે. આ માટે મંડળ દ્વારા નિર્ધારિત ચાર્જિસ લેવામાં આવે છે. આ ઉપરાંત સંખ્યાબંધ ગેસ્ટહાઉસ-હોટેલમાં રૂમો ઉપલબ્ધ હોય છે.


બુકિંગની સુવિધાઃ  શ્રી નાથદ્વારા મંદિર ખાતે વિશ્રામગૃહમાં ઈન્ટરનેટ પર બુકિંગની સુવિધા છે. 
 

સરનામુઃ શ્રીનાથજી મંદિર, મુ. નાથદ્વારા, જિ. રાજસમંદ, રાજસ્થાન- 313 301
 

ફોન નં.:+91 02953 233484
ફેક્સઃ +91 02953 232482

વેબસાઈટઃ https://www.nathdwaratemple.org
ઈમેઈલઃ [email protected]

 

અન્ય મંદિરો

TOP