Back

યાત્રાધામ

સ્વામિનારાયણ મંદિર, મણિનગર

શ્રી ઈશ્વરણચરણદાસજી તથા શ્રી મુક્તજીવન સ્વામીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

ધાર્મિક મહાત્મ્યઃ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી એ સ્વામિનારાયણ સિદ્ધાંત ઉત્તેજક ટ્રસ્ટની 1941માં સ્થાપના કરી હતી અને તે ટ્રસ્ટના નામે મણિનગરમાં જમીન ખરીદવામાં આવી હતી. એ જ વર્ષે શ્રી ઈશ્વરચરણદાસજી તથા શ્રી મુક્તજીવનદાસજી  સ્વામીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

ઐતિહાસિક માહાત્મ્ય: શ્રી મુક્તજીવનદાસજી સ્વામીએ મણિનગરમાં શિલાન્યાસ કરેલા સ્થળે ઈ.સ. 1944માં ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરી. તેને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું વડુંમથક બનાવ્યું હતું. 1955ની સાલમાં મણિનગરમાં બંગલા ઘાટના મંદિરના સ્થાને નવું શિખરબંધ મંદિરનું નિર્માણ કરાયું હતું. 1962ની સાલમાં જીવપ્રાણ સ્વામીબાપાએ મણિનગર ગાદીના સંત તરીકે આચાર્ય શ્રી પુરુષોતમપ્રિયદાસજી સ્વામીશ્રીને દીક્ષા આપી હતી.  

સ્વામિનારાયણ મંદિર, મણિનગર મંદિર માર્ગદર્શન, Swaminarayan Temple Maninagar Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
1955ની સાલમાં મણિનગરમાં બંગલા ઘાટના મંદિરના સ્થાને નવું શિખરબંધ મંદિરનું નિર્માણ કરાયું હતું

મંદિરના મુખ્ય આકર્ષણો
 

શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ,  જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રી અને જીવનપ્રાણ બાપાની પ્રતિમા


આરતીનો સમયઃ સવારે 5.30 વાગ્યે મંગળા આરતી, સવારે- 7.30 શણગાર આરતી. સવારે 9.30 રાજભોગ, સાંજે 6.30 વાગ્યે સંધ્યા આરતી, રાત્રે 9.15 શયન આરતી.


દર્શનનો સમયઃ સવારે 5:30થી બપોરે 12.00, બપોરે 4.00 થી રાત્રે 9.30

ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.

સ્વામિનારાયણ મંદિર, મણિનગર મંદિર માર્ગદર્શન, Swaminarayan Temple Maninagar Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
આ મંદિર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું વડુંમથક છે.

કેવી રીતે પહોંચવુ


સડકમાર્ગેઃ વડોદરાથી પોતાનું વાહન લઈને વાયા આણંદ થઈને તથા રાજકોટથી વાયા ચોટિલા-બગોદરા થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

રેલ માર્ગેઃ મંદિરથી મણિનગર રેલવે સ્ટેશન અડધો કિમી. દૂર છે.  

હવાઈ માર્ગેઃ મંદિરથી એરપોર્ટ 14 કિમી દૂર છે. 


નજીકનાં મંદિરો


1). શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર - 3 કિમી 
2) શ્રી ભદ્રકાળી મંદિર 6 કિમી.
3). જગન્નાથ મંદિર 5 કિમી.
4). ઈસ્કોન મંદિર 10 કિમી.
5).  અક્ષરધામ 11 કિમી.

મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં હરિભક્તો માટે નિ:શુલ્ક રહેવાની વ્યવસ્થા છે.

રહેવાની સુવિધા
 

મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં હરિભક્તો માટે ઉપલબ્ધતાના આધારે ઉતારાની વ્યવસ્થા છે. આ રૂમ માટે બુકિંગની શરતોને આધિન રૂમ આપવામાં આવે છે જેનો કોઈ ચાર્જ લેવાતો નથી. 

ભોજનની સુવિધાઃ દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિનામૂલ્યે જમવાની સુવિધા ઉપલબ્ધ છે.

બુકિંગની સુવિધાઃ મંદિર ટ્રસ્ટમાં ફોન પર બુકિંગની માહિતી અપાય છે. જ્યારે અહીં ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે. 


સરનામુઃ  શ્રી સ્વામિનારાયણ ગાદી મંદિર, સ્વામિનારાયણ ટાવર સામે, દક્ષિણી ક્રોસિંગ પાસે, મણિનગર, અમદાવાદ - 380 008


વેબસાઈટઃ https://www.swaminarayangadi.com

ઈ-મેઈલઃ [email protected]

ફોનઃ +91 79 2546 8029/5756/5757  


ખાસ નોંધઃ અહીં આપેલ વિગતોમાં સ્થળ પર ફેરફાર હોઈ શકે છે. 

 

અન્ય મંદિરો

TOP