Back

યાત્રાધામ

હોમ » ધર્મ દર્શન » યાત્રાધામ » ચામુંડા માતા, ચોટીલા

ચામુંડા માતા, ચોટીલા

દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ-મુંડ વિનાશિની ચામુંડા કહેવાયાં.

ધાર્મિક માહાત્મ્ય: ચોટીલા ડુંગર અને ચામુંડા મંદિર અતિ પ્રાચીન છે. દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ-મુંડ વિનાશિની ચામુંડા કહેવાયાં.

ગોહિલવાડના ગોહિલ દરબારો, જૂનાગઢના સોલંકી, ડોડીયા, પરમાર વગેરે કુળના, રાજપૂતોના, ચોટીલા વિસ્તારના ખાચર-ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજિયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર, કચ્છના રબારી અને આહીર, દીવ-સોમનાથ તરફના ખારવા, મોરબીના સતવારા સમાજ તેમજ અન્ય કુળોમાં કુળદેવી તરીકે પૂજાય છે.

નવરાત્રિમાં દર્શનનું ખાસ મહત્વ છે. દિવસમાં ત્રણ વાર સ્વરૂપ બદલે છે. સવારે બાળિકા રૂપ, સાંજે વૃદ્ધા અને સાંજે કોપાયમાન રૂપ.


નિર્માણ: ચોટીલા ડુંગર પર વર્ષો પહેલાં એક નાનો ઓરડો હતો. વિક્રમ સંવત 1910થી 1916 એટલે 155 વર્ષ પહેલાં મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરિ હરિગિરિ બાપુ અહીં માતાની પૂજા કરતા હતા. અત્યારે તેમના વારસદારો માતાજીની સેવા કરે છે અને યાત્રાળુઓની સગવડ માટે કાર્યો કરે છે.

ચામુંડા માતા, ચોટીલા મંદિર માર્ગદર્શન, Chotila Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
માતાજી દિવસમાં ત્રણ વાર સ્વરૂપ બદલે છે. સવારે બાલિકા રૂપ, સાંજે વૃદ્ધા અને સાંજે કોપાયમાન રૂપ.

મંદિરનાં મુખ્ય આકર્ષણો: ડુંગર પર ચડવાં 635 પગથિયાં છે. ચડવા-ઊતરવા અલગઅલગ રસ્તો છે. દર 100 પગથિયે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા છે. પગથિયાં પર ઉપર સુધી છાંયડા માટે શેડ અને પંખાની વ્યવસ્થા છે. મંદિરમાં જ સાત બહેનો સહિત મા ખોડિયાર અને સંતોષી માતાનું મંદિર પણ છે. 


આરતીનો સમય
સવારે 6.00 વાગ્યે
બપોરે થાળ: 12 વાગ્યે
સાંજે : સંધ્યા સમયે

 

દર્શનનો સમય: સવારે 5.30થી 7.30 વાગ્યા સુધી.

ચામુંડા માતા, ચોટીલા મંદિર માર્ગદર્શન, Chotila Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
ડુંગર પર ચડવાં 635 પગથિયાં છે. ચડવા-ઊતરવા અલગઅલગ રસ્તો છે. દર 100 પગથિયે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા છે.

કેવી રીતે પહોંચવું 
અમદાવાદ-રાજકોટ હાઈવ પર આવેલું છે ચોટીલા. જે રાજકોટથી 46 કિમી, અમદાવાદથી 168 કિમી દૂર છે. અહીં જવા માટે મોટી સંખ્યામાં ખાનગી અને સરકારી બસો મળે છે. નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ રાજકોટ (46 કિમી) છે.


નજીકનાં મંદિરો

1). સ્વામિનારાયણ મંદિર, રાજકોટ, 46 કિમી.
2). જલારામ મંદિર, વીરપુર 102 કિમી.
3). ખોડલધામ, 107 કિમી.

અતિથિ ભવનમાં કુલ 49 રૂમ છે અને 10 મોટા હોલ છે.

રહેવાની સુવિધા છે: અતિથિ ભવન છે જેમાં રહેવા જમવાની વ્યવસ્થા છે જેનો કોઈ ચાર્જ નથી. અતિથિ ભવનમાં કુલ 49 રૂમ છે અને 10 મોટા હોલ છે. 


સરનામું: મંદિર: ચામુંડા માતા મંદિર, ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર.

ફોન નંબર- 8530007000

સંચાલન: શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ અને મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરિ હરિગિરિ બાપુના વારસદારો

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

અન્ય મંદિરો

TOP