Back

યાત્રાધામ

હોમ » ધર્મ દર્શન » યાત્રાધામ » શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ

શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ

જ્યા સેવા સંસ્કાર, શિક્ષણ અને સંશોધન આ વિદ્યાપીઠના આધાર સ્તંભો છે

ધાર્મિક માહાત્મ્ય: બૌદ્ધિક, હાર્દક અને ધાર્મિક એવા ત્રણ પ્રકારનું સ્વરૂપ એટલે ભાગવત વિદ્યાપીઠ. જ્યા સેવા સંસ્કાર, શિક્ષણ અને સંશોધન આ વિદ્યાપીઠના આધાર સ્તંભો છે. ભારતીય ભાષા અને સંસ્કૃતનું રક્ષણ થાય તે ભાવથી આ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે. અહીં 21 જેટલી પ્રવૃતિઓ ચાલે છે જેની અંદર ગૌશાળા, વૃદ્ધાશ્રમ, આયુર્વેદ માટે નિરામયતીર્થ નામની હર્બલ નર્સરી અને શિક્ષણની ઘણી શાખા આવેલી છે.

અહીં ભગવદ ગીતાના 18000 શ્લોકોને પથ્થરોમાં કોતરવામાં આવ્યા છે. જેનાથી કોઈ પણ હોનારત થાય તો આ શાસ્ર સુરક્ષિત રહે. પુરાતત્વમાં જે રીતે શિલાલેખો મળી આવે છે તે રીતે આ કોતરેલા શ્લોકો મળી આવશે.

નિર્માણ: 1968માં કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ આ વિદ્યાપીઠની સ્થાપના કરી છે.

ભાગવત વિદ્યાપીઠ, સોલા મંદિર માર્ગદર્શન, Bhagvat Vidyapith Sola Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
ભારતીય ભાષા અને સંસ્કૃતનું રક્ષણ થાય તે ભાવથી આ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે

મંદિરના મુખ્ય આકર્ષણો: અહીં શ્રી રસરાજ પ્રભુજી, શ્રી યમુના મહારાણીજી, શ્રી મહાપ્રભુજીના મંદિર આવેલા છે.

 

આરતીનો સમય 

મંગળા આરતી: સવારે 7.00થી 8.00
શ્રીંગાર આરતી: સવારે 9.15થી 10.00
રાજભોગ: સવારે 11.00થી 12.00
ઉથ્થાપન: સવારે 4.00થી 4.30
ભોગ: 5.00થી 5.30
શયન આરતી: સાંજે 6.00થી 7.00

દર્શનનો સમય: સવારે 7.00થી સાંજે 7.00 સુધી.

ભાગવત વિદ્યાપીઠ, સોલા મંદિર માર્ગદર્શન, Bhagvat Vidyapith Sola Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
સરખેજ-ગાંધીનગર હાઈવે પર ભાગવત વિદ્યાપીઠ આવેલી છે

કેવી રીતે પહોંચવું

 

સડકમાર્ગેઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પર ભાગવત વિદ્યાપીઠ આવેલી છે. જે ઈસ્કોનથી 11 કિમી દૂર છે.
 

નજીકનું એરપોર્ટ : અમદાવાદ એરપોર્ટ 13 કિમી.
 

નજીકનું રેલવે સ્ટેશન : કાલુપુર(અમદાવાદ) રેલવે સ્ટેશન 11 કિમી.

 

 

નજીકના મંદિરો

 

 

1). હરેકૃષ્ણ મંદિર ભાડજ- 6 કિમી
2). ઈસ્કોન મંદિર- 11 કિમી.
3). વૈષ્ણો દેવી મંદિર- 6 કિમી
4).  અક્ષરધામ મંદિર 24 કિમી

અતિથિ નિકેતનમાં રહેવા અને જમવાની તમામ આધુનિક સુવિધાઓ છે

રહેવાની સુવિધા

 

અહીં અતિથિ નિકેતનમાં રહેવા અને જમવાની તમામ આધુનિક સુવિધાઓ છે. 
આ માટે તમે 9879976581 પર ફોન કરી બૂકિંગ કરાવી શકો છો.

સરનામું: શ્રી ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ,
ક્રિષ્નાધામ, સોલા, એસ.જી. રોડ, અમદાવાદ-380060.
 

ફોન નંબર: 079 - 27663839-27661775

Email : srijibawa@yahoo.com
Email : info@solabhagwat.org
Website: www.solabhagwat.org

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

અન્ય મંદિરો

TOP