Back

યાત્રાધામ

હોમ » ધર્મ દર્શન » યાત્રાધામ » હરેકૃષ્ણ મંદિર

હરેકૃષ્ણ મંદિર

મંદિર દ્વારા 'અક્ષય પાત્ર' કાર્યક્રમ હેઠળ બાળકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવે છે

ધાર્મિક માહાત્મ્ય: આ એક એવી જગ્યા છે જેના કણે કણમાં શાંતિ છે. ભક્ત અહીં જોડાવા ન ઈચ્છતો હોય છતા ખબર ન પડતા જોડાઈ જાય છે. રાધા-રમણ મંદિર તરીકે જાણીતું આ મંદિર અધ્યાત્મિક પ્રકાશ આપવા સાથે માનવજાતની સેવા પણ કરે છે.

મંદિર દ્વારા 'અક્ષય પાત્ર' કાર્યક્રમ હેઠળ બાળકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવે છે. તે ગુજરાતની 1500 શાળામાં મધ્યાનભોજન પુરુ પાડે છે. દેશનું મોટું રસોડું અહીં આવેલું છે જે પાંચ કલાકમાં બે લાખ બાળકો માટે રસોઈ બનાવે છે. અહીં ભક્તો માત્ર આશીર્વાદ લેવા જ નહીં, પણ મનની શાંતિ માટે પણ આવે છે.

નિર્માણઃ હરેકૃષ્ણ મંદિરનું નિર્માણ એપ્રિલ, 2015માં અક્ષય તૃતિયાના પાવન દિવસે કરવામાં આવ્યું હતું. આ પહેલા થલતેજના એક ભાડાના બંગ્લોમાં મંદિરની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 2012માં દાનમાં મળેલી જમીન પર મંદિર નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી.

મંદિરનાં મુખ્ય આકર્ષણો: ગીતાજયંતી, ગોવર્ધનપૂજા, દશેરા, સહિતના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

હરે-કૃષ્ણ મંદિર ભાડજ મંદિર માર્ગદર્શન, Hare Krishna Temple Bhadaj Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
દેશનું મોટું રસોડું અહીં આવેલું છે જે પાંચ કલાકમાં બે લાખ બાળકો માટે રસોઈ બનાવે છે

આરતી 
 

સવારનો સમય

4:30થી 5:00   મંગળા આરતી(દર્શન ખૂલે)
4:50થી  5:20   તુલસી પૂજા(દર્શન બંધ)
7:15થી  7:30     શ્રૃંગાર આરતી (દર્શન ચાલુ)
7:30થી  7:45   શ્રીલા પ્રભુપાદની ગુરુ પૂજા
 

બપોર બાદનો સમય

12:00              રાજભોગ આરતી
1:00              દર્શન બંધ
4:30              ધૂપઆરતી(દર્શન ચાલુ)

6:30              શ્રી તુલસી પૂજા
6:45              સંધ્યા આરતી
8:00              શયન આરતી
8.15              દર્શન બંધ

 

દર્શનનો સમય: સવારે 4.30 વાગ્યાથી રાત્રે 8.15 વાગ્યા સુધી.

હરે-કૃષ્ણ મંદિર ભાડજ મંદિર માર્ગદર્શન, Hare Krishna Temple Bhadaj Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
હરેકૃષ્ણ મંદિરનું નિર્માણ એપ્રિલ, 2015માં અક્ષય તૃતિયાના પાવન દિવસે કરવામાં આવ્યું હતું

કેવી રીતે પહોંચવું: અમદાવાદના ઈસ્કોન મંદિરથી આ મંદિર 13 કિલોમીટર દૂર છે. સાયન્સ સિટી સર્કલથી ભાજડ ગામ પછી આ મંદિર આવે છે.
 

નજીકનું એરપોર્ટઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મંદિરથી 28 કિલો મીટર દૂર, કેબ સર્વિસ ઉપલબ્ધ છે.

નજીકનું રેલવે સ્ટેશનઃ કાલુપુર રેલવે સ્ટેશન, મંદિરથી 22 કિલો મીટર દૂર, કેબ સર્વિસ અને ઓટો રિક્ષા સર્વિસ ઉપલબ્ધ છે.

નજીકનું બીઆરટીએસ બસ સ્ટોપઃ સોલા બ્રિજ, સોલા, ઓટો રિક્ષા અને કેબ સર્વિસ ઉપલબ્ધ છે. 

નજીકનું એએમટીએસ બસ સ્ટોપઃ ભાડજ, સાયન્સ સિટીની નજીક, અમદાવાદથી 3.5 કિમીના અંતરે છે. ઓટો રિક્ષા સર્વિસ ઉપલબ્ધ છે.

 

નજીકનાં મંદિરો: 

1). ઈસ્કોન મંદિર-અમદાવાદ 13 કિમી.

2). અક્ષરધામ- 31 કિમી.
3). સ્વામિનારાયણ મંદિર-બોપલ 21 કિમી.
4). વૈષ્ણોદેવી મંદિર, અમદાવાદ 21 કિમી

2012માં દાનમાં મળેલી જમીન પર મંદિર નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી

સુવિધાઓઃ રહેવાની સુવિધા સાથે અહીં ફોર વ્હીલર્સ અને ટૂ-વ્હીલર્સ માટે પાર્કિંગ, ગિફ્ટ શોપ, 'અન્નકૂટ'નામનો એર ગાર્ડન રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પાર્ક, કન્વેન્શન હોલ, મનમોહક લેન્ડસ્કેપ સાથેની ફંક્શન લોન, બેંક એટીએમ અને વ્હીલ ચેર જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.


સરનામું: હરેકૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજ સામે, સાયન્સ સિટીની નજીક, ભાડજ
 

ફોન નંબરઃ 9904222266/ 9228023235 

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

અન્ય મંદિરો

TOP