Back

યાત્રાધામ

બહુચરાજી મંદિર

અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે

ધાર્મિક માહાત્મ્યઃ હિન્દુ ધર્મમાં માતાજીની પૂજા માટે અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે. મા સતીના શરીરના ટુકડા કરીને પૃથ્વી પર વિસર્જિત કરાયા ત્યારે બેચરાજી ખાતે મંદિરના સ્થળે માં સતીના હાથ (કર) પડ્યા હોવાનું મનાય છે.

 

ઐતિહાસિક માહાત્મ્યઃ ભગવાન મહાદેવજીનાં પત્ની જ્યારે દક્ષ પ્રજાપતિના કુંડમાં કૂદી પડ્યાં અને તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તાંડવ કરી રહેલા શિવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે સતી માતાના પાર્થિવ દેહના 55 ટુકડા કર્યા અને પૃથ્વી પર તેને વિસર્જિત કર્યા.

 

આમાંથી સતી માતાના કર (હાથ) બેચરાજીમાં પડ્યા અને અહીં બહુચર માતાજીનું મંદિર બન્યું. વ્યંડળોના આરાધ્ય દેવી ગણાતા બહુચર માતાનું મૂળ મંદિર ઈ.સ. 1783માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાયું હતું. જેમાં માનાજીરાવ ગાયકવાડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમુક લોકોની માન્યતા છે કે તેમણે ઈ.સ. 1839માં આ મંદિર બંધાવ્યું હતું.

 

બહુચર માતાજીને કૂકડાની સવારી કરતા દર્શાવાયા છે, જે સોલંકી શાસકોનું રાજચિહ્ન હતું. જેમનું એક સમયે ગર્જરધરા પર એકચક્રી શાસન હતું. મંદિર સંકુલમાં મુખ્ય 3 મંદિર છે. પહેલું છે આદ્યસ્થાન, બીજું છે મધ્યસ્થાન અને ત્રીજું સ્થાન એ છે જ્યાં હાલનું મુખ્ય મંદિર આવેલું છે જેની પર બાળ યંત્ર જડેલું છે.

 

આ મંદિર ઉત્તર ગુજરાતમાં આરાસૂરી અંબાજી માતા જેટલું જ મહત્ત્વ ધરાવે છે. અમુક લોકોનું માનવું છે કે બહુચર માતાનું અસલ મંદિર શંખલપુરમાં છે, જે આ મંદિરથી 3 કિમીના અંતરે છે. આ કારણે તેઓ બહુચરાજી જાય ત્યારે શંખલપુર બહુચરાજીના દર્શને પણ અવશ્ય જાય છે.

બહુચરાજી મંદિર માર્ગદર્શન, Bahucharaji Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
બહુચર માતાનું મૂળ મંદિર ઈ.સ. 1783માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાયું હતું

દર્શનનો સમયઃ સવારે 5:00થી રાત્રે 9.00
 

આરતીનો સમયઃ સવારે 7.00 મંગળા, સવારે 12.00 રાજભોગ, સાંજે 7.00 સંધ્યા
 

મુખ્ય આકર્ષણોઃ બહુચર માતાનું મંદિર, શંખલપુરમાં બહુચરાજી મંદિર
 

કેવી રીતે પહોંચવુંઃ

સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા મહેસાણા અથવા વાયા કડી થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

રેલમાર્ગેઃ નજીકનું રેલવે સ્ટેશન મહેસાણા છે. 

હવાઈમાર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ છે અમદાવાદઃ 100 કિમી

બહુચરાજી મંદિર માર્ગદર્શન, Bahucharaji Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
આ મંદિર ઉત્તર ગુજરાતમાં આરાસૂરી અંબાજી માતા જેટલું જ મહત્ત્વ ધરાવે છે

નજીકનાં મંદિરોઃ 
 

1). શ્રી બહુચરાજી મંદિર, શંખલપુર
2). શ્રી સૂર્યમંદિર, મોઢેરા
3). શ્રી મોઢેશ્વરી માતા મંદિર, મોઢેરા
4). શ્રી ઘંટાકર્ણ મહાવીર, મહુડી, તા. વીજાપુર.

અહીંં 50થી વધુ એસી અને નોન એસી રૂમની સુવિધા ઉપલબ્ધ છે

રહેવાની સુવિધાઃ મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં કુલ 50થી વધુ એસી અને નોન એસી રૂમની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં એસી રૂમના અને નોન-એસી રૂમના ચાર્જ અલગ-અલગ છે. તદુપરાંત દર્શને આવતા ભક્તો માટે અહીં રહેવા માટે આસપાસના ગેસ્ટહાઉસો તથા ધર્મશાળાઓ અને હોટેલોમાં સુવિધા ઉપલબ્ધ છે. 
 

ભોજનની સુવિધાઃ દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં ટોકન ચાર્જ પર જમવાની સુવિધા ઉપલબ્ધ છે.

બુકિંગની સુવિધાઃ મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા છે. જ્યારે અહીં ગેસ્ટહાઉસો અને હોટેલમાં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે. 
 

સરનામુઃ શ્રી બહુચર માતાજી મંદિર, તા. બેચરાજી, જિ. મહેસાણા- 384210
 

ફોનઃ +91 2734 286421, +91 2734 286521

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

અન્ય મંદિરો

TOP