• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Yoga of Posi Poonam and Chandra Grahan on Friday: There will be no need for eclipse, worship of Lakshmi Vishnu on this day

પર્વ / શુક્રવારે પોષી પૂનમ અને ચંદ્રગ્રહણનો યોગઃ ગ્રહણનું સૂતક લાગશે નહીં, આ દિવસે લક્ષ્મી-વિષ્ણુજીની પૂજા

Yoga of Posi Poonam and Chandra Grahan on Friday: There will be no need for eclipse, worship of Lakshmi-Vishnu on this day

  • પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવી અને પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે

Divyabhaskar.com

Jan 08, 2020, 08:15 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શુક્રવાર, 10 જાન્યુઆરીએ પોષ મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિ પૂનમ છે. આ દિવસે મંદ ચંદ્રગ્રહણ પણ થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. શર્મા પ્રમાણે આ ગ્રહણનું સૂતક લાગશે નહીં અને ધાર્મિક મહત્ત્વ પણ રહેશે નહીં. આ કારણે શુક્રવાર અને પૂનમના યોગમાં આખો દિવસ પૂજાપાઠ કરી શકાય છે. પોષ મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. જાણો, શુક્રવારે ક્યા-ક્યા શુભ કાર્યો કરી શકાય છે....

  • પૂનમ તિથિએ ભગવાન સત્યનારાયણની કથા કરવાનું વિશેષ મહત્ત્વ છે. સત્યનારાયણ ભગવાન શ્રીહરિનું જ એક સ્વરૂપ છે. ઘરની સુખ-સમૃદ્ધિ માટે તેમની વિશેષ પૂજા પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. તમે સ્વયં કથાનો પાઠ કરી શકો છો અથવા કોઇ બ્રાહ્મણ પાસે પણ કરાવી શકો છો. આવું કરવાથી ઘરની પવિત્રતા અને પોઝિટિવિટી જળવાયેલી રહે છે.
  • શનિવાર, 11 જાન્યુઆરીથી પોષ મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જશે. આ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા પ્રચલિત છે. શુક્રવારે પોષ મહિનાની પૂનમથી પવિત્ર નદીઓમાં સ્નાન શરૂ થઇ જશે. પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઇએ. આ સમયે ઊનના વસ્ત્રોનું પણ દાન કરી શકાય છે.
  • શુક્રવાર અને પૂનમના યોગમાં દેવી લક્ષ્મી અન ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરો. તેના માટે કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ કરવો જોઇએ.
  • પૂનમના દિવસે બાળ ગોપાલની પણ પૂજા કરવી જોઇએ. પૂજામાં માખણ-મિશ્રીનો ભોગ ધરાવો. ભોગમાં તુલસીના પાન પણ રાખવા જોઇએ.
  • શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીના મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો તમારી પાસે સમય હોય તો સુંદરકાંડનો પાઠ કરો. સાથે જ, ૐ એં હનુમતે રામદૂતાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો.
X
Yoga of Posi Poonam and Chandra Grahan on Friday: There will be no need for eclipse, worship of Lakshmi-Vishnu on this day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી