માન્યતા / સૂર્યપુત્ર શનિના ભાઈ યમરાજ અને બહેન યમુના છે, જ્યોતિષમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે

Yamraj and Yamuna are siblings of Suryaputra Shani, knowing the astro tips about shani

  • 24 જાન્યુઆરીએ શનિ રાશિ બદલશે, શનિદેવ માટે દર શનિવારે મંત્ર કરવો જોઇએ અને વાદળી ફૂલ અર્પણ કરવાં જોઇએ

Divyabhaskar.com

Jan 21, 2020, 09:02 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શુક્રવાર, 24 જાન્યુઆરીએ શનિનું રાશિ પરિવર્તન થશે. શનિ ધનથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. આ ગ્રહ આપણાં સારા-ખરાબ કર્મોનું ફળ પ્રદાન કરે છે.

શનિદેવના પિતા સૂર્યદેવ અને માતા છાયા છે. શનિના ભાઈ-બહેન યમરાજ, યમુના અને ભદ્રા છે. શનિના નાના ભાઈ યમરાજ મૃત્યુના દેવતા છે, યમુના નદીને પવિત્ર અને પાપ દૂર કરનારી માનવામાં આવે છે. ભદ્ર ક્રૂર સ્વભાવની માનવામાં આવે છે અને અશુભ ફળ પ્રદાન કરે છે. શનિદેવનો રંગ શ્યામ છે અને તેઓ વાદળી રંગના વસ્ત્ર ધારણ કરે છે. દર શનિવારે શનિ માટે ધ્યાન મંત્રનો જાપ કરવો જોઇએ. મંત્ર જાપ ઓછામાં ઓછી 108વાર કરવો જોઇએ.

મંત્રઃ-

नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजम्।
छायामार्तण्ड सम्भूतं तं नमामि शनैश्चरम्॥

  • શનિદેવનો જન્મ સૌરાષ્ટ ક્ષેત્રમાં શિંગણાપુર માનવામાં આવે છે. તેમની જન્મ તિથિ અમાસ છે. આ કારણે દરેક મહિનાની અમાસે શનિદેવનું વિશેષ પૂજન કરવામાં આવે છે.
  • શનિદેવે શિવજીને તેમના ગુરૂ બનાવ્યાં અને તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યાં હતાં. ત્યાર બાદ શનિને ન્યાયાધીશનું પદ મળ્યું હતું.
  • શનિદેવનો સ્વભાવ ક્રૂર, ગંભીર, તપસ્વી, મહાત્યાગી માનવામાં આવે છે. શનિદેવને કોણસ્થ, પિપ્પલાશ્રય, સૌરિ, શનૈશ્વર, કૃષ્ણ, રૌદ્રાન્તક, મંદ, પિંગળ અને બભ્રુ નામથી પણ ઓળખવામાં આવે છે.
  • હનુમાનજી, ભૈરવનાથ, બુધ અને રાહુને શનિદેવના મિત્ર માનવામાં આવે છે. માટે તેમની પૂજાથી શનિદોષ દૂર થઇ શકે છે.
  • શનિદેવની પ્રસન્નતા માટે કાળા રંગની વસ્તુઓ જેમ કે, કાળા કપડાં, તલ, અડદ, લોખંડનું દાન કરવું જોઇએ. શનિદેવને ગોળ, ખાટ્ટા પદાર્થ અને તેલ ચઢાવવાની પરંપરા છે.
  • શનિદેવની અશુભ અસરથી બચવા માટે ખરાબ કાર્યો કરવાથી બચવું જોઇએ. ક્યારેય કોઇ ગરીબનો અનાદર કરવો જોઇએ નહીં. માતા-પિતા અને અન્ય મોટાં લોકોનું સન્માન કરો. પ્રામાણિકતાથી કામ કરતાં રહેશો તો શનિના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે નહીં. જે લોકો ખોટાં કાર્યો કરે છે, તેમને શનિદેવની સાડાસાતી અને ઢૈય્યામાં બાધાઓનો સામનો કરવો પડી શકે છે.
X
Yamraj and Yamuna are siblings of Suryaputra Shani, knowing the astro tips about shani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી