પર્વ / 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિએ ઘરમાં સૂર્ય પ્રતિમા સ્થાપિત કરો, ગંગાજળ અર્પણ કરી વિધિવત પૂજા કરો

Worship of Lord Suryadev on Makar Sankranti

  • સંક્રાંતિએ સવારે જલ્દી ઊઠવું અને સૂર્યને જળ ચઢાવતી સમયે ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઇએ

Divyabhaskar.com

Jan 11, 2020, 03:18 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 15 જાન્યુઆરીએ સૂર્ય પૂજાનો પર્વ મકરસંક્રાંતિ છે. આ દિવસ પવિત્ર નદીઓમાં સ્નાન કરો અને સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનું મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે સૂર્ય પંચ દેવોમાંથી એક છે અને સાક્ષાત્ જોવા મળતાં દેવતાં છે. કોઇપણ શુભ કામમાં ગણેશજી, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્યની પૂજા કરવામાં આવે છે. મકરસંક્રાંતિએ સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે. સૂર્ય ધનથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષ માન્યતા પ્રમાણે, કુંડળીમાં સૂર્યની શુભ-અશુભ સ્થિતિના કારણે જ માન-સન્માન અને અપમાન મળે છે. અહીં જાણો મકરસંક્રાંતિએ સૂર્યપૂજા સાથે જોડાયેલી ખાસ વાતો...

  • જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ શુભ નથી, તેમણે મકર સંક્રાંતિએ સૂર્ય પ્રતિમા અથવા સૂર્ય યંત્રની સ્થાપના કરી પૂજા કરવી જોઇએ. સૂર્યના દોષ ઓછો થઇ શકે છે. સૂર્ય પ્રતિમા અને યંત્રની સ્થાપના માટે સંક્રાંતિએ સવારે જાગવું અને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને પ્રણામ કરો, અર્ધ્ય અર્પણ કરો.
  • સૂર્ય પ્રતિમા ઉપર ગંગાજળ અને ગાયનું દૂધ ચઢાવો. મૂર્તિનું વિધિપૂર્વક પૂજન કરો. પૂજામાં ફૂલ, ચોખા, કંકુ સહિત અન્ય પૂજા સામગ્રી ચઢાવો. પૂજામાં જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઇએ. મંત્ર - ૐ ધૃણિ સૂર્યાય નમઃ નો જાપ કરતાં રહો. મંત્રજાપ ઓછામાં ઓછો 108 વાર કરો. જાપ બાદ આ મૂર્તિ અને યંત્રની સ્થાપના ઘરના મંદિરમાં કરો. ત્યાર બાદ રોજ આ સૂર્યમંત્રની પૂજા કરવી જોઇએ.
  • મકરસંક્રાંતિએ સવારે જલ્દી જાગીને સ્નાન વગેરે કર્યા બાદ ઉગતા સૂર્યને તાંબાના લોટાથી અર્ધ્ય આપો. પાણીમાં કંકુ અને લાલ રંગના ફૂલ રાખો. જળ ચઢાવતી સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતાં રહેવું જોઇએ.
  • સંક્રાંતિએ દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ધર્મ શાસ્ત્રો પ્રમાણે આ દિવસે કરેલાં દાનનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ધાબળો, ગરમ વસ્ત્ર, ઘી, દાળ-ચોખાની ખીચડી વગેરેનું દાન કરો. ગરીબોને ભોજન કરાવશો તો વધારે શુભ રહેશે.
  • સંક્રાંતિએ સૂર્યપૂજા બાદ ૐ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહિ તન્નઃ સૂર્યઃ પ્રચોદયાત્ નો જાપ ઓછામાં ઓછો 5 માળા સુધી જાપ કરો. મંત્ર જાપથી માનસિક તણાવ દૂર થાય છે, મન શાંત થાય છે અને વિચારોમાં પોઝિટિવિટી વધે છે.
X
Worship of Lord Suryadev on Makar Sankranti

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી