પૂજા / દિવાળીએ સૂર્યાસ્ત બાદ 10 સરળ સ્ટેપ્સમાં લક્ષ્મીજીની પૂજા કરી શકો છો

worship Lakshmi in 10 simple steps after sunset

 • તાંબા અથવા ચાંદીના વાસણ, જળનો કળશ, વસ્ત્ર, ઘરેણાં સહિત લક્ષ્મી પૂજામાં કઇ-કઇ પૂજન સામગ્રી જરૂરી છે?

Divyabhaskar.com

Oct 27, 2019, 11:28 AM IST

ધર્મ ડેસ્કઃ દિવાળીએ રાતે યોગ્ય વિધિથી લક્ષ્મી પૂજા કરી લેવામાં આવે તો પૂજા જલ્દી સફળ થઇ શકે છે. લક્ષ્મી પૂજા માટે અનેક એવી વસ્તુઓ જણાવવામાં આવી છે, જે પૂજામાં જરૂર હોવી જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને ભાગવત કથાકાર પં.મનીષ શર્મા પ્રમાણે જાણો લક્ષ્મી પૂજા માટે જરૂરી વસ્તુ અને પૂજા માટે 10 સરળ સ્ટેપ્સ....

પૂજા માટે સામગ્રીઃ-

દેવી લક્ષ્મીની મૂર્તિ, પ્રતિમાને સ્નાન કરાવવા માટે તાંબા કે ચાંદીના વાસણ, તાંબાનો લોટો, જળનો કળશ, દૂધ, દેવ મૂર્તિને અર્પણ કરવા માટે વસ્ત્ર, ઘરેણાં, ચોખા, કંકુ, દીવો, તેલ, રૂ, ધૂપબત્તી, અષ્ટગંધ, ગુલાબ, કમળના ફૂલ, પ્રસાદ માટે ફળ, મીઠાઈ, નારિયેળ, પંચામૃત, સૂકો મેવો, ખાંડ, પાન, તમારી ઇચ્છા પ્રમાણે દક્ષિણા. આ વસ્તુઓ લક્ષ્મીપૂજામાં જરૂર રાખો.

શ્રીલક્ષ્મી પૂજાની સરળ વિધિ 10 સ્ટેપ્સમાંઃ-

 • પૂજા શરૂ કરતાં પહેલાં શ્રી ગણેશનું પૂજન કરો. ભગવાન ગણેશને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ગંધ, ફૂલ, ચોખા અર્પણ કરો.
 • ગણેશજી બાદ દેવી લક્ષ્મીજીની પૂજા શરૂ કરો. માતા લક્ષ્મીની ચાંદી, પારદ અથવા સ્ફટિકની પ્રતિમાનું પૂજન કરી શકો છો.
 • માતા લક્ષ્મીજીની મૂર્તિ તમારા પૂજા ઘરમાં સ્થાપિત કરો. મૂર્તિમા માતા લક્ષ્મીનું આવાહન કરો. આવાહન એટલે માતા લક્ષ્મીજીને આમંત્રિત કરો. લક્ષ્મીજીને તમારા ઘરે બોલાવો.
 • માતા લક્ષ્મીને તમારા ઘરમાં સન્માન સહિત સ્થાન આપો. એટલે આસન આપો. આ ભાવનાત્મક રૂપથી કરવું જોઇએ.
 • માતા લક્ષ્મીજીને સ્નાન કરાવો. સ્નાન પહેલાં જળથી પછી પંચામૃતથી અને ફરી જળથી કરાવવું જોઇએ.
 • માતા લક્ષ્મીજીને વસ્ત્ર અર્પણ કરો. વસ્ત્રો બાદ આભૂષણ પહેરાવો. ફૂલની માળા પહેરાવો, સુગંધિત અત્તર અર્પણ કરો. પ્રસાદ ચઢાવો.
 • કંકુથી તિલક કરો. હવે ધૂપ અને દીવો પ્રગટાવો. માતા લક્ષ્મીને ગુલાબ અને ક મળના ફૂલ વિશેષ પ્રિય છે. આ ફૂલ અર્પણ કરો.
 • બીલીપાન અને બીલી ફળ અર્પણ કરવાથી પણ મહાલક્ષ્મીની પ્રસન્નતા થાય છે. આ વસ્તુઓ પણ દેવીને અર્પણ કરી શકો છો. 11 અથવા 21 ચોખા અર્પણ કરો.
 • શ્રાદ્ધાનુસાર ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો. આરતી કરો.
 • આરતી બાદ પરિક્રમા કરો. મહાલક્ષ્મી પૂજામાં ॐ મહાલક્ષ્મયૈ નમઃ મંત્રનો જાપ કરતાં રહેવું જોઇએ.
X
worship Lakshmi in 10 simple steps after sunset
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી