વિનાયક ચોથ / શનિવારે શનિદેવ સાથે ગણેશજીની પણ પૂજા કરો, વિઘ્નહર્તાના 12 નામનો જાપ કરો

Worship Ganeshji on Saturday, chanting the 12 names of Vignaharta.

  • શનિદેવને વાદળી ફૂલ ચઢાવા જોઇએ અને ગણેશજીને દૂર્વા ચઢાવી

Divyabhaskar.com

Nov 29, 2019, 12:24 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શનિવાર, 30 નવેમ્બરે માગસર મહિનાના સુદ પક્ષની વિનાયક ચોથ છે. આ તિથિએ ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ય પં. મનીષ શરમા પ્રમાણે શનિવારે શનિદેવ માટે વિશેષ પૂજાપાઠ કરવામાં આવે છે. આ વખતે શનિવાર અને ચોથનું વ્રત હોવાથી આ દિવસે શનિદેવ સાથે ગણેશજીની પણ પૂજા કરવી જોઇએ.

આ રીતે ગણેશજીની પૂજા કરોઃ-

ચોથ તિથિએ સવારે જલ્દી ઊઠવું, સ્નાન કર્યાં બાદ સોના, ચાંદી, તાંબા, પીત્તળ અથવા માટીથી બનેલી ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી. ભગવાનને જનેઉ પહેરાવો. અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર વગેરે ચઢાવો. પૂજાનો દોરો, વસ્ત્ર અર્પણ કરો. ચોખા ચઢાવો. ગણેશજીનો મંત્ર બોલીને દૂર્વા ચઢાવો. લાડવાનો ભોગ ધરાવો. કપૂરથી ભગવાન શ્રીગણેશજીની આરતી કરો. પૂજા બાદ અન્ય ભક્તોમાં પ્રસાદ વહેંચો. સંભવ હોય તો બ્રાહ્મણોને ઘરે બોલાવીને ભોજન કરાવી દક્ષિણા આપો.

ગણેશજીના 12 નામનો જાપ કરોઃ-
ભગવાન ગણેશને દૂર્વા ચઢાવો અને મંત્રનો જાપ કરો. મંત્રઃ- ऊँ गणाधिपतयै नम:, ऊँ उमापुत्राय नम:, ऊँ विघ्ननाशनाय नम:, ऊँ विनायकाय नम:, ऊँ ईशपुत्राय नम:, ऊँ सर्वसिद्धप्रदाय नम:, ऊँ एकदन्ताय नम:, ऊँ इभवक्त्राय नम:, ऊँ मूषकवाहनाय नम:, ऊँ कुमारगुरवे नम:।

શનિદેવને વાદળી ફૂલ ચઢાવોઃ-
પં. શર્મા પ્રમાણે શનિદેવનું સ્વરૂપ વાદળી છે. શનિદેવને વાદળી વસ્ત્ર અને વાદળી ફૂલ અર્પણ કરવામાં આવે છે. શનિદેવ માટે તેલનું દાન કરી શકાય છે. પ્રાચીન સમયમાં શનિદેવ અને હનુમાનજી વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં શનિદેવ પરાજિત થયા હતાં. હનુમાનજીના પ્રહારોથી શનિદેવને પીડા થઇ રહી હતી. આ પીડાથી મુક્તિ માટે હનુમાનજીએ શનિદેવને શરીર ઉપર લગાવવા માટે તેલ આપ્યું હતું. તેલ લગાવતાં જ શનિદેવની પીડા દૂર થઇ ગઇ હતી. ત્યારથી શનિદેવને તેલ ચઢાવવાની પરંપરા ચાલી રહી છે.

X
Worship Ganeshji on Saturday, chanting the 12 names of Vignaharta.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી