મહત્વ / ગયા તીર્થને પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ માટે કેમ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે

Why the last pilgrimage is considered as the best for Pinddan, Shraddha and Tarapan

Divyabhaskar.com

Sep 21, 2019, 12:40 PM IST

ધર્મ ડેસ્કઃ પિંડદાન અને શ્રાદ્ધ માટે બિહારમાં સ્થિત ગયા તીર્થને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પિતૃપક્ષમાં અહીં પિંડદાન અને શ્રાદ્ધ માટે લોકોની ભીડ જોવા મળે છે. જે વ્યક્તિનું પિંડદાન અને શ્રાદ્ધ અહીં કરવામાં આવે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. ગયા તીર્થને તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન માટે આટલું મહત્ત્વ કેમ માનવામાં આવે છે તેની પાછળ એક ધાર્મિક કથા છે.

અખિલ ભારતીય જ્યોતિષ પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ આચાર્ય કૃષ્ણદત્ત શર્મા પ્રમાણે પ્રાચીનકાળમાં ગયાસુર નામનો એક શક્તિશાળી અસુર ભગવાન વિષ્ણુનો ખૂબ જ મોટો ભક્ત હતો. તેણે તેની તપસ્યાથી દેવતાઓને ચિંતિંત કર્યાં હતાં. તેની પ્રાર્થના સાંભળ્યા બાદ વિષ્ણુ અને અન્ય દેવતાઓ ગયાસુરની તપસ્યા ભંગ કરીને તેમની પાસે પહોંચ્યાં અને વરદાન માંગવા માટે કહ્યું. ગયાસુરે સ્વયંને દેવી-દેવતાઓથી પણ વધારે પવિત્ર થવાનું વરદાન માંગ્યું હતું.

વરદાન મળતાં જ સ્થિતિ એવી થઇ ગઇ કે, ગયાસુરના જોવાથી કે માત્ર સ્પર્શ કરવાથી ઘોર પાપી પણ સ્વર્ગમાં જવા લાગ્યાં હતાં. આ જોઇને ધર્મરાજ પણ ચિંતિત થઇ ગયાં હતાં. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે દેવતાઓએ છળપૂર્વક એક યજ્ઞના નામે ગયાસુરનું સંપૂર્ણ શરીર માંગી લીધું હતું. ગયાસુર તેનું શરીર આપવા માટે ઉત્તર દિશા તરફ પગ અને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને સૂઇ ગયો હતો.

ગયાસુરનું શરીર પાંચ કોસમાં ફેલાયેલું હતું એવી માન્યતા છે. એટલાં માટે તે પાંચ કોસના ભૂખંડનું નામ ગયા પડી ગયું હતું. ગયાસુરના પુણ્ય પ્રભાવથી જ તે સ્થાન તીર્થ સ્વરૂપે સ્થાપિત થઇ ગયું. ગયામાં પહેલાં વિવિધ નામોથી 360 યજ્ઞની વેદીઓ હતી. હાલ તેમાંથી માત્ર 48 વેદીઓ જ બચી છે. મોટાભાગે આ જ વેદીઓ પર વિષ્ણુપદ મંદિર, ફલ્ગુ નદીના કિનારે અક્ષયવટ પર પિંડદાન કરવું જરૂરી મનાય છે. આ સિવાય નૌકુટ, બ્રહ્યોની, વૈતરણી, મંગલાગૌરી, સીતાકુંડ, રામકુંડ, નાગકુંડ, પાંડુશિલા, રામશિલા, પ્રેતશિલા અને કાગબલિ વગેરે પણ પિંડદાનના મુખ્ય સ્થળ છે.

X
Why the last pilgrimage is considered as the best for Pinddan, Shraddha and Tarapan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી