જાણકારી / માગશર મહિનામાં શું કરવું અને શું નહીં, આ મહિનામાં સ્નાન અને શંખ પૂજાનું વિશેષ મહત્વ છે

Aghan Maas 2019: Dos and Don'ts in Margashirsha Month Shankh Puja And Nadi Snan In Aghan Maas

  • સ્કંદ પુરાણ પ્રમાણે આ મહિને કરવામાં આવેલ વ્રત અને ઉપવાસથી જ શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે

Divyabhaskar.com

Nov 26, 2019, 05:31 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- માગશર મહિનાનું શ્રીકૃષ્ણ અને વિષ્ણુ પૂજા માટે ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આ મહિનામાં શંખ પૂજા, નદી સ્નાન, દાન, ભજન-કિર્તન અને પૂજા-પાઠ કરવાનું વિશેષ મહત્વ છે. માગશર મહિનામાં શ્રીકૃષ્ણ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ સમાપ્ત થઈ જાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. તેની સાથે જ ભાગવત મહાપુરાણ અને વિષ્ણુ પુરાણ પ્રમાણે આ મહિને શું કરવું અને શું નહીં, આવી જ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ


શંખ પુજા અને તેનું મહત્વ-


પુરાણો પ્રમાણે વિધિ-વિધાનથી માગશર મહિનામાં શંખની પૂજા કરવી જોઈએ. જે પ્રમાણે બધા દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ, એવી જ રીતે શંખની પણ પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં સાધારણ શંખની પૂજા પણ પાંચજન્ય શંખની પૂજાનું જ ફળ પ્રદાન કરે છે.


પાંચજન્ય પૂજા મંત્ર-


त्वं पुरा सागरोत्पन्न विष्णुना विधृत: करे।
निर्मित: सर्वदेवैश्च पाञ्चजन्य नमोऽस्तु ते।
तव नादेन जीमूता वित्रसन्ति सुरासुरा:।
शशांकायुतदीप्ताभ पाञ्चजन्य नमोऽस्तु ते॥

શંખ પૂજાનું મહત્વ-


બધા વૈદિક કામોમાં શંખનું વિશેષ મહત્વ છે. શંખનું જળ બધાને પવિત્ર કરનારું માનવામાં આવે છે, તેને લીધે આરતી પછી શ્રદ્ધાળુઓ પર શંખથી જળ છંટવામાં આવે છે. સાથે જ શંખને લક્ષ્મીનું પણ પ્રતીક માનવામાં આવે છે, તેની પૂજા મહાલક્ષ્મીને પ્રસન્ન કરનારી માનવામાં આવે છે. તેને લીધે જે વ્યક્તિ નિયમિત રીતે શંખની પૂજા કરે છે, તેના ઘરમાં ક્યારેય ધનની ખોટ પડતી નથી.

એવું માનવામાં આવે છે સમુદ્ર મંથનના સમયે શંખ પણ પ્રગટ થયો હતો. વિષ્ણુ પુરાણમાં બતાવ્યું છે કે દેવી મહાલક્ષ્મી સમુદ્રની પુત્રી છે અને શંખને લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. આ કારણોસર જ શંખની પૂજા ભક્તોને બધા સુખ આપનારી માનવામાં આવે છે.

નદીમાં સ્નાન કરવાથી શ્રીકૃષ્ણની કૃપા મળે છે-

આ મહિનામાં નદી સ્નાનની ઘણી મહિમા બતાવી છે. શાસ્ત્રો પ્રમાણે જ્યારે ગોકુળમાં અસંખ્ય ગોપીઓએ શ્રીહરિને પ્રાપ્ત કરવા માટે ધ્યાન લગાવ્યું ત્યારે શ્રીકૃષ્ણએ માગશરર મહિનામાં વિધિપૂર્વક નદી સ્નાન કરવાની સલાહ આપી. તેમાં નિયમિત વિધિપૂર્વક સવારે સ્નાન કરીને ઈષ્ટદેવને પ્રણામ કરવાની પણ વાત કરવામાં આવી છે.


કેવી રીતે કરવું નદી સ્નાન કરવું?


માગશર મહિનામાં નદી સ્નાન માટે તુલસીના મૂળની માટી અને તુલસી પત્તાથી સ્નાન કરાવવું જોઈએ. સ્નાન કરતી વખતે ऊं नमो नारायणाय કે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.


માગશર મહિનામાં શું કરવું અને શું નહીં-


આ પૂરાં મહિનામાં જીરાનું સેવન ન કરવું જોઈએ.

માગશર મહિનામાં અન્નનું દાન કરવું સર્વશ્રેષ્ઠ પુણ્ય કર્મ માનવામાં આવે છે. એમ કરવાથી આપણા બધા પાપ નષ્ટ થઈ જાય છે. સાથે જ બધી કામનાઓ પૂરી થઈ શકે છે.

આ મહિનામાં નિયમપૂર્વક રહેવાથી સારું સ્વાસ્થ્ય તો પ્રાપ્ત થાય જ છે સાથે જ ધાર્મિક લાભ પણ પ્રાપ્ત થાય છે.

આ મહિનો શ્રીકૃષ્ણ અને ભગવાન વિષ્ણુને તુલસીપત્ર ચઢાવો.


માગશર મહિનાનું મહત્વ-


સ્કંદપુરાણ પ્રમાણે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાની કામના કરનાર શ્રદ્ધાળુઓને માગશર મહિનામાં વ્રત વગેરે કરવા જોઈએ. આ મહિનામાં કરવામાં આવેલ વ્રત- ઉપવાસથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે.

X
Aghan Maas 2019: Dos and Don'ts in Margashirsha Month Shankh Puja And Nadi Snan In Aghan Maas

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી