માન્યતા / રોજ સવારે સૂર્યોદયના સમયે પૂજા કરવી જોઈએ, મનને શાંતિ મળે છે

Hindu mythology worship must do in morning time

બપોરે 12 વાગ્યા પછી પિતૃઓ માટે પૂજા કરવામાં આવે છે

Divyabhaskar.com

Sep 26, 2019, 05:21 PM IST

ધર્મ ડેસ્ક- પૂજા-પાઠ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઝડપથી હકારાત્મક ફળ મળી શકે છે. પૂજા કર્મ માટે સવારનો સમય સારો માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બ્રહ્મને દેવતાઓનો સમય માનવામાં આવે છે. આ સમય જાગવાથી અને પૂજા કરવાથી મનને શાંતિ મળે છે. સવારે સૂર્યોદયના સમયે બધી દૈવીય શક્તિઓ જાગૃત થઈ જાય છે. જે પ્રકારે સૂર્યની પહેલી કિરણથી ફૂલ ખિલી ઊઠે છે, એ જ રીતે સવાર-સવારનની સૂર્યની કિરણો આપણા શરીર માટે ખૂબજ ફાયદાકારક હોય રહે છે. સવારના સમયે સૂર્યની કિરણો આપણી ત્વચાને લાભ પહોંચાડે છે, આ કિરણોથી ત્વચાની ચમક વધે છે. ધ્યાન રાખવું કે બપોરે 12 થી 4 વાગ્યોનો સમય પિતૃઓની પૂજા માટે શુભ માનવામાં આવે છે. આ સમયમાં ભગવાનની પૂજા કરવાનથી પૂરું શુભ ફળ પ્રાપ્ત થતું નથી.

સવારે પૂજા કરવાથી મનોવૈજ્ઞાનિક લાભ મળે છે-

પૂજા કરતી વખતે મન શાંત હોવું જોઈએ. એકાગ્રતા વગર કરવામાં આવેલી પૂજા સફળ નથી થઈ શકતી. સવારનો સમય પૂજા કરવા માટે શ્રેષ્ઠ છે, કારણ કે જાગ્યા પછી આપણું મન શાંત અને સ્થિર રહે છે. મગજમાં ગમેતેવી વાતો, નકામા વિચારો નથી ભમતાં. ભક્તિ માટે જરૂરી છે એકાગ્રતા. એકાગ્ર મનથી જ પૂજામાં ધ્યાન લગાવવું જોઈએ. દિવસના સમયે આપણા મગજમાં અનેક પ્રકારના વિચારો ચાલતા રહેતાં હોય છે અને મન એક જગ્યાએ ટકી નથી શકતું. ભટકતા મન સાથે પૂજા ન કરવી જોઈએ. એટલા માટે સવાર-સવારનો સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.


સવારે વહેલાં ઊઠવાના અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે-

સવારે વહેલાં જાગવાથી માનસિક શક્તિ વધે છે, જેનાથી દિવસભર ઊર્જા જળવાઈ રહે છે. સવારે વહેલા જાગવાથી સ્વાસ્થ્યલાભ મળે છે. ત્વચાની ચમક વધે છે, પેટ સાથે જોડાયેલી બીમારીઓથી બચાવ થાય છે. સવારે પૂજામાં કરેલાં ધ્યાનથી મગજ ઝડપથી ચાલે છે, તણાવ આપણી ઉપર હાવી નથી થઈ શકતો. મન શાંત હોય તો આપણે પરેશાનીઓનો આસાનીથી મુકાબલો કરી શકીએ છીએ.

X
Hindu mythology worship must do in morning time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી