વિવાહ પંચમી / આ દિવસે શ્રીરામ-સીતાના લગ્ન કરાવવાથી લગ્ન જીવન સુખી બને છે, ગ્રહ-નક્ષત્રોની સ્થિતિથી આખો દિવસ શુભ યોગ બનશે

Vivah Panchami on 1 December

  • માગસર મહિનાના સુદ પક્ષની પંચમી તિથિએ શ્રીરામ-સીતાના લગ્ન કરાવવાથી ચિંતા અને મુશ્કેલીઓ દૂર થાય છે.

Divyabhaskar.com

Nov 29, 2019, 03:16 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શ્રીરામ-સીતાના લગ્નનો મહાપર્વ વિવાહ પંચમી 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ગ્રહ-નક્ષત્રની વિશેષ સ્થિતિથી શુભ યોગ બની રહ્યાં છે. આ દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્ર સાથે મકર રાશિમાં, સૂર્ય વૃશ્ચિક રાશિમાં, ગુરૂ ધન રાશિમાં, રાહુ મિથુન રાશિમાં રહેશે. જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી પ્રમાણે રવિવારે ગોચર એટલે આકાશ મંડળમાં સ્વરાશિ સ્થિત બૃહસ્પતિ તથા ચંદ્રથી એકાદશ સૂર્ય લાભ ભાવમાં હોવાથી આ મુહૂર્તની શુદ્ધતા વધારશે. ત્યાં જ, ચંદ્રનું તેના જ નક્ષત્ર શ્રવણમાં હોવું શુભ છે. શુભ ગ્રહોની પ્રધાનતા હોવાના કારણે આ દિવસ માંગલિક કાર્યો માટે સર્વશ્રેષ્ઠ રહેશે.

3 શુભયોગમાં સૂર્યોદય થશેઃ-
રવિવારે સૂર્ય-ચંદ્રની સ્થિતિથી વૃદ્ધિ અને રવિયોગ બની રહ્યા છે. ત્યાં જ, તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી સવારે લગભગ 10 વાગ્યા સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આ શુભયોગમાં સૂર્યોદય હોવાથી માંગલિક કાર્યો માટે આખો દિવસ શ્રેષ્ઠ રહેશે. પૂર્ણ તિથિ હોવાથી માંગલિક કાર્યો પૂર્ણ થશે.

આ તિથિ અંક જ્યોતિષમાં શુભ છેઃ-
અંક જ્યોતિષમાં પણ આ તિથિ ખૂબ જ શુભ છે. રવિવારનો મૂળાંક 1 સૂર્યદેવનો અંક છે. દિવસ અને અંકનો શુભ સંયોગ બનવાથી બધા મુહૂર્તમાં સૂર્યનો પ્રભાવ રહેશે. આ દિવસે કરેલું કાર્ય શુભફળ આપશે. પ્રભુ શ્રીરામ ચેતનાના પ્રતીક છે અને માતા સીતા શક્તિના પ્રતીક છે. ચેતના અને પ્રકૃતિના મિલનથી આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બને છે. આ દિવસે ભગવાન રામ અને માતા સીતાના લગ્ન કરવા શુભ મનાય છે.

શ્રીરામ-સીતાના લગ્ન કરાવવાથી મુશ્કેલીઓ અને ચિંતાઓ દૂર થાય છેઃ-
પં. દ્વિવેદી પ્રમાણે જેના લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી હોય અને જે દંપતિઓના જીવનમાં પરેશાની ચાલી રહી હોય, તેમણે પંચમીએ શ્રીરામ અને માતા સીતાના લગ્ન કરાવવા જોઇએ. આ દિવસે રામચરિત માનસ અને બાલકાંડમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન પ્રસંગનો પાઠ કરવો શુભ મનાય છે. સીતા સ્વયંવરમાં પ્રભુ શ્રીરામે શિવ ધનુષને તોડ્યું હતું. ત્યાર બાદ રાજા જનકે અયોધ્યામાં તેમના દૂત મોકલ્યા હતાં અને રાજા દશરથને લગ્નમાં જાન લઇને આવવા નિમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદ પંચમીના દિવસે પ્રભુ શ્રીરામ અને માતા સીતાના લગ્ન થયાં હતાં.

X
Vivah Panchami on 1 December

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી