વ્રત / ભાઇની ભલાઇ ઇચ્છતી બહેનનું વ્રત એટલે વીરપસલી, શ્રાવણી પૂનમના આગલા રવિવારે કરાતુ વ્રત

Vir Pasali vrat is observed during Shravan Poornima

  • આ વ્રત કરીને બહેન પોતાના ભાઇનું કલ્યાણ, દીર્ઘાયુ ઇચ્છે છે
  • ભાઇ યશસ્વી બની જગતમાં દીપકની જેમ ઝળહળે તેવી ઉમદા ભાવનાથી બહેન આ વ્રત કરે છે

Divyabhaskar.com

Aug 10, 2019, 10:56 AM IST

ધર્મ ડેસ્ક. મહિમાની શ્રેણીમાં આજ આપણે વાત કરીશું વીરપસલી વ્રતની. પવિત્ર શ્રાવણ માસમાં ભાઇ-બહેનના સંબંધોને ઉજાગર કરતું ‘વીરપસલી’ વ્રત આવે છે. શ્રાવણી પૂનમ એટલ કે રક્ષાબંધનના આગલા રવિવારે દિવસે વીરપસલી વ્રત કરવામાં આવે છે. આ વ્રત વહાલી બહેન ભાઇના ભલા માટે કરે છે. બહેનના દિલમાં હંમેશાં ભાઇનું હિત વસેલું હોય છે. બહેન પોતાના ભાઇનું કલ્યાણ અનેદીર્ઘાયુ છે. ભાઇ યશસ્વી બની જગતમાં દીપકની જમ ઝળે હળે તેવી ભાવનાથી બહેન આ વ્રત કરે છે.

તના દિવસે સ્નાન કરી બહેન ઘરમાં ઇષ્ટદેવનું સ્થાપન કરે છે. ઘીનો દીવો પ્રગટાવી, કરબદ્ધ, શુદ્ધ ભાવથી ભાઇનું સદૈવ ભલું થાય તેવી ઇષ્ટદેવનેપ્રાર્થના કરે છે. પૂજા બાદ બહેન ભાઇ પાસે આવી તેના જમણા હાથ રક્ષાસૂત્ર બાંધી ઓવારણાં લઇ આશીર્વાદ આપ છે. ત્યારબાદ તે ભાઇ પાસે ખોબામાં સમાય એટલું અનાજ માંગે છે. ભાઇ પણ પોતાની બહેનના શુદ્ધ ભાવની કદર કરી, પોતાનો ખોબો ભરીને અનાજની ભેટ (પસલી) હસતામુખ આપે છે.

ભાઇ તરફથી મળેલી ખોબા અનાજની ભેટ વ્રતના દિવસે બહેન સ્વહસ્તે રાંધી રસોઇ બનાવે છે અને તે ભાઇને પ્રેમપૂર્વક જમાડે છે અને પોતે પણ એકટાણું કરે છે. બહેનના હાથે ભરપટ જમ્યા પછી ભાઇ બહેન પર અતિ પ્રસન્ન થાય છે. પોતાની ભલાઇ ઇચ્છતી બહેનની ભાઇ પણ કદર કરે છે. બહેનના આ નિ:સ્વાર્થભાવથી પોતાની બહેનના માથા પર ઇષ્ટદેવની સાક્ષીએ હાથ મૂકીને, બહેનના સૌભાગ્યની રક્ષા માટે, તેના સુખ માટે અને સમૃદ્ધિ માટે સદાય તત્પર રહેવા માટે વચનબદ્ધ બને છે.

દર વર્ષે આવી ભાવના સાથ બે હેન વીરપસલી વ્રત કરે છે અને ભાઇ બહેનને રક્ષા કરે છે. ભાઇ-બહેનનો સ્નેહસભર સંબંધ વીરપસલીના વ્રત થકી મજબૂત બને છે. આના થકી ભાઇ-બહેનના પરસ્પરના મીઠાં સંબંધો દીપી ઊઠે છે. બહેન આજીવન વીરપસલી વ્રત કરે છે માટે આ વ્રતનું કોઇ જ ઊજવણું કરવામાં આવતું નથી. ઊજવણું એ વ્રત સમાપ્તિનું પ્રતીક છે. વીરપસલી વ્રત આજીવન છે.

(સોર્સઃ સુરેશ પ્રજાપતિ)

X
Vir Pasali vrat is observed during Shravan Poornima
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી