વ્રત-ઉપવાસ / વિનાયક ચતુર્થી આજે, આ વ્રત કરવાથી મનોવાંછિત ફળ મળે છે

Divyabhaskar.com

Jun 06, 2019, 10:49 AM IST
vinayak chaturthi 6 June 2019

ધર્મ ડેસ્ક: વિનાયક ચતુર્થીના દિવસે લોકો પોતાની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરે છે. આ દિવસે લોકો વ્રત કરે છે અને સાંજે ગણેશજીની પૂજા કરે છે.


દરેક મહિનામાં બે ચતુર્થી હોય છે


હિન્દુ પંચાંગમાં દરેક મહિને બે ચતુર્થી હોય છે. પૂર્ણિમાં પછી કૃષ્ણપક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. અમાસ પછી આવતી ચુતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. એક વર્ષમાં 12થી 13 વિનાયક ચતુર્થી હોય છે.


પૂજા વિધિ


શ્રદ્ધાળુઓ વહેલા ઊઠીને ભગવાન ગણેશજીની પૂજા કરે છે અને વ્રત રાખે છે. સાંજના સમયે તાજા ફૂલથી ગણેજીની પ્રતિમાને શણગારે છે. ચંદ્ર દર્શન પછી પૂજા કરાય છે અને વ્રત કથા વંચાય છે. ત્યાર પછી વિનાયક ચતુર્થીનું વ્રત પૂર્ણ થાય છે.


વિનાયક ચતુર્થીનું મહત્વ


વિનાયક ચુતુર્થીને વરદ વિનાયક ચતુર્થીના નામે ઓળખવામાં આવે છે. જે શ્રદ્ધાળુઓ વિનાયક ચતુર્થીનો ઉપવાસ કરે છે તેમને ગણેશજી જ્ઞાન અને ધૈર્યના આશીર્વાદ આપે છે. જીવનમાં આ ગુણવાળી વ્યક્તિ પ્રગતિ કરે છે અને ધારેલું ફળ મેળવે છે.

X
vinayak chaturthi 6 June 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી