માન્યતા અને વિજ્ઞાન / શ્રાવણ માસમાં મહેંદી લગાવવાથી તણાવ અને માથાના દુઃખાવાથી રાહત મળે છે

use mehndi in Sawan month, it gives relief in headache

Divyabhaskar.com

Aug 07, 2019, 11:55 AM IST

ધર્મ ડેસ્ક. શ્રાવણ મહિનો એ પ્રકૃતિની સુંદરતાનો અને શ્રદ્ધા ભક્તિનો મહિનો છે. શાસ્ત્રોમાં મહિલાઓને પ્રકૃતિનું સ્વરૂપ પણ માનવામાં આવ્યું છે. આ ઋતુમાં વરસાદ વરસતાં પ્રકૃતિ પણ ખીલી ઊઠે છે અને સર્વત્ર હરિયાળી જોવા મળે છે. આવી સ્થિતિમાં મહિલાઓ પણ પ્રકૃતિ સાથે એક થવા માટે મહેંદી લગાવે છે. સદીઓથી ભારતમાં મહેંદી લગાવવાની પ્રથા ચાલી આવે છે. દેશના લગભગ દરેક રાજ્યમાં મહેંદી લગાવવાનો રિવાજ છે. મહેંદી પૂજા સામગ્રી તરીકે પણ વપરાય છે. ધાર્મિક મહત્વ હોવા ઉપરાંત મહેંદી લગાવવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે.

શરીરમાંથી ગરમી ઓછી થાય છે

શ્રાવણ વરસાદનો મહિનો પણ ગણાય છે, આ મહિનામાં ઘણી બીમારીઓ ફેલાતી હોય છે. આયુર્વેદમાં લીલો રંગ અનેક રોગોથી બચવા માટે અસરકારક માનવામાં આવે છે. મહેંદીની સુગંધ અને ઠંડક પણ તાણ ઘટાડે છે. આ જ કારણ છે કે, મહેંદી લગાવવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઠંડીને કારણે શરીરમાં વધતી ગરમીને ઓછી કરવા માટે મહેંદીનો ઉપયોગ થાય છે. હાથ-પગના તળા પર મહેંદી લગાવવાથી શરીરની ગરમી ઓછી થાય છે. મહેંદીમાં ઘણી ઔષધીય ગુણ પણ હોય છે. મહેંદીની ઠંડક તણાવ, માથાનો દુખાવો અને તાવથી રાહત આપે છે. મેંદી લગાવવાથી ત્વચા સંબંધિત અનેક રોગો દૂર થાય છે. સાથે ત્વચાની શુષ્કતા પણ દૂર થાય છે.

ધાર્મિક મહત્ત્વ

શ્રાવણમાં તીજ પર્વ પણ યોજવામાં આવે છે. આ મહિનાથી મહિલાઓ માટે ઉપવાસ અને વિવિધ પ્રકારની પૂજા શરૂ થાય છે. આવું કરવાથી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને ઘરે સમૃદ્ધિ લાવે છે. શાસ્ત્રો અનુસાર મહિલાઓએ તીજ-તહેવાર અને ઉપવાસ પર સોળ શણગાર સજવા જરૂરી માનવામાં આવે છે. એટલે કે, સારા નસીબની વસ્તુઓ પહેરવી જરૂરી માનવામાં આવે છે. મહેંદી એ સ્ત્રીઓના ભાગ્યશાળી ઘટકોમાંનું એક માનવામાં આવે છે. આથી શ્રવણ મહિનામાં મહેંદી લગાવવામાં આવે છે.

X
use mehndi in Sawan month, it gives relief in headache
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી