લાભ પાંચમ / આ પર્વ માનવ જીવનમાં સૌભાગ્ય પ્રાપ્તિ, ઇચ્છા પૂર્તિ અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે

Tradition of Ganesh worship and Shopping Is On This Day

  • આ દિવસે ગણેશજી અને ભગવાન શિવની પૂજા સાથે માંગલિક કાર્યો માટે ખરીદીની પણ પરંપરા છે.

Divyabhaskar.com

Oct 30, 2019, 10:07 AM IST

ધર્મ ડેસ્કઃ કારતક મહિનામાં સુદ પક્ષની પાંચમને સૌભાગ્ય પંચમી કહેવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ 1 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. સૌભાગ્ય પંચમી માનવ જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી બધી જ સાંસારિક કામનાઓ પૂર્ણ થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે ગણેશજી અને ભગવાન શિવની પૂજા કરવાથી બધા વિઘ્નોનો નાશ થાય છે અને કારોબારમાં સમૃદ્ધિ તથા પ્રગતિ થાય છે. સૌભાગ્ય પંચમી પર્વ સુખ-શાંતિ અને ખુશહાલ જીવનની ઇચ્છાને પૂર્ણ કરવાની ભરપૂર ઊર્જા પ્રાપ્ત કરવાનો શુભ અવસર છે.

ઇચ્છા પૂર્તિનો પર્વઃ-
સૌભાગ્ય પંચમી શુભ અને લાભની કામના સાથે ભગવાન ગણેશનું સ્મરણ કરીને ઉજવવામાં આવે છે. કારતત સુદની પાંચમ સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેને ઇચ્છાઓની પૂર્તિનો પર્વ પણ કહેવામાં આવે છે. થોડી જગ્યાએ દિવાળીના દિવસે નવા વર્ષની શરૂઆત થાય છે અને સૌભાગ્ય પંચમીએ વેપાર તથા કારોબારમાં ઉન્નતિ અને વિસ્તાર માટે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કઇ રીતે પૂજા કરવીઃ-
સૌભાગ્ય પંચમીએ સવારે સ્નાન બાદથી સૂર્યને જળ અર્પણ કરવું જોઇએ. ત્યાર બાદ શુભ મુહૂર્તમાં ભગવાન શિવ અને ગણેશની પ્રતિમાઓની પૂજા કરવી જોઇએ. બની શકે તો સોપારી ઉપર મોલી લપેટીને ચોખાના અષ્ટદળ પર શ્રીગણેશજી સ્વરૂપમાં વિરાજિત કરો. ચંદન, સિંદૂર, ચોખા, ફૂલ, દૂર્વાથી ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ ભગવાન શિવને ભસ્મ, બીલીપાન, ધતૂરો, સફેદ વસ્ત્ર વગેરે અર્પણ કરવાં જોઇએ. ગણેશજીને મોદર અને શિવજીને અન્ય સફેદ પકવાનોનો ભોગ ધરાવો જોઇએ.

મહત્ત્વઃ-
લાભ પાંચમે વેપારી નવા કામની શરૂઆત કરે છે. ઘરમાં આકર્ણક રોશની સાથે મોડી રાત સુધી ફટાકડા ફોડવામાં આવે છે. લાભ પાંચમએ અબૂઝ મુહૂર્ત હોવાના કારણે બજારમાં ખરીદી પણ થાય છે. આ અવસરે લગ્ન અને અન્ય માંગલિક કામોની ખરીદી કરવાની પરંપરા પણ છે. સૌભાગ્ય પંચમી જીવનમાં સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ કરે છે.

સૌભાગ્ય પંચમીએ ભગવાન શ્રીગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કાર્યક્ષેત્ર, નોકરી અને કારોબારમાં ઉન્નતિ થાય છે અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે ગણેશજી સાથે ભગવાન શિવનું સ્મરણ કરવું શુભફળદાયી હોય છે. સુખ-સૌભાગ્ય અને મંગળ કામનાને લઇને કરવામાં આવતું સૌભાગ્ય પંચમી વ્રત બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. આ દિવસ ભગવાનના દર્શન અને પૂજા કરવાની સાથે વ્રત પણ કરવામાં આવે છે અને કથા સાંભળવામાં આવે છે.

X
Tradition of Ganesh worship and Shopping Is On This Day
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી