દિવાળી / આખું વર્ષ લક્ષ્મી કૃપા મેળવવા, પૂજામાં પ્રસાદ અને ફળ-ફૂલ સાથે આ 7 વસ્તુઓનો પણ સમાવેશ કરો

To receive Lakshmi grace throughout the year include these 7 things

  • દેવી લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવો, ઘરના દ્વાર પાસે તોરણ પણ લગાવો અને પૂજામાં શેરડી પણ રાખો

Divyabhaskar.com

Oct 27, 2019, 11:01 AM IST

ધર્મ ડેસ્કઃ રવિવાર, 27 ઓક્ટોબરે દિવાળીએ લક્ષ્મી પૂજામાં સામાન્ય પૂજા સામગ્રી દીવો, પ્રસાદ, કંકુ, ફળ-ફૂલ વગેરે વસ્તુઓ રાખો. સાથે થોડી અન્ય વસ્તુઓ પણ છે જેને પૂજામાં જરૂર રાખવી જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે પૂજામાં આ વસ્તુઓ પણ રાખવામાં આવે તો લક્ષ્મીજીની પ્રસન્નતા જલ્દી પ્રાપ્ત થઇ શકે છે.

  • ખીર- દિવાળીએ લક્ષ્મી પૂજામાં મીઠાઈની સાથે જ ઘરે બનેલી ખીર પણ રાખવી જોઇએ. ખીર લક્ષ્મીનું પ્રિય વ્યંજન છે. માટે ભોગ તરીકે ખીર જરૂર રાખો.
  • તોરણ- આસોપાલવ, પીપળા અને આંબાના નવા કોમળ પાનની માળાને તોરણ કહેવામાં આવે છે. તેને મુખ્ય દ્વાર પર બાંધવા જોઇએ. માન્યતા છે કે, બધા દેવી-દેવતા આ પાનની સુગંધથી આકર્ષિત થઇને ઘરમાં પ્રવેશ કરે છે. તોરણમાં રહેલાં આ પાનથી મુખ્ય દ્વારની આસપાસની નકારાત્મક ઊર્જા પણ સક્રિય થઇ શકતી નથી. ઘરમાં પોઝિટિવ ઊર્જા પ્રવેશ કરે છે.
  • પીળી કોડી- પૂજામાં પીળી કોડી રાખવાની પરંપરા છે. આ પીળી કોડી ધન અને શ્રી એટલે લક્ષ્મીનું પ્રતીક છે. પૂજા બાદ આ કોડીને તિજોરીમાં રાખવાની પરંપરા છે.
  • પાન- પાન ખાવાથી આપણાં પેટની શુદ્ધિ થાય છે, પાચન તંત્રને મદદ મળે છે. ઠીક તેવી જ રીતે પૂજા સમયે પાન રાખવાથી ઘરની શુદ્ધિ થાય છે અને વાતાવરણ પોઝિટિવ અને પવિત્ર બને છે.
  • પતાશા અથવા ગોળ- લક્ષ્મી પૂજા બાદ ગોળ-પતાશાનું દાન કરવાની પરંપરા છે. આ દાનથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. આ કારણે પ્રસાદ સ્વરૂપે પતાશા ભગવાનને અર્પણ કરવામાં આવે છે. પૂજા બાદ પ્રસાદ તરીકે પતાશા અથવા મીઠાઈ અન્ય લોકોને વેચવામાં આવે છે.
  • શેરડી- મહાલક્ષ્મીનું એક રૂપ ગજલક્ષ્મી પણ છે અને આ સ્વરૂપમાં તેઓ ઐરાવત હાથી પર સવાર જોવા મળે છે. લક્ષ્મીને ઐરાવત હાથીની પ્રિય ખાદ્ય-સામગ્રી શેરડી છે. પૂજામાં શેરડી રાખવાથી ઐરાવત પ્રસન્ન રહે છે અને ઐરાવતની પ્રસન્નતાથી મહાલક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે. પૂજા પૂર્ણ થયા બાદ પ્રસાદ તરીકે શેરડીનું સેવન પણ કરવામાં આવે છે.
  • જુવાર- દિવાળીએ જુવાર રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે, બધા દેવી-દેવતા સાથે માતા અન્નપૂર્ણાની કૃપા પણ પ્રાપ્ત થાય છે. અન્નપૂર્ણા અને લક્ષ્મીજીની કૃપાથી ઘરમાં કોઇપણ પ્રકારના અનાજની કમી આવતી નથી.
X
To receive Lakshmi grace throughout the year include these 7 things
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી