પર્વ / ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા શ્રાદ્ધપક્ષની આઠમે હાથી પર સવાર લક્ષ્મીની પૂજા કરો

To enhance happiness and prosperity in the house, worship of Lakshmiji riding elephant on elephant on the eighth day of worship

  • દેવીના ગજલક્ષ્મી સ્વરૂપની પૂજામાં માટીનો અથવા ચાંદીનો હાથી પણ રાખવો જોઇએ

Divyabhaskar.com

Sep 21, 2019, 03:20 PM IST

ધર્મ ડેસ્કઃ પિતૃપક્ષની દરેક તિથિઓનું અલગ-અલગ મહત્ત્વ છે. મૃત વ્યક્તિનાં મૃત્યુ તિથિ પ્રમાણે આ દિવસોમાં શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. રવિવાર, 22 સપ્ટેમ્બરે પિતૃપક્ષની આઠમની તિથિ છે. આ દિવસે તર્પણ વગેરે કર્મોની સાથે જ દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ તિથિએ દેવી લક્ષ્મીના ગજલક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે.

આઠમની તિથિએ સોનું-ચાંદી ખરીદવાની પરંપરા છેઃ-

આ તિથિએ ચાંદીનો અથવા સોનાનો નાનો હાથી ખરીદવાની પરંપરા છે. થોડાં લોકો આ દિવસે ઘરેણાં પણ ખરીદે છે. આ તિથિએ ખરીદેલાં હાથીની પૂજા દેવી લક્ષ્મીજીની સાથે કરવામાં આવે છે. પિતૃપક્ષની આઠમ તિથિએ લક્ષ્મીપૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે તેવી માન્યતા છે. ધન સંબંધી કાર્યોમાં હકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે. આ તિથિએ લોકો લગ્ન વગેરે શુભ કાર્યો માટે ઘરેણાં પણ ખરીદે છે.

આ વિધિ દ્વારા ગજલક્ષ્મીની પૂજા કરોઃ-

આઠમની તિથિએ સવારે તર્પણ વગેરે પુણ્ય કર્મ કરવાં જોઇએ. દાન પણ કરવું. ગાયને ઘાસ ખવડાવવું જોઇએ. આ દિવસે સૂર્યાસ્ત બાદ સ્નાન કરવું અને ઘરના મંદિરમાં એક ચૌકી પર લાલ કપડું પાથરવું. કપડાં ઉપર કેસર દ્વારા અષ્ટદળ બનાવવું. તેના પર ચોખા રાખવાં. ત્યાર બાદ ચોખા ઉપર જળથી ભરેલો કળશ રાખવો.

કળશ પાસે જ ગજલક્ષ્મી સ્વરૂપ અને વિષ્ણુજીની પ્રતિમા સ્થાપિત કરવી. તેની સાથે જ ચાંદી અથવા માટીથી બનેલાં હાથીની મૂર્તિ પણ રાખવી. દેવી માં અને હાથીનો શ્રૃંગાર કરવો. પૂજામાં શ્રીયંત્ર પણ રાખવું. ભગવાન વિષ્ણુની સાથે જ દેવીનો દક્ષિણાવર્તી શંખ દ્વારા અભિષેક કરવો. કમળનું ફૂલ અર્પણ કરવું. દેવીને અને હાથીને કંકુ, ચોખા અને ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરવી. કપૂર અને દીવો પ્રગટાવીને આરતી કરવી. પ્રસાદ અર્પણ કરવો. છેલ્લે પૂજામાં થયેલી ભૂલોની માફી પણ માંગવી. ત્યાર બાદ પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચવો.

X
To enhance happiness and prosperity in the house, worship of Lakshmiji riding elephant on elephant on the eighth day of worship
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી