પર્વ / મહા મહિનાની પૂનમઃ આ તિથિ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વપૂર્ણ છે

The full moon of Magh month is important from religious and spiritual point of view

  • બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે માઘ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે

Divyabhaskar.com

Feb 09, 2020, 07:00 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ આખા વર્ષની પૂનમના સ્નાનમાં મહા મહિનાની પૂનમના દિવસે કરવામાં આવતાં સ્નાનને ઉત્તમ જણાવવામાં આવ્યું છે. કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના જ્યોતિષચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે 27 નક્ષત્રોમાં માઘ નક્ષત્રના નામથી માઘ પૂર્ણિમાની ઉત્પત્તિ થઇ હતી. આ તિથિનું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિથી વિશેષ મહત્ત્વ છે. આ વખતે મહા મહિનાની પૂનમ 9 ફેબ્રુઆરી, રવિવારે છે.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં માઘ પૂનમઃ-
માઘી પૂનમના દિવસે સ્નાન અને દાનનું ખાસ મહત્ત્વ છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે માઘ પૂનમના દિવસે સ્વંય ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે. આ દિવસે જે પણ શ્રદ્ધાળુ ગંગામાં સ્નાન કરે છે. ત્યાર બાદ જાપ અને દાન કરે છે તેમને સાંસારિક બંધનોથી મુક્તિ મળે છે. ગ્રંથોમાં આ મહિનાને ભગવાન ભાસ્કર અને શ્રીહરિ વિષ્ણુનો મહિનો બતાવવામાં આવ્યો છે.

પંડિત મિશ્રા પ્રમાણે જો આખા મહિનામાં સ્નાન કરી શકીએ નહીં તો મહા પૂનમના દિવસે સ્નાન કરવું જરૂરી છે. તેનાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા બની રહે છે. રવિવારે શ્રદ્ધાળુ સૂર્યોદય સાથે તીર્થ સ્થાનો ઉપર નદીઓમાં સ્નાન કરશે.

સ્નાન બાદ સૂર્યને અર્ધ્યઃ-
જ્યોતિષાચાર્ય મિશ્રાએ જણાવ્યું કે, પૂર્ણિમા તિથિ 8 ફેબ્રુઆરીએ સાંજે લગભગ 4 વાગ્યાથી શરૂ થશે અને રવિવારે બપોરે 1 વાગ્યા સુધી રહેશે. આ મુહૂર્તમાં ગંગા સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. જે ગંગા તીર્થ જઇ શકે નહીં તેમણે નાહવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકે છે.

આ પર્વ પર સ્નાન બાદ ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્ર બોલીને ભગવાન સૂર્યને અર્ધ્ય આપવું જોઇએ. પં. મિશ્રા પ્રમાણે આ દિવસે ગંગા સ્નાન અને ગૌદાન, તલ, ગોળ અને ધાબળાનું વિશેષ મહત્ત્વ છે.

X
The full moon of Magh month is important from religious and spiritual point of view
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી