સદવાણી / આધ્યાત્મિક માર્ગ પર હોવાનો અર્થ આરામ મેળવવાનો નથી, જીવનને ઝડપ બનાવવાનો છે

spiritual path of Living: Sadguru Jaggi Vasudev

Divyabhaskar.com

Aug 16, 2019, 12:20 PM IST

ધર્મ ડેસ્ક (સદગુરુ જગ્ગી વાસુદેવ). એકવાર તમે આધ્યાત્મિક માર્ગ પર સક્રિય થઈ જાઓ પછી, કેટલાક મૂર્ખ લોકો તમને કહેશે, ‘બધું બરાબર થઈ જશે.’ આધ્યાત્મિક માર્ગ પર રહેવં એટલે બધું બરાબર થઇ જ જાય એવું નથી. જો તમે દરેક બાબત ઠીકઠાક કરવા માગતા હો, તો તમારે પ્રત્યેક બાબત ને મઠારવી પડશે. તેમ છતાં થોડું બરાબર થશે, બધું નહીં. આધ્યાત્મિક માર્ગ પર હોવાનો અર્થ આરામ મેળવવો નથી, પણ તમારા જીવનને ઝડપથી આગળ વધારવાનો છે. તેથી, તમે કલ્પના કરી હોય તેના કરતા વધ વધઘટ તમારા જીવનમાં થઈશકે છે.

દસ વર્ષમાં જે બનવું જોઈએ, એ બે મહિનામાં થશે. તમારી પાસે હિંમત, ક્ષમતા અને જીવનમાં સ્થિરતા છે કે કેમ તે પ્રશ્ન છે. જો તમે આરામની શોધમાં હો તો તમારે આધ્યાત્મિક માર્ગ પર તમારે આગળ ન વધવું જોઈએ. જો તમે ઉત્ક્રાંતિની ઝડપે ચાલવા માગતા હો, તો ઘણો સમય લાગશે. બધું કોઈક રીતે વિકસી
જશે, પણ એમાં કેટલો સમય લાગશે એ કોઇ નથી જાણતું. આધ્યાત્મિક બનવું એટલે આપણે ઉત્ક્રાંતિ પ્રક્રિયાને હરાવવા માગીએ છીએ. આપણી પાસે
ઉત્ક્રાંતિની ગતિએ આગળ વધવાની ધીરજ નથી, આપણે ઘણું વધારે ઝડપથી જવા માગીએ છીએ.

એકવાર તમે ગતિ ઇચ્છશો, તો તમે સ્થિર નહીં થાવ અને મશુ્કેલીને નોતરશો. સાધનાથી એક તરફ સ્થિરતા ઉત્પન્ન થાય છે અને બીજી બાજુ તે ગતિ ઉત્પન્ન કરે છે. જો તમે ખૂબ ઝડપી હો તો પછી તે રોલરકોસ્ટર સવારી જેવું લાગે છે. રોલરકોસ્ટર તમને નિયત્રંણ બહાર હોવાનો અહેસાસ આપે છે. પરંતુ ખરેખર, તે એકદમ સલામત છે કારણ કે તે પાટા પર લોક છે જેના પર તે દોડે છે.

આધ્યાત્મિક પ્રક્રિયાનું આના જેવું જ છે. જો તમે આંતરિક પાટા પર ક્લેમ્પ્ડ માર્યાહોય, તો બધું વિચિત્ર બની શકે છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે ત્યાં એક બિંદ છે જે સ્થિર છે, જેથી કોઈ પણ રીતે તે પડશે નહીં. જો તમને ઉત્તેજના ન ગમતી હોય, જો તમે ઉત્તેજનાને સંભાળી ના શકો, તો તે ઘણી મશુ્કેલી ઊભી કરશે પણ જો તમે ઉત્જતે નાનો આનંદ માણશો, તો રોલરકોસ્ટર એક સારી જગ્યા છે. તેથી, આધ્યાત્મિક માર્ગ પર હોવાનું અર્થ એ નથી કે બધું ઠીક થઈ જશે.

જો કંઇપણ નિશ્ચિત નથી અને બધું વિચિત્ર થઈ રહ્યુંહોય, તો પણ હું સ્થિર છું તેથી મારી સાથે બધું બરાબર છે એવા ભાવથી આધ્યાત્મિક માર્ગે આગળ વધવું. આમ કરવાથી જીવનને ગતિ અને સ્થિરતા બંને મળે છે.

X
spiritual path of Living: Sadguru Jaggi Vasudev
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી