રામાયણ / સમસ્યાનો ઉકેલ આપણી આસપાસ જ હોય છે, આપણે તેનો શોધવો પડતો હોય છે

life management tips, ramayana, ramcharit manas, shriram and sugreev, hanuman and shriram

હનુમાનજી લંકાની અશોકવાટિકામાં પહોંચ્યા, ત્યાં એક ઝાડની નીચે સીતા બેઠાં હતાં, હનુમાનજી તે ઝાડ ઉપર છુપાઈને બેસી ગયાં

Divyabhaskar.com

Oct 09, 2019, 03:53 PM IST

ધર્મ ડેસ્ક- જીવનમાં પરેશાનીઓ આવતી-જતી હોય છે. મોટાભાગના લોકો સમસ્યાઓથી ડરી જતાં હોય છે, લક્ષ્યથી ભટકી જતાં હોય છે, આગળ વધી નથી શકતાં અને સફળતાથી દૂર રહી જાય છે. જ્યારે પરેશાનીઓથી ડરવું ન જોઈએ, તેનો ઉકેલ શોધવો જોઈએ. રામાયણના એક પ્રસંગ દ્વારા સમજી શકાય છે કે આપણે સમસ્યાઓનું સમાધાન કેવી રીતે શોધી શકીએ છીએ-

આ પ્રસંગને સમજો અને ઉકેલ શોધો-

શ્રીરામચરિતમાનસ પ્રમાણે જ્યારે રાવણ સીતાનું હરણ કરીને લંકા લઈ ગયો હતો તો શ્રીરામ વાનર સેનાની મદદથી સીતાની શોધ કરવા લાગ્યાં હતાં. હનુમાનજી સીતાની શોધ કરતાં-કરતાં લંકાની અશોક વાટિકામાં પહોંચી ગયાં. તેઓ સીતાની સામે પહોંચે તે પહેલાં જ ત્યાં રાવણ આવી ગયો તો હનુમાનજી અશોક વૃક્ષની ઉપર છુપાઈને બેસી ગયાં. આ ઝાડની નીચે માતા સીતા બેઠેલાં હતાં. રાવણે સીતાને અનેક પ્રકારના પ્રલોભન આપ્યાં, પોતાની શક્તિનો ભય બતાવ્યો, જેનાથી માતા સીતા ખૂબ જ ડરી ગયાં હતાં. જ્યારે રાવણ સીતાને ડરાવી રહ્યો હતો, તે વખતે હનુમાનજી પણ ત્યાં જ હતાં, પરંતુ સીતા તેમને જોઈ શકતાં ન હતાં. રાવણના ગયા પછી હનુમાનજીએ સીતા સાથે મુલાકાત કરી અને તેમના દુઃખને દૂર કર્યું હતું.

આ પ્રસંગમાં લાઈફ મેનેજમેન્ટનું મહત્વપૂર્ણ છુપાયેલું છે કે રાવણ સમસ્યા છે અને હનુમાનજી સમાધાન છે. હનુમાનજી સીતાની પાસે પહેલાં પહોંચી ચૂક્યાં હતાં, રાવણ પાછળથી આવ્યો. એ જ રીતે આપણા જીવનમાં પણ જ્યારે પણ સમસ્યા આવે છે તો તેનો ઉકેલ પણ આપણી આસપાસ જ રહેતો હોય છે, આપણે તેને જોઈ નથી શકતાં, ઉકેલ કે સમાધાનને સમજી નથી શકતાં. આપણી સામે જ્યારે પણ કોઈ પરેશાની આવે તો આપણે શાંતિથી કામ લેવું જોઈએ અને પરેશાનીની આસપાસ જ સમસ્યાનું નિરાકરણ શોધવા પ્રયાસ કરવો જોઈએ. એમ કરવાથી સમસ્યા આસાનીથી દૂર કરી શકાય છે.

X
life management tips, ramayana, ramcharit manas, shriram and sugreev, hanuman and shriram
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી