• Gujarati News
  • National
  • Solar Eclipse 2019 Surya Grahan Myths And Rituals In China Sun Was Being Eaten During An Eclipse And A Dog Or A Dragon Were Eating The Sun

ચીનમાં સૂર્યને ડ્રેગનથી બચાવવા માટે ફટાકડાં ફોડાય છે, આફ્રિકનો માને છે આ દિવસે જૂનાં ઝઘડા ઉકેલાઈ જાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં સૂર્ય ગ્રહણ દરમિયાન બહાર ન નીકળવાની અને કંઈ ન ખાવાની માન્યતા છે
  • ઉત્તર યુરોપમાં માન્યતા છે કે ગ્રહણ દરમિયાન વરુ સૂર્ય કે ચંદ્રને પકડી લે છે

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આજે સવારે 8:04થી 10:56 વાગ્યા સુધી સૂર્ય ગ્રહણ છે. આ ભારત સહિત એશિયાના કેટલાક દેશ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળશે. ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. પરંતુ વિશ્વમાં તેની સાથે જોડાયેલી માન્યતાઓ અલગ છે. અમેરિકામાં એવું માનવામાં આવે છે કે જ્યારે વિશાળ રીંછ સૂર્યને ખાઇ લે છે તો સૂર્ય ગ્રહણ અને જ્યારે ચંદ્રને ગળી જાય ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે. ભારતમાં પણ ગ્રહણ દરમિયાન બહાર ન નિકળવાની અને કંઇ પણ ન ખાવાની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે ગ્રહણના કિરણો ઝેરી બની જાય છે. અન્ય દેશોના આવી જ દંતકથાઓ પર એક રિપોર્ટ.

આફ્રિકાઃ આ દિવસે ઝઘડાઓનો અંત લાવવાની તક
સૂર્ય ગ્રહણ વિશે આફ્રિકાની એક માન્યતા રસપ્રદ છે. અહીંના બાટામમલીબા કુળના લોકો ગ્રહણને સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું યુદ્ધ માને છે. તેમની માન્યતા છે કે આ જૂના ઝઘડાઓનો અંત લાવવાની તક છે. સૂર્ય ગ્રહણ સમયે બાટામમલિબા કુળના લોકો ભેગા થાય છે અને તેમની વચ્ચેનો મનભેદ દૂર કરે છે. આ સાથે જ સૂર્ય અને ચંદ્રને પણ આવું કરવાની વિનંતી કરે છે.

ચીન: સૂર્યને ડ્રેગનથી બચાવવા માટે તીર ચલાવવામાં આવે છે અને ફટાકડાં ફોડવામાં આવે છે

ચીનની પ્રાચીન માન્યતા અનુસાર, જ્યારે ડ્રેગન સૂર્યને ગળી જાય છે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. આવી પરિસ્થિતિમાં ચીનના લોકો ડ્રેગનને ડરાવવા અને તેને ભગાડવા માટે આકાશ તરફ તીર ચલાવે છે. સાથે જ ઘોંઘાટ કરે છે અને અજવાળું કરવા માટે ફટાકડાં ફોડે છે. આ પરંપરા 19મી સદી સુધી ચાલતી આવી હતી, જેમાં ગ્રહણ સમયે ચીનની સેનાએ આકાશમાંથી તોપના ગોળા વરસાવ્યા હતા.

મેક્સિકો: સૂર્યને ગુસ્સો આવે છે
મેક્સિકોમાં ટેવા સમુદાયમાં એવી માન્યતા છે કે સૂર્યના ક્રોધને કારણે સૂર્ય ગ્રહણ થાય છે. સૂર્ય એટલો ક્રોધિત બને છે કે તે આકાશ છોડીને જવાનો નિર્ણય લે છે પરંતુ અંતમાં તેનો ગુસ્સો શાંત થઈ જાય છે. ત્યારબાદ ગ્રહણ પૂરું થાય છે અને લોકો સૂર્યનો આભાર માને છે. 

યુરોપ: રથ પર સવાર થઈને બે વરુ સૂર્ય-ચંદ્રને પકડવા દોડે છે

ઉત્તર યુરોપના સ્કેડિનેવિયા વિસ્તારમાં માનવામાં આવે છે કે, આકાશમાં બે વરુ છે. તેમાંથી એક સૂર્ય અને બીજું ચંદ્રની પાછળ દોડે છે. વરુ આકાશમાં જેને પકડે છે તેનું ગ્રહણ થાય છે. ગ્રીસમાં સૂર્ય ગ્રહણને ભગવાનનો શ્રાપ પણ કહેવામાં આવે છે. એવી માનતા છે કે, ગ્રહણની પહેલાં દેવતા એક રાજાને સજા આપવાના હતા, પરંતુ રાજાને સજાથી બચાવવા માટે ખેડૂતને અમુક સમય માટે રાજા બનાવવામાં આવ્યો હતો, જેને સજા મળ્યા પછી ગ્રહણ પૂરું થાય છે અને વાસ્તવિક રાજા ફરીથી તેનું ગાદી સંભાળે છે.

કોરિયા: રાજાના આદેશ પર કૂતરાંઓએ સૂર્યને ચોરવાના પ્રયત્નો કર્યા હતા
કોરિયાઈ કથાઓમાં આને રાજાનો આદેશ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે, એક રાજાએ કૂતરાંઓને આદેશ આપ્યો હતો કે તે ચંદ્રને ચોરીને લાવે. ઘણા પ્રયત્નો પછી પણ તે સફળ થયા નહીં તો સૂર્યનો અમુક ભાગ ચોરીને લાવ્યા. આ ઘટના સૂર્ય ગ્રહણને કારણે બની.

ભારત: બહાર ન નીકળવાની માન્યતા

ભારતમાં ગ્રહણ દરમ્યાન ભોજન ન કરવાની માન્યતા છે. ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ગ્રહણ દરમ્યાન ગર્ભવતી મહિલા ધારદાર સાધનોનો ઉપયોગ કરે તો તેનાં ગર્ભમાં ઉછરી રહેલ બાળકના અંગોને નુકસાન થાય છે. તે વિકલાંગ પણ થઇ શકે છે. માટે તેને ધારદાર સાધનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે ગ્રહણ પછી નહાવું જોઈએ જેનાથી શરીર શુદ્ધ થઇ જાય છે. 

અન્ય સમાચારો પણ છે...