શુભ મુહૂર્ત / શરદ પૂનમ સુધી દરરોજ શુભ યોગ બની રહ્યા છે, ખરીદારી માટે અનેક મુહૂર્ત બની રહ્યા છે

Shubh Yog And shubh muhurat till Sharad Purnima For shopping

Divyabhaskar.com

Oct 05, 2019, 12:38 PM IST

ધર્મ ડેસ્કઃ શારદીય નવરાત્રિથી તહેવારો શરૂ થઇ ગયાં છે. થોડાં દિવસોમાં દિવાળી સાથે જ લગ્નના મુહૂર્ત પણ શરૂ થઇ જશે. જેની માટે ખરીદી કરવાના શુભ મુહૂર્તોની પણ શરૂઆત થઇ ગઇ છે. હાલ નવરાત્રિમાં પણ ખરીદી કરવું શુભ મનાય છે. પરંતુ તેમાં શુભ મુહૂર્ત સામેલ થઇ જાય તો આ સ્થિતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 13 ઓક્ટોબરે શરદ પૂનમ સુધી લગભગ રોજ જ કોઇને કોઇ એવું શુભ મુહૂર્ત બની રહ્યું છે, જેમાં ભૂમિ, ઘરેણાં, વાહન અને અન્ય વસ્તુઓની ખરીદી કરવું શુભ અને સમૃદ્ધિદાયક રહેશે.

જ્યોતિષીઓ પ્રમાણે વર્તમાનમાં ગ્રહ-ગોચર પણ ઠીક સ્થિતિમાં છે. શરદ પૂનમ સુધી અમૃત અને સર્વાર્થ સિદ્ધિ સહિત અનેક અન્ય શુભ યોગનો સંયોગ રહેશે. આ યોગમાં માત્ર ખરીદી નહીં, પરંતુ નવા પ્રતિષ્ઠાનની શરૂઆત, ભૂમિ પૂજન અને અન્ય માંગલિક કાર્ય પણ કરી શકાશે. આ યોગમાં રવિ યોગ બધા જ ખરાબ યોગના સમૂહને નષ્ટ કરી સારા યોગમાં પરિવર્તિત કરી મહાશુભ યોગનું નિર્માણ કરે છે. આ પ્રકારે સર્વાર્થસિદ્ધિ યોગ બધા કાર્યોમાં સફળતા અપાવનાર છે. નવરાત્રિના સાતમાં દિવસે માતા કાલરાત્રિ દેવીની પૂજા, સરસ્વતી પૂજા સાથે શોભન યોગ રહેશે.

મંગળવારે દશેરાના દિવસે રવિ યોગ રહેશેઃ-
આઠમા દિવસે રવિવારે માતા મહાગોરી પૂજા, મહાઅષ્ટમી પૂજા, દિવસની વચ્ચે સર્વાર્થ સિદ્ધિ અને રવિયોગનું હોવું ખૂબ જ શુભકારી છે. નવામાં દિવસે સોમવારે માતા સિદ્ધિદાત્રી દેવી પૂજા, મહાનોમ પૂજન સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. મંગળવારે દશેરા ખૂબ જ શુભ દિવસ હોય છે. આ દિવસે પણ રવિ યોગ રહેશે. બુધવારે અગિયારસ રહેશે. ગુરૂવાર અને શુક્રવારે પ્રદોષ રહેશે. 13 ઓક્ટોબર, શરદ પૂનમે સ્નાન-દાન શરદ પૂનમે અમૃત સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ અને રવિયોગ રહેશે.

X
Shubh Yog And shubh muhurat till Sharad Purnima For shopping
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી