શ્રાવણ માસ / શિવજીની પૂજામાં શંખ અને તુલસીનો ઉપયોગ નથી થતો, અન્ય 4 વસ્તુઓ જે શિવજીને નથી ચઢતી

Sawan Month 2019: Due to Shivling puja in Sawan

Divyabhaskar.com

Aug 01, 2019, 07:48 AM IST

ધર્મ ડેસ્ક. ગુરૂવાર 1 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ખાસ પ્રકારે શિવજીની પૂજા - અર્ચનાનો મહિમા રહેલો હોય છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમની વિશિષ્ટ આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વિવિધ દેવતાએની પૂજા માટેના વર્ણન કરવામાં આવ્યા છે. કેટલીક સામગ્રી જે દેવતાને પૂજામાં ચઢાવવાથી મનોવાંછિત ફળ પ્રાપ્તિ થાય છે પરંતુ કેટલીક એવી સામગ્રી જે પૂજામાં ચઢાવવાથી વિપરિત પરિણામ પણ આવી શકે છે. શ્રાવણ માસ નિમિત્તે શિવ પૂજાની વાત કરવામાં આવે તો શિવજીની પૂજામાં શંખ અને તુલસીનો ક્યારેય ઉપયોગ નથી થતો.

ભગવાન શિવને ભોલાનાથ અથવા વિનાશક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભોલાનાથ તેના ભક્તો ઉપર જલદી કૃપા વરસાવે છે અને ક્રોધ પણ એટલો જ જલ્દીથી આવતો હોય રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. ભગવાન શિવને ભાંગ- ધતૂરાનો ચઢાવો કરવાનો હોય છે. પરંતુ એવી સામગ્રી જેનો ઉપયોગ શિવઆરાધનામાં નથી થતો તે અંગે શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવી 6 વસ્તુ જે શિવ પૂજામાં નથી વપરાતી તેના વિશે જાણો અહીં કેટલીક વિગતો.

1. કેતકીનાં ફૂલ

પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલે બ્રહ્માજીને જૂઠી વાતમાં સહયોગ આપ્યો હતો. જેનાથી નારાજ થઈને ભોલાનાથે કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો અને કહ્યું હતું કે શિવલિંગ ઉપર ક્યારેય કેતકીના ફૂલ નહીં ચઢાવાય. આ શ્રાપ પછી શિવજીને કેતકીના ફૂલ ચઢાવવામાં આવતા નથી.

2. તુલસીના પાન

તુલસીના પાન આમ તો દરેક પૂજામાં પવિત્ર મનાય છે. પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસી પાનનો ઉપયોગ નથી થતો. ભગવાન શિવજીએ તુલસીના પતિ અસુર જાલંધરનો વધ કર્યો હતો. તેથી તુલસીએ ભગવાન શિવને અલૌકિક અને દૈવી ગુણો થકી તુલસીના પાનથી વંચિત રાખ્યા હતા. તેથી શિવ પૂજામાં તુલસી પાનનો ઉપયોગ નથી થતો.

3. શંખથી જળાભિષેક

દાનવ શંખચૂડના અત્યાચારોથી દેવતા પરેશાન હતા. ભગવાન શંકરે ત્રિશુળથી તેનો વધ કર્યો હતો. ત્યારપછી શંખચૂડનું શરીર ભસ્મ થઈ ગયું હતું અને તે ભસ્મમાંથી શંખની ઉત્પત્તિ થઈ હતી. શિવજીએ શંખચૂડનો વધ કર્યો હોવાથી શિવપૂજામાં જળાભિષેક કરવા માટે શંખનો ઉપયોગ થતો નથી.

4. કંકુ અને સિંદૂર

સિંદૂર જે પરિણિત સ્ત્રીઓ માટે એક ઘરેણું મનાય છે. સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સિંદૂરથી સેંથી પૂરે છે અને ભગવાનને અર્પિત કરે છે. પરંતુ શિવજી તો વિનાશક છે. આજ કારણ છે કે સિંદૂરથી ભગવાન શિવની સેવા નથી કરી શકાતી.

5. નારિયેળ પાણી

શિવલિંગ ઉપર નારિયેળ અર્પણ કરવામાં આવે છે પરંતુ અભિષેક નથી કરાતો. દેવતાઓને ચઢાવેલો પ્રસાદ ગ્રહણ કરવો આવશ્યક હોય થે પરંતુ શિવલિંગનો અભિષેક જે વસ્તુથી કરવામાં આવે છે તેને ગ્રહણ નથી કરાતી. તેથી શિવજીને નારિયેળ પાળી ચઢાવવું જોઈએ નહીં.

6. હળદર ચઢાવવી નહીં

શિવજીના નજીકના અન્ય તમામ દેવી દેવતાઓની પૂજામાં હળદરનો ઉપયોગ ઔધષિ અથવા સુગંધ માટે કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ શિવલિંગ પુરૂષ તત્ત્વનું પ્રતિક છે અને હળદર સ્ત્રીયોચિત વસ્તુ છે. સ્ત્રીયોચિત એટલે કે સ્ત્રીઓ સંબંધિત. તેથી જ હળદર શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતી નથી.

X
Sawan Month 2019: Due to Shivling puja in Sawan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી