ઉત્તરાયણ / મકરસંક્રાંતિએ ગ્રહોની અશુભ યુતિ પાડોશી દેશ સાથે રાગદ્વેષ ઊભા કરાવશે, સૂર્ય+બુધની યુતિ બુધાદિત્ય યોગ બનાવશે

Planet effects on Uttrayan festival according to astrologer hemil lathiya

Divyabhaskar.com

Jan 07, 2020, 11:56 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ છે. આ પર્વ વિશે અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા જણાવે છે કે મકર સંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. શાસ્ત્ર મુજબ કમુરતા/ધનારાક પુરા થયા કહેવાય. બીજી રીતે જોઈએ તો સૂર્યનું ઉત્તર અયન તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ જે મકરથી મિથુન રાશિ ભ્રમણ સુધી રહે છે. તારીખ 14/૦1/2020 મંગળવારે 26:08 વાગ્યે એટલે તારીખ 15/૦1/2020 ૦2:૦8 વાગ્યે ભગવાન સૂર્ય નારાયણનો મકર રાશિમાં પ્રવેશ થશે. સંક્રાંતિનો પુણ્યકાળ તારીખ 15ના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો ગણાશે.

મકરસંક્રાંતિની કુંડળીઃ-
મકરસંક્રાંતિની કુંડળી તુલા લગ્નની બને છે. લગ્નેશ શુક્ર પાંચમા સ્થાનમાં છે અને તેના પર કર્મેશ ચંદ્રની દ્રષ્ટિ પડે છે. ચોથે સૂર્ય+બુધની યુતિ બુધાદિત્ય યોગ બનાવે છે, ત્રીજે શનિ+કેતુ+ગુરુની યુતિ અશુભ છે તો બીજે સ્વગ્રહી મંગળ તો નવમે ઉચ્ચનો રાહુ રહેશે. ચોથે સૂર્ય સત્તા વિપક્ષ અને પ્રજા માટે દ્વિધા અને અજંપો કરશે તો ત્રીજે અશુભ યુતિ પાડોશી દેશ સાથે રાગદ્વેષ ઊભા કરાવશે.

મકરસંક્રાંતિથી શરૂ થશે મોટાં ગ્રહોનું રાશિ પરિવર્તનઃ-

  • સરકાર ગરીબ માટે નીતિ બનાવશે પણ ગરીબને ફાયદો ઓછો પહોંચશે. મધ્યમ વર્ગ વધુ ભીંસમાં આવશે, અમિર વર્ગ યુક્તિ-પ્રયુક્તિ વધારશે, જૂનના મધ્યથી બુધ, ગુરુ, શુક્ર, શનિ જેવા ગ્રહો વક્રી ભ્રમણ કરશે. સાથે જ, કાયમી વક્રી ભ્રમણ કરતાં ગ્રહો રાહુ અને કેતુ એમ કુલ 6 ગ્રહોનું વક્રી ભ્રમણ થશે ગુરુ+શનિ જેવા ગ્રહોની યુતિની અસર તેમજ તારીખ 21/06/2020 નું સૂર્યગ્રહણ આદ્રા નક્ષત્રમાં થશે જે રાહુનું નક્ષત્ર છે.
  • સત્તાપક્ષ, વિપક્ષ, તેમજ તેમના નેતા માટે રાષ્ટ્રીય સ્તર અને રાજ્ય સ્તરે નેતાગીરી અને તેમના કામકાજ અને અસંતોષ વધે તો ક્યાંક નેતાગીરી પણ બદલાઈ શકે છે, પ્રજાને આર્થિક બાબતમાં અસંતોષ વધશે. નવી નોકરી કે વ્યવસાયમાં પરિવર્તન માટે યોગ્ય નિષ્ણાત વિષયના લોકોની સલાહ લેવી જરૂરી ગણી શકાય.
  • 2020 દરમિયાન આગ, ભૂકંપ, આંદોલન, સરકાર સામે અસંતોષ, વિરોધ પક્ષની ઉપેક્ષા, કુદરતી આપત્તી, દુર્ઘટના વગેરે જેવી બાબતોની સંભાવના વધુ જણાઈ રહી છે, ભારત દેવ, દેવી અને સંતોની ભૂમિ છે તેથી ભક્તિ અને શ્રદ્ધા બચાવ પણ કરશે.
X
Planet effects on Uttrayan festival according to astrologer hemil lathiya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી