શ્રાદ્ધપક્ષ / શનિવારથી એક પખવાડિયા સુધી માંગલિક કાર્યો નહીં થઈ શકે, પિતૃતર્પણના કાર્યો થશે

Pitru Paksha is a lunar day period in Hindu calendar , shraddha paksha, pitru paksha shraddha

  • શ્રાદ્ધ કરવાથી પિતૃઓને પાણી અને અન્ન - વસ્ત્ર મળે છે, આત્માને શાંતિ મળે છે

Divyabhaskar.com

Sep 12, 2019, 10:50 AM IST

ધર્મ ડેસ્ક. આગામી શનિવારે ભાદરવી પૂનમ સાથે શ્રાદ્ધ પક્ષની વિધિવત્ પ્રારંભ થશે. જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટ ના જણાવ્યા અનુસાર હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ સદ્દપિતૃઓની સદગતિ માટે કરવામાં આવે છે અને તેમના આશિર્વચન પ્રાપ્ત કરી સંસારમાં સર્વ પ્રકારે સુખાકારી પ્રાપ્ત કરવા માટે તેમ જ સંતાનની વયોવૃદ્ધિ થાય તેના માટે શાસ્ત્રમાં સમજાવેલ છે.સનાતન ધર્મમાં દેવી-દેવતા,બ્રાહ્મણ,ગુરુજન,ગાય,નદી,તુલસી પાન વિગેરેનું પૂજન કરવાની પરંપરા સમજાવેલ છે.

વહેલી સવારે સ્નાદી પરવારી પીતળ ના કળશ મા શુધ્ધ જળ ભરી ને સૂર્યને અર્ઘ્ય આપી પીપળાના ઝાડ ઉપર દુધ સાથે પાણી મિક્શ કરી ને એકી સંખ્યામાં પ્રદક્ષિણા ફરતા-ફરતા "ઓમ નમો ભગવતે વાસુદેવાય" નો મંત્ર કરી સદ્દગત પિતૃને સદગતિ થાય તે ભાવથી કરવામાં આવે છે. ગાય ને લીલું ઘાસ ખવડાવવુ,કૂતરાને દુધ પીવડાવુ,કાગડાને કાગવાસ નાખવી.ભિક્ષુક ને ભોજન તેમજ બ્રાહ્મણને પૂજન,અર્ચન સાથે પ્રીતિ પૂર્વક ભોજન મા ખીર,દુધપાક કે સફેદ મિઠાઇ ખવડાવી અન્ય ભોજન કરાવવું તેમજ ભોજન ના અંતે દક્ષિણા આપી ને આશિર્વચન પ્રાપ્ત કરવા જોઈએ.આવા દિવસો દરમિયાન તમામ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો થતા નથી. તેમજ મહત્વના કીમતી સોના-ચાંદીની ખરીદી કરતા નથી, જમીન મકાન-મિલકતના દસ્તાવેજ ટાળવામાં આવે છે. આવા 16 દિવસ શ્રીમદ્દ ભગવદગીતાનો 15 મો અધ્યાય ,ગરુડ પુરાણ વાંચન,ગજેન્દ્ર મોક્ષ નો પાઠ,વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કોરવાનું ખુબ જ મહત્વ આપણા પૂર્વાચાર્યોએ સમજાવેલ છે.

ભાદરવા માસ મા શ્રાધ્ધ તિથીઓ

*********

તા.૧૪ ભાદરવા સુદ ૧૫ શનિવાર,પૂનમ તથા એકમ નું શ્રાધ્ધ

તા.૧૫ ભાદરવા વદ ૧ રવિવાર બીજનું શ્રાદ્ધ

તા.૧૬ ભાદરવા વદ ૨ સોમવાર

તા.૧૭ ભાદરવા વદ ૩ મંગળવાર ત્રીજનુ શ્રાધ્ધ,અંગારકી સંકષ્ટ ચતુર્થી આખો દિવસ, અમૃતસિધ્ધિ યોગ

તા.૧૮ ભાદરવા વદ ૪ બુધવાર ચોથનું ધ્ધ,(ભરણી શ્રાધ્ધ)ગયા શ્રાદ્ધ,આવા દિવસે પૂનમનુ શ્રાધ્ધ પણ કરી શકાય

તા.૧૯ ભાદરવા વદ ૫ ગુરૂવાર પાંચમનું શ્રાધ્ધ(કૃતિકા શ્રાધ્ધ)

તા.૨૦ ભાદરવા વદ ૬ શુક્રવાર છઠ્ઠ નું શ્રાધ્ધ

તા.૨૧ ભાદરવા વદ ૭ શનિવાર સાતમનું શ્રાધ્ધ

તા.૨૨ ભાદરવા વદ ૮ રવિવાર આઠમનું શ્રાધ્ધ આ દિવસે પણ પૂનમ નું શ્રાધ્ધ કરી શકાય

તા.૨૩ ભાદરવા વદ ૯ સોમવાર નોમ નું શ્રાધ્ધ(સૌભાગ્યવતીનું શ્રાધ્ધ)

તા.૨૪ ભાદરવા વદ ૧૦ મંગળવાર દશમ નું શ્રાધ્ધ

તા.૨૫ ભાદરવા વદ ૧૧ બુધવાર અગિયારસ અને બારસનું શ્રાધ તથા સંન્યાસીઓ નું શ્રાદ્ધ અને આ દિવસે પૂનમનુ શ્રાધ્ધ કરી શકાય.

તા.૨૬ ભાદરવા વદ ૧૨ ગુરૂવાર તેરસ નું શ્રાધ્ધ,મઘા શ્રાધ્ધ બાળકોનુ શ્રાધ્ધ,

તા.૨૭ ભાદરવા વદ ૧૩ શુક્રવાર ચૌદશ નું શ્રાધ્ધ,શસ્ત્રથી મરેલાનુ શ્રાધ્ધ

તા.૨૮ ભાદરવા વદ ૧૪ સાથે શનિવાર,સર્વપિતૃ અમાશ,તેમજ પુનમનુ શ્રાધ પણ કરી શકાય.

તા.૨૯ આશો સુદ ૧ રવિવાર માતા મહાલય શ્રાધ્ધ

કેટલીક વાતોનું ધ્યાન રાખવું

શ્રાદ્ધપક્ષ દરમિયાન ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખવું. ઘરમાં કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય તે માટે સૌએ પ્રેમથી વર્તવું. અધાર્મિક કાર્યો ટાળવા. ઘરમાં સાફ સફાઈ રાખવી. આળસ ખંખેરી સતત કામમાં વ્યસ્ત રહેવું અને સૌનું સન્માન કરવું.

પિતૃતર્પણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા

એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ દેવતા પૃથ્વી લોકમાં ભ્રમણ કરે છે. આ દિવસોમાં ગયા, હરિદ્વાર, ઉજ્જૈન, અલ્હાબાદ જેવા ધાર્મિક સ્થળોએ પિંડદાન કરવામાં આવે છે. આ મંદિરો ખાતે તર્પણ કરવાથી પિતૃ દેવતા સંતોષ પામે છે. દિવંગત પૂર્વજની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. શ્રાદ્ધ એ એવું કર્મ છે જેના દ્વારા પિતૃઓની તૃપ્તિ માટે ખોરાક આપવામાં આવે છે. પિંડાદાન અને તર્પણ તેમના આત્માને શાંતિ પ્રદાન કરે છે. જે તિથિ પર કુટુંબની વ્યક્તિનું મૃત્યુ થયું છે તે તિથિએ તે વ્યક્તિ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ.

X
Pitru Paksha is a lunar day period in Hindu calendar , shraddha paksha, pitru paksha shraddha
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી