નીતિ / ભોજન અને ધનની બાબતમાં અસંતુષ્ટ ન રહેવું જોઈએ, નહીંતર સુખ-શાંતિ હણાઈ જાય છે

One should not be dissatisfied with food and wealth, otherwise happiness will be lost.

ચાણક્યની નીતિઓ તમારી દરેક પરેશાનીઓ દૂર કરી શકે છે

Divyabhaskar.com

Sep 07, 2019, 01:47 PM IST

ધર્મ દર્શન- જે લોકોના જીવનમાં અસંતોષ રહેતો હોય, તેમને ક્યારેય પણ સુખ નથી મળી શકતું. એવા લોકો હંમેશા પરેશાનીઓમાં ઘેરાયેલાં રહે છે અને કામમાં નિષ્ફળ રહે છે. જે વસ્તુ કે સુખ-સુવિધાઓ આપણી પાસે હોય, તેનાથી આપણને સંતોષ કરવો જોઈએ. આચાર્ય ચાણક્યએ ત્રણ એવી પરિસ્થિતિઓ જણાવી છે, જેમાં વ્યક્તિને સંતોષ જરૂર કરવો જોઈએ.

ચાણક્ય નીતિમાં લખ્યું છે કે-

संतोषषस्त्रिषु कर्तव्य: स्वदारे भोजने धने।
त्रिषु चैव न कर्तव्यो अध्ययने जपदानयो:।।

આ ચાણક્ય નીતિ ગ્રંથના તેરમા અધ્યાયનો 19મો શ્લોક છે, આપણે કઈ વસ્તુઓમાં સંતોષ કરવો જોઈએ અને કઈ વસ્તુમાં નહી...

આચાર્ય ચાણક્યના જણાવ્યા પ્રમાણે પત્ની જો સુંદર ન હોય તો વ્યક્તિએ સંતોષ માની લેવો જોઈએ. લગ્ન પછી કોઈપણ પરિસ્થિતિમાં બીજી સ્ત્રીઓ પર મોહ રાખવો ન જોઈએ, કારણ કે આ ટેવને લીધે અનેક પરેશાનીઓ શરૂ થઈ જાય છે.

ભોજન જેવું મળે, પ્રસન્નતા સાથે ગ્રહણ કરવું જોઈએ. ક્યારેય પણ ભોજનનો વાંક કાઢવો ન જોઈએ અને ભોજન એઠું ન છોડવું જોઈએ. વ્યક્તિની પાસે જેટલા પૈસા હોય, જેટલી તેની આવક હોય એટલામાં જ ખુશ રહેવું જોઈએ. આવક કરતા વધુ ખર્ચ ન કરવો જોઈએ. જેવી આર્થિક સ્થિતિ હોય વ્યક્તિએ તે પ્રમાણે જ ખર્ચ કરવો જોઈએ. બીજાની સુખ-સુવિધાઓને જોઈને ઈર્ષાની ભાવના મનમાં ન લાવવી જોઈએ. ત્યારે જ સુખી રહી શકશો. નહીંતર સુખ-શાંતિ સમાપ્ત થઈ શકે છે.
ચાણક્ય કહે છે કે આપણે આ ત્રણ બાબતોમાં સંતોષ માનવો જોઈએ, નહીંતર દુઃખો સહન કરવા પડી શકે છે. પત્નીની સુંદરતાના સંબંધમાં, ભોજનના સંબંધમાં, ધનના સંબંધમાં હંમેશાં સંતુષ્ટ રહેવું જોઈએ.

ચાણક્યના જણાવ્યા પ્રમાણે અધ્યયન, દાન અને જાપમાં સંતોષ ન માની લેવો જોઈએ. આ ત્રણ કામ તમે જેટલા વધુ કરશો, તમારા પુણ્યમાં એટલો જ વધારો થશે. જેટલો વધુ અભ્યાસ કરશો એટલુ જ જ્ઞાન વધશે, જ્ઞાની વ્યક્તિ જીવનમાં સુખ-શાંતિથી રહી શકે છે.દાન કરવામાં પણ ક્યારેય સંતોષ ન માનવી લેવો જોઈએ. દાન કરવાથી બીજાની મદદ થાય છે અને આપણને પુણ્યનો લાભ મળે છે. મંત્ર જાપ કરવામાં પણ સંતોષ ન કરી લેવો જોઈએ. મંત્રોનો જાપ જેટલો વધુ કરશો, તે સિદ્ધ થવાની શક્યતાઓ એટલી જ વધુ રહેશે.

X
One should not be dissatisfied with food and wealth, otherwise happiness will be lost.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી