વ્રત / સોમવારે ષટતિલા એકાદશી, આ દિવસે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવો જોઇએ

On Shattila Ekadashi 20 of posh month, 6 types sesame seeds should be used on this day

  • આ વ્રતમાં તલનો ઉપયોગ કરવાના કારણે ષટતિલા એકાદશી કહેવામાં આવે છે

Divyabhaskar.com

Jan 19, 2020, 08:31 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ષટતિલા એકાદશી 20 જાન્યુઆરી, સોમવારે છે. આ દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. શાતાતપ સ્મૃતિ ગ્રંથ પ્રમાણે આ દિવસે તલનો પ્રયોગ 6 કામમાં કરવાનું વિધાન છે. આ 6 કામ અને તેનું મહત્ત્વ આ પ્રકારે છે.

तिलस्नायी तिलोद्वार्ती तिलहोमी तिलोद्की।
तिलभुक् तिलदाता च षट्तिला: पापनाशना:।।

અર્થઃ- આ દિવસે તલના પાણીથી સ્નાન, તલનું ઉબટન, તલથી હવન, તલ મિશ્રિત જળને પીવું, તલનું ભોજન તથા તલનું દાન કરવાથી બધા જ પાપનો નાશ થાય છે.

1. તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવુંઃ-
ઠંડીમાં તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવાથી ત્વચા ચમકદાર અને કોમળ થઇ જાય છે. તેના ધાર્મિક મહત્ત્વ પ્રમાણે આવું કરવાથી પાપ દૂર થાય છે.

2. તલનું ઉબટનઃ-
તલનું ઉબટન લગાવવાથી ત્વચા સંબંધિત રોગ દૂર થાય છે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

3. તલ મિશ્રિત જળને પીવુંઃ-
તલ મિશ્રિત પાણી પીવાથી પાચન તંત્ર ઠીક રહે છે અને અનિંદ્રામાં પણ રાહત મળે છે. તલ મિશ્રિત જળ પીવાથી સારી બુદ્ધિ મળે છે જેનાથી ધર્મ-કર્મમાં મન લાગે છે.

4. તલનું ભોજનઃ-
ઠંડીમાં તલથી બનેલી વસ્તુઓ ખાવાથી શરીરને જરૂરી ગરમી અને ઊર્જા મળે છે. પાપ નાશ થવાની સાથે જ મોક્ષ પ્રાપ્ત થાય છે.

5. તલનું દાનઃ-
ધર્મ ગ્રંથો પ્રમાણે તલનું દાન કરવાથી પાપ નાશ થાય છે અને ભગવાન વિષ્ણુ તેમના ભક્તો ઉપર પ્રસન્ન થાય છે.

6. તલથી હવનઃ-
તલથી હવન કરવાથી વાયુમંડળ સુગંધિત થાય છે અને બેક્ટેરિયા નષ્ટ થાય છે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ મળે છે.

X
On Shattila Ekadashi 20 of posh month, 6 types sesame seeds should be used on this day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી