પૂજા-પાઠ / બાળ ગોપાલની પૂજામાં ફૂલવાળા સુગંધિત જળનો ઉપયોગ કરવો, તુલસીપત્ર વગર ભોગ ન લગાવવો

Nirjala Ekadashi 2019 how to worship Bal Gopal
X
Nirjala Ekadashi 2019 how to worship Bal Gopal

Divyabhaskar.com

Jun 11, 2019, 03:24 PM IST

ધર્મ ડેસ્ક : 13 જૂનના રોજ એકાદશી છે. જેને નિર્જળા એકાદશી પણ કહેવાય છે. જ્યોતિષાચાર્ય પંડિત સુનીલ નાગરના જણાવ્યા મુજબ ભગવાન વિષ્ણુ અને તેના અવતારોની પૂજા કરવી જોઈએ. શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા પણ આ તિથિ ઉપર કરવી જોઈએ. 
 

બાળ ગોપાલની પૂજા કરતી વેળાએ આ વાતનું ધ્યાન રાખો.

બાળ ગોપાલને ભોગ લગાવતી વેળઆએ પ્રસાદમાં તુલસીપત્રને જરૂર રાખવા. તુલસીપત્ર વગર ભગવાનને ભોગ ન લગાવવો જોઈએ.
 

બાળ ગોપાલની પૂજા કરતા પહેલાં આચમન જરૂર કરવું જોઈએ. એટલા માટે પહેલા હાથને પાણીથી ધોવા જોઈએ. ત્યાર પછી શ્રીકૃષ્ણના હાથને જળ અર્પણ કરવું. પૂજામાં ફૂલની સુગંધવાળા પાણીનો ઉપયોગ કરવો. 
 

પૂજામાં બાળ ગોપાલની મૂર્તિને આસન ઉપર બેસાડો. આસનનો રંગ ચમકીલો હોવો જોઈએ. જેવો કે લાલ, પીળો કે નારંગી.
 

જે વાસણમાં ભગવાન શ્રીકૃષ્ણના પગ ધોવામાં આવે છે તેને પાદ્ય કહેવાય છે. પૂજા પહેલા પાદ્યમાં સ્વચ્છ જળ અને ફૂલોની પાંખડીઓ નાંખી ભગવાનના ચરણોને ધોવા.
 

દૂધ, દહી, ઘી, મધ અને સાકર નાખીને પંચામૃત બનાવવું, તેમા તુલસીપત્ર નાંખીને ભોગ લગાવવો.
 

પૂજામાં દુર્વા ઘાસ, કંકુ, ચોખા, અબીર, ફૂલ, ગાયનું ઘી અને શુદ્ધ જળનો ઉપયોગ કરવો.
 

બાળ ગોપાલને જે ભોગ લગાવવામાં આવે છે તેમાં તાજા ફળ, મીઠાઈ, લાડું, માખણ, ખીર, તુલસીપત્ર અને ફળનો સમાવેશ થાય છે.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી